Last Update : 12-Dec-2011,Monday
 
અમદાવાદના માર્ગો ભવિષ્યમાં એક સરખા દેખાશે

 

સેન્ટ્રલવર્જ અને ટ્રાફિક સર્કલ નક્કી કરાયેલી ડિઝાઈન મુજબનાં જ થશે
અમદાવાદ
શહેરના જાહેરમાર્ગો વચ્ચેની સેન્ટ્રલવર્જ ચાર રસ્તા પરના ટ્રાફિક સર્કલ, આઈલેન્ડની હાલ અલગ અલગ ડિઝાઈન હોવાથી ક્યાંય એકસૂત્રતા જળવાતી નથી. આ સ્થિતિનો નિવેડો લાવવા રોડની પહોળાઈને અનુરૃપ એક જ ડિઝાઈન અને એક જ માપની યુનિફોર્મ પોલિસી મ્યુનિ. તંત્રએ ઘડી કાઢી છે.આ ઉપરાંત શહેરને રળીયામણું અને નયનરમ્ય બનાવવા સેન્ટ્રલવર્જ, બાજુમાં અને સર્કલ પર ફુલછોડ, વેલા અને ઉછરી શકે તેવા વૃક્ષોનું પ્લાન્ટેશન કરવાનો પણ નિર્ણય લેવાયો છે. આમ થવાથી ટ્રાફિકના વાહનમાં પણ સરળતા ઉભી થશે તેવો આશાવાદ કમિશનરે વ્યક્ત કર્યો હતો.
જે કંપની કે સંસ્થાએ ટ્રાફિક સર્કલ મેળવી લીધા પછી મેન્ટેઈન નથી કરતી તે નોટિસ આપીને પાછા લઈ લેવાશે ઃ કમિશનર
આ અંગે વિગતો આપતા કમિશનર મહાપાત્રએ જણાવ્યું હતું કે, મ્યુનિ.એ લોક ભાગીદારીમાં ટ્રાફિક સર્કલ અને સેન્ટ્રલ વર્જ બનાવ્યા હોવાથી જે તે કંપનીઓએ પોતાને ગમતી ડિઝાઈન પ્રમાણે અમલ કર્યો છે. પરંતુ નવી નીતિમાં હવે પછી નક્કી કરેલી ડિઝાઇન જ લાગુ પાડવાની તમામને ફરજ પડાશે. ચાર રસ્તા પરના ટ્રાફિક સર્કલનો વિકાસ ટ્રાફિક ખાતાનો અભિપ્રાય મેળવીને કરવાનો રહેશે. સ્ટાર્ન્ડડ ડિઝાઇનથી ઝડપ વધશે, ખર્ચ વધશે અને નવી નવી ડિઝાઇનના પ્રયોગો કરવામાં સમય નહીં બગડે.
તેમણે જણાવ્યું કે નવા બનતા રોડ પર આ ડિઝાઈનનો અમલ થશે. અત્યારે પ્રાયોગિક ધોરણે કાંકરિયા આસપાસમાં તેનો અમલ થઈ રહ્યો છે. બાદમાં જે સેન્ટ્રલવર્જ જુની અને જર્જરીત થઈ ગઈ છે, ત્યાં પણ નવી ડિઝાઇન લાગુ કરાશે. ટ્રાફિક આઇલેન્ડ અને સર્કલ કેટલીક કંપનીઓએ લોકભાગીદારીના નામે કરારો કર્યા બાદ કંપનીએ સરનામું બદલી નાખતા, કામ બદલી નાખતા કે અન્ય કોઈ કારણસર સર્કલ કે આઇલેન્ડના વિકાસ નથી કર્યા તેમને નોટિસ આપીને બોલાવવામાં આવશે. અને તેમના ખૂલાસા સાંભળ્યા બાદ તે અન્ય વિકાસ કરવા કે મેન્ટેનન્સ કરવા સોંપી દેવામાં આવશે.

 

ચાર રસ્તા પર ટ્રાફિક સર્કલનું નક્કી થયેલું માપ

બે ક્રોસ રોડની

ટ્રાફિક સર્કલની

 

પહોળાઈ

પહોળાઇ

 

(ફુટમાં)

(ત્રિજ્યા)

 

૬૦' X ૧૨૦'

૧૦ ફુટ

 

૮૦' X ૧૨૦

-

 

૮૦' X ૧૦૦'

૧૨ ફુટ

 

૧૦૦' X ૧૦૦'

૧૫ ફુટ

 

૮૦' X ૧૩૨'

૧૫ ફુટ

 

૧૦૦' X ૧૩૨'

૧૮ ફુટ

 

૧૦૦'X ૧૨૦'

૧૮ ફુટ

 

૧૨૦' X ૧૨૦'

૨૦ ફુટ

 

૧૦૦' X ૧૩૨'

૨૦ ફુટ

 

૧૨૦' X ૧૩૨'

૨૨ ફુટ

 

૧૦૦' X ૧૫૦'

૩૦ ફુટ

 

૧૩૨' X ૧૫૦'

-

 

૧૦૦' X ૨૦૦'

૩૦ ફુટ

 

૧૩૨' X ૨૦૦'

-

 

૧૫૦' X ૨૦૦'

૩૩ ફુટ

 

 

સેન્ટ્રલવર્જની પહોળાઈ કેટલી

રોડની પહોળાઈ

સેન્ટ્રલ વર્જની

 

-

પહોળાઈ

 

૧૮ મીટર

૦.૩૦ મીટર

 

૨૪ મીટર

૦.૪૫ થી ૦.૬૦ મીટર

 

૩૦ મીટર

૦.૬૦ થી ૦.૭૫ મીટર

 

૩૬ મીટર

૦.૭૫ થી ૧.૦૦ મીટર

 

૪૦ મીટર

૧.૦૦ થી ૧.૫૦ મીટર

 

૬૦ મીટર

૧.૫૦ મીટર

 

 

ટ્રાફિકને અનુકૂળ શું છે, તે નક્કી થઈ શકતું નથી
અમદાવાદ
અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનમાં કમિશનર બદલાય એટલે ચાર રસ્તા પરના ટ્રાફિક સર્કલ અને આઇલેન્ડની નીતિ બદલાય છે. મ્યુનિ.ના ઉચ્ચ અધિકારીઓ અને ટ્રાફિક એન્જિનિયરીંગના તજજ્ઞાો આ બાબતે હજુય એકમતિ પર આવી નથી શક્યા કે ટ્રાફિક સર્કલ કેવું હોવું જોઈએ, કઈ સાઈઝનું હોવું જોઈએ, બાકીનો ચારે દિશાનો ટ્રાફિક વાહન ચાલકને દ્રષ્ટિગોચર વિઝયુલાઈઝ થવો જોઈએ કે નહીં.
કમિશનર બદલાયા એટલે ટ્રાફિક સર્કલની ડિઝાઈન બદલાઈ
અગાઉના કમિશનર કેશવ વર્માએ ટ્રાફિક સર્કલથી વાહનો પસાર થવા માટેનો રસ્તો અત્યંત સાંકડો થઈ જાય છે અને તેનાથી ટ્રાફિક જામની સમસ્યા ઊભી થાય છે, તેમણે તો ચાર રસ્તા પર મહાપુરૃષોની પ્રતિમા પણ ના હોવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો અને એ જ કારણોસર સરદાર બ્રિજ સામે સરદાર વલ્લભભાઈના પ્રતિમા મુકવાનો નિર્ણય લઈ શકાયો ના હતો. છેવટે પાલડી ચાર રસ્તા પર મુકવા સત્તાવાળાઓએ માગણી કરી, તે પણ ઠુકરાવીને તેમણે પાલડી સ્ટેન્ડ પાસે ત્રિકોણાકારભાગમાં મુકવાની મંજુરી આપી હતી. ટાગોર હોલના ખાંચામાં આ જ રીતે વીર સાવરકરની પ્રતિમા મુકવામાં આવી છે. આમ કમિશનર બદલાય એટલે ટ્રાફિક સર્કલની ડિઝાઇન બદલાય છે પણ ટ્રાફિકના વૈજ્ઞાાનિક ઢબે વાહનની વાત હજુય ચોક્કસ નિષ્કર્ષ પર આવી શકી નથી.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved