Last Update : 12-Dec-2011,Monday
 
'ઔડા'ના નામનો ચેક અંગત ખાતામાં જમા કરવાનું કૌભાંડ

 

ઓઢવમાં ઔડાના સસ્તા મકાનની લાલચ આપી

અમદાવાદ
ઔડા (અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી)ની સ્કિમમાં મકાન અપાવવાની લાલચે ઔડાના નામના જ 'એકાઉન્ટ પે'ના ચેક લઇ બાદમાં તે ચેક અંગત ખાતામાં જમા કરાવી રૃપિયા ઉપાડી લેવાના કૌભાંડ અંગે ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ નોંધાતાની સાથે પોલીસે આ શખ્સની ધરપકડ કરી મસમોટા કૌંભાડ અંગે તપાસ હાથ ધરી છે. ચોંકાવનારી બાબત એ છે કે આ ગઠિયાએ નારણપુરા સ્થિત 'ઔડા'ની ઓફિસામાં જ ૪૮,૫૦૦ની રકમનો ચેક સ્વિકાર્યો હતો અને તેની પહોંચ પણ આપી હતી.
ઔડાની ઓફિસમાં ચેક સ્વિકારી 'અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી'ની પહોંચ પણ આપી હતીઃ મુખ્ય સૂત્રધારની ધરપકડ
રામોલની રાધેપાર્ક સોસાયટીમાં રહેતા અને ગેરેજ ધરાવતા મહેન્દ્રકુમાર ગાંજીરામ મૌર્ય (ઉં.૨૮)એ ઓઢવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે, ઓઢવના આદિનાથનગરમાં રહેતા અને ઘર પાસે ઓફિસ ધરાવતા મુકેશ દિનાનાથ ગોસ્વામીએ ગત જાન્યુઆરી માસમાં તેમનેેે ઔડાની સ્કિમમાં મકાન અપાવવાની લાલચ આપી અલગ અલગ સમયે પચ્ચીસ હજાર રૃપિયા લીધા હતા. જુન મહિનામાં ઔડાના મકાનમાં ડ્રોમાં તમને મકાન મળી જશે તેવી ખાતરી આપી 'અમદાવાદ અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટી'નો ૪૮,૫૦૦નો એકાઉન્ટ પેનો એસ.બી.આઇ બેંકનો ચેક માંગ્યો હતો. મહેન્દ્ર કુમારને પોતાને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એકાઉન્ટ ન હોઇ તેમના કાકા અચ્છેલાલના ખાતામાંથી ઉપરોક્ત રકમનો ચેક લઇ નારણપુરા સ્થિત ઔડાની ઓફિસે પહોંચ્યા હતા. જ્યાં મુકેશે ચેક સ્વિકારી તેમને ચેક અંગેની પહોંચ પણ આપી હતી અને કહ્યું હતુ કે બે માસ બાદ જ્યારે ડ્રો થશે ત્યારે તમને મકાન મળી જશે.
જો કે છ માસ થવા છતા ડ્રોમાં નામ ન આવતા મહેન્દ્રભાઈ ચેકના બદલામાં મુકેશે આપેલી પહોંચ લઇને ઔડાની ઓફિસે પહોંચ્યા હતા. હાજર અધિકારીઓએ આવો કોઇ ચેક મળ્યાનો ઈન્કાર કર્યો હતો. મહેન્દ્રભાઇએ બેન્કમાં તપાસ કરતા ચેકની રકમ વિજય રાજપૂત નામની વ્યક્તિના ખાતામાં જમા થઇ ગઇ હતી. મહેન્દ્રભાઇએ વિજય રાજપૂતના ઘરે તપાસ કરતા ખબર પડી હતી કે, તેમની પડોશમાં રહેતા મુકેશે તેમના ખાતામાં ઉપરોક્ત ચેક જમા કરાવ્યો હતો અને રૃપિયા પણ લઇ ગયો હતો. જો કે વિજયભાઇને આ સમગ્ર કૌભાંડ અંગે કોઇ લેવાદેવા ન હોવાનું જણાવ્યું હતુ.
મહેન્દ્રભાઇને પોતાની સાથે ઠગાઇ થઇ હોવાનુ લાગતા તેઓ ઓઢવ પોલીસ મથક પહોંચ્યા હતા. ઠગાઇની ફરિયાદ નોંધી ઓઢવ પી.આઈ. જે.એચ. પંચાલ અને સ્ટાફે ગણત્રીની કલાકોમાં જ મુકેશને ઝડપી પાડી તેની પુછપરછ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved