Last Update : 12-Dec-2011,Monday
 

કેલિકો મિલના 'ડમી કામદારો' રજૂ કરી ૧.૬૩ કરોડની ઠગાઈ

 

કામદાર પુનઃસ્થાપન યોજનાના કરોડોના કૌભાંડમાં પહેલી ફરિયાદ

અમદાવાદ
એક સમયે 'ભારતનું માન્ચેસ્ટર' ગણાતા અમદાવાદમાં હવે નામપૂરતી કાપડ મિલો રહી ગઈ છે. મિલો બંધ થવાથી બેકાર બનેલા ૭૦થી ૮૦ હજારો કામદારો માટે 'પુનઃસ્થાપન યોજના' જાહેર કરવામાં આવી. આ યોજનામાં કરોડોના કૌભાંડના આક્ષેપો થતાં રહ્યાં છે. વર્ષો બાદ પ્રથમ પોલીસ ફરિયાદ કરાઈ છે જેમાં કેલિકો મિલના ૨૮૪ ડમી કામદારો રજૂ કરી ૧.૬૩ કરોડની ઠગાઈ કરાયાનો આક્ષેપ કરાયો છે. નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવાયેલી ફરિયાદમાં જણાવાયા મુજબ, ૧૯૯૮માં બંધ થયેલી મિલના કામદારોની યાદીમાં ૬૦૮ બોગસ નામે ઉમેરી દેવાયા હતા. જે પૈકી ૨૮૪ ડમી કામદારોના બોગસ બેન્ક ખાતા ખોલાવી સુઆયોજીત રીતે કૌભાંડ આચરી ૧.૬૩ કરોડની છેતરપિંડી કર્યાની ફરિયાદ ૩૧થી વધુ લોકો સામે કરવામાં આવી છે. ઓફિસીયલ લિક્વીડેટર કચેરી અને બેન્ક સહીતના લોકોને આરોપી દર્શાવાતાં ચકચાર જાગી છે.
૧૯૯૮માં બંધ થયેલી મિલના કામદારોની યાદીમાં ૬૦૮ બોગસ નામો ઉમેરી દેવાયાઃ બોગસ બેન્ક ખાતાં ખોલાવી છેતરપિંડી કર્યાની ફરિયાદ
કેલિકો મિલના એક સમયના કામદાર મનસુખભાઈ દેવજીભાઈ પરમારે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ, ૧૯૯૮માં કેલિકો મિલ બંધ થઈ. આ અરસામાં જ અમદાવાદમાં કુલ ૨૯ મીલો બંધ થઈ હતી. આ સંજોગોમાં બેકાર બનેલા કામદારો માટે કેન્દ્ર સરકાર દ્વારા 'કામદાર પુનઃસ્થાપન યોજના' જાહેર કરવામાં આવી છે. જે અંતર્ગત લિક્વીડેટર નીમી બંધ મીલની અસ્કયામતો અને મિલકતો કબજે કરી બંધ મિલના કામદારોને ૧૮ પગાર 'રાહત' તરીકે આપવાનો નિર્ણય કરાયો હતો. લાભકર્તા બંધ મિલ કામદારોની યાદી તૈયાર કરવા માટે કામદારોના પ્રતિનિધિ તરીકે મનસુખભાઈ ઉપરાંત મજુર મહાજન સંઘના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નીગરાની નીચે ૨૨ સભ્યોની 'બંધ મિલની કમિટી' નીમવામાં આવી હતી.
૧૯૯૯થી કામદારોની યાદી તૈયાર કરવાની કામગીરી આરંભાઈ. અમુક સભ્યો દ્વારા સ્કીમનો લાભ મેળવવા હક્કદાર નહોતા તેઓને લાભ અપાવવા માટે પગારપત્રકોના અસલ પાનાં (પેઈજ) કાઢી લઈ નવા પાના બનાવી કામદારોની બનાવટી સહી અને અંગુઠા મારવામાં આવ્યા હતા. ૨,૦૦૦ નંગ રેવન્યુ સ્ટેમ્પ લાવી પગારપત્રકોમાં ખોટી સહીઓ કરાઈ. આ ઉપરાંત, લાભ અપાવવા કામદારોનો પગાર ઘટાડીને ૨૫૦૦થી ઓછો બતાવવા, ઉંમર ૬૨ વર્ષથી ઓછી બતાવવી અને મૃતક કામદારોને જીવિત બતાવવા સહીતના કારનામા કરવામાં આવ્યા હતા.
કંપનીના કાયદેસર ૪૯૪૯ કામદારો હતા. પરંતુ, બીજા ૮૦૮ ઈસમોના નામ ખોટા ઉમેરી ૫૭૫૭ કામદારોનું લિસ્ટ તૈયાર કરાયું હતું. ૧૨-૧૦-૨૦૦૦ના રોજ કુલ ૨૩૨૬ કામદારોને ૧૮ માસના પગારની સહાય મળી હતી. આ સમયે હક્કદાર કર્મચારીને સહાય ન મળી હોવાની ફરિયાદો ઉઠી હતી. ેએકથી બે હજાર રૃપિયા લઈ પત્રકોમાં ખોટા નામ ઉમેરાયાની ફરિયાદો થતાં ૧૯૯૪માં પત્રકો કબજે કરી ચકાસણી કરાતાં ખોટા પેમેન્ટ કરાયાનું જણાયું હતું. આથી, રીજીયોનલ ટેક્સટાઈલ કમિશનરે સ્ટોપ પેમેન્ટ કરાવી ૩૭૯ કામદારો પાસેથી રકમ પરત વસૂલ કરવા જણાવ્યું હતું. પણ, આજદિન સુધી રકમ વસૂલાઈ નથી.
વિવાદો અને આક્ષેપો વચ્ચે ૧૯૯૪નો આધાર લઈ નવા પત્રકો બનાવવાનું નક્કી કરાયું હતું. આ કામગીરી દરમ્યાન, કમિટીનો કાર્યભાર સંભાળતા ફરિયાદી મનસુખભાઈને ગેરરીતિઓ પકડશે તેમ જણાતાં દૂર કરાયા હતા. બાદમાં, ૪૯૪૯ના બદલે ૬૦૮ બોગસ નામો ઉમેરી ૫૭૫૭ કામદારોના કલેઈમ તૈયાર કરાયા હતા. જેમાં ૧૧ જેટલા મૃતકોના નામે પણ યાદીમાં હતા. તેના કારણે સાચા કામદારોને ઓછી રકમ મળી હતી.
વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭, એમ બે હપ્તા પાસ થતાં બંધ મિલ કામદારોને વ્યક્તિદીઠ રૃા. ૫૭,૭૦૦ની રકમ મળી હતી. આ બન્ને હપ્તાના ચેકો લિક્વીડેટરની ઓફીસમાં વિતરણ કરવામાં આવતા હતા. પરંતુ, આ કચેરીના અમુક કર્મચારીઓના મેળાપીપણામાં લાભકર્તાઓની ખોટી સહીઓ, અંગુઠા પાડી ચેક લઈ લેવાયા હતા. ફરી વખત ગેરરીતિના આક્ષેપો થતાં ૩૨૬ કામદારોની યાદીમાંથી ખરા કામદારોના ફોર્મ ભરવા નિર્ણય કરાયો હતો તેમાંથી માત્ર ૪૨ કામદારોએ જ ફોર્મ ભર્યા હતા. આ પ્રકારે લિકવીડેટરના કર્મચારીઓ, મજૂર મહાજન સંઘના હોદ્દેદારો અને શ્રોફના મેપીપણાથી ૨૮૪ કામદારોના બે હપ્તાના રૃા. ૧,૬૩,૮૬,૮૦૦ની ઉચાપત કરવામાં આવી હોવાની વિગતો ખૂલી હતી. આમ, ૨૮૪ ડમી કામદારોના નામે ૧.૬૩ કરોડની ઠગાઈ કરાયાની ફરિયાદ નવરંગપુરા પોલીસમાં નોંધાવાઈ છે. તપાસનિશ, નવરંગપુરાના પી.એસ.આઈ. આર.એન. ગઢવી કહે છે કે- જૂના અને પેચીદા કેસમાં ઉંડાણપૂર્વકની તપાસ ચાલી રહી છે. અસામાન્ય કદના જણાતાં મસમોટા કૌભાંડમાં પૂરાવા એકત્ર કરવી ધરપકડો કરવામાં આવશે.

 

શ્રોફ પેઢીમાં વટાવેલા ચેક બોગસ ખાતામાં જમા કર્યા
* પોલીસ ફરિયાદમાં કૌભાંડની ચોંકાવનારી મોડસ ઓપરેન્ડી દર્શાવાઈ છે. (૧) ડમી કામદાર (૨) મૃતકને જીવિત બતાવેલા (૩) ૬૨ વર્ષથી ઓછી ઉંમરના કે (૪) જાણ કરાઈ ન હોય તેવા કામદારના ચેકો લીક્વીડેટર કચેરીમાંથી મેળવી લઈ શ્રોફ મોહનલાલ ભૂપતમલ શાહને ત્યાં વટાવી લેવાયા. બાદમાં, આ ચેક બાપુનગર મહીલા કો.ઓ. બેન્ક, દેના બેન્ક અને બેન્ક ઓફ બરોડામાં બોગસ ખાતા ખોલી જમા કરાવી દેવાયા હતા. આ બોગસ ખાતાઓમાંથી ચેકના નાણાં ટ્રાન્સફર કરી કે ઉપાડી લઈ ઉચાપત કરાઈ.

કરોડોના કૌભાંડમાં ૩૨ આરોપીઓ કોણ છે?
અમદાવાદ
બંધ મિલ કામદારોના નામે આચરાયેલા કરોડોના કૌભાંડની પ્રથમ પોલીસ ફરિયાદમાં ૩૧ આરોપીઓના નામ અપાયાં છે જે આ મુજબ છે.
* મજુર મહાજન સંઘઃ રમણભાઈ ડાહ્યાભાઈ પટેલ (પ્રમુખ), મનહરભાઈ ટી. શુક્લ, પંકજભાઈ મણીલાલ જોશી, મધુભાઈ શંભુભાઈ પરમાર.
* ઓફિસીયલ લિક્વીડેટરના શ્રીવાસ્તવ તથા બીજા કર્મચારીઓ. * હીસાબી એકાઉન્ટન્ટઃ નિખીલભાઈ શાહ તથા કનુભાઈ પટેલ. * શ્રોફ મોહનલાલ ભુપતમલ શાહ. * ઓડીટર અમલદત્ત એન્ડ એસોસિએટ.
* બાપુનગર મહિલા કો.ઓ. બેન્કનો સ્ટાફ. * અંબિકા મિલના મહાવીર કોષ્ટી અને હીરાભાઈ મોતીભાઈ પટેલ. * ન્યુ રાજપુર મિલના ગણપતભાઈ મોતીભાઈ, હરીશંકરભાઈ અને મહેશભાઈ. ઉપરાંત * બંધ મિલ કમિટીના સભ્યોઃ ફુસાભાઈ પુંજાભાઈ, બાબુભાઈ મોહનભાઈ, વારીસખાન અબ્બાસખાન, નટવરભાઈ સોમાભાઈ, નટવરભાઈ બેચરભાઈ, રામચંદ્ર નાગરાજ, હરીકિશન તુલસીદાસ, જસવંતભાઈ માનસીંગભાઈ, હરીભાઈ રામાભાઈ, મનુભાઈ રાણા, ખ્વાજાસાબ કાદરીસાબ, મીરસાબ અબ્દુલરજાક, હુસેનમીયા ઉસ્માનભાઈ, ઉસ્માનભાઈ રહેમાનભાઈ, નઝમલ હુસેન આઈ. અને રમણભાઈ કેવલભાઈ.

 

મૃત્યુ પામેલા કામદારોના નામે પણ ઉચાપત કરાઈ
* મૃત્યુ પામેલા કામદારોના નામે ઉચાપત થયાનો ફરિયાદમાં ગંભીર આક્ષેપ કરાયો છે. માધુરીબેન દીપકભાઈ ઉદાણીના પિતાશ્રી મૃત્યુ પામ્યા હોવા છતાં લિક્વીડેટર ઓફીસમાંથી ચેક મેળવી બેન્કમાંથી નાણાંની ઉચાપત કરાઈ છે. અન્ય મિલોના અરજદારોએ પણ ઓફિસીયલ લિક્વીડેટર, પોલીસ સ્ટેશનને પણ અરજીઓ આપેલી છે. બંધ મિલ કામદારોના કરોડો રૃપિયાની ઉચાપતના કેસમાં પહેલી ફરિયાદ નોંધનાર નવરંગપુરા પોલીસે ભોગ બનેલા મિલ કામદારોને પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે.

આર.ટી.આઈ. એક્ટના કારણે કૌભાંડ ખૂલ્લું પડયું
* બેકાર કામદારોના નાણાં હડપવાનું કૌભાંડ આર.ટી.આઈ. હેઠળ મળેલી માહિતી બાદ ખૂલ્યું છે. બંધ મીલ કામદાર કમિટીના અમુક સભ્યો મેળાપીપણું રચી ડમી કામદારોના નામ યાદીમાં સામેલ કરવા સક્રિય બન્યાં ને એક-બે હજાર વસૂલી નામ ઉમેર્યાં. ડમી કામદારોને પુનઃસ્થાપન સહાય મળી પણ મુળ કામદારોને લાભ ન મળતાં લાંબી લડત અપાતાં ચૂકવણીના સુધારાઓ થયા. પણ, તા. ૩૦-૧૨-૨૦૦૯ના રોજ આર.ટી.આઈ. હેઠળ મળેલી માહિતીના આધારે કૌભાંડ ખૂલ્યું અને પહેલી પોલીસ ફરિયાદ થઈ છે.

 

પહેલી ફરિયાદ કૌભાંડમાં 'હિમશીલાની ટોચ' જેવી
૨૮ મિલોના કામદારોના હજારો બોગસ ખાતા ખોલી છેતરપિંડી
૯,૧૬૫ બોગસ બેન્ક ખાતાઓ ખોલાયાનું ધ્યાન પર આવતાં રિઝર્વ બેન્ક દ્વારા કાર્યવાહીનો પત્ર

અમદાવાદ
બંધ મિલોના કામદારોના નામે કરાયેલી કરોડોની ઠગાઈમાં નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ 'હિમશીલાની ટોચ' જેવી હોવાની વિગતો પોલીસના ધ્યાન ઉપર આવી છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે, અમદાવાદની ૨૮ મિલોના દસ હજારથી વધુ કામદારોના બોગસ ખાતા ખોલી કરોડોની છેતરપિંડી આચરાયાની વિગતો મળી છે. આ અંગે તપાસાર્થે ફરિયાદીઓ પોલીસ સુધી આવે તે આવશ્યક છે. શુક્રવારે નોંધાવાયેલી પોલીસ ફરિયાદમાં માહિતી અધિકાર નીચે ઓફિશીયલ લિક્વીડેટરનો પત્ર તથા બાપુનગરમાં આવેલી મહિલા બેન્કમાં માધુરીબેન દિપકભાઈ ઉદાણીના પિતાશ્રી અને અન્ય ૩૨૨ ખોટા બોગસ, ખાતાની યાદી પૂરાવારૃપે રજૂ કરવામાં આવી છે.
ફરિયાદમાં એમપણ જણાવાયું છે કે, કેલિકો મિલ બંધ થઈ તે અરસામાં અન્ય ૨૮ મિલો બંધ થઈ હતી. આ તમામ મિલોમાં પણ આ જ રીતે બોગસ કામદારો અથવા તો કામદારોના હજારો બોગસ બેન્ક ખાતાં ખોલી કરોડો રૃપિયાની ઉચાપત કરવામાં આવી છે. બીજી તરફ, તાજેતરમાં રિઝર્વ બેન્કના ધ્યાન ઉપર પણ ૯,૧૬૫ બોગસ બેન્ક ખાતાઓ ખોલવામાં આવ્યાની વિગતો આવી હતી. રિઝર્વ બેન્કે આ બાબતે ગુજરાત રાજ્યના કો-ઓપરેટીવ રજીસ્ટ્રારને પત્ર લખી જાણકારી આપ્યાની વાત પણ પોલીસને મળી છે. પોલીસ આ વિગતો અને બંધ મિલ કામદારોના નાણાંની ઉચાપતની કડીઓ જોડાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ કરશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved