Last Update : 12-Dec-2011,Monday
 
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
 
આઇઆઇપી, ફુગાવાનો દર, એડવાન્સ ટેક્ષ, ધિરાણ નીતિ સમીક્ષાના

ક્રિસમસ વેકેશનની તૈયારીએ સટ્ટોડિયાઓ સ્મોલ-મિડ કેપમાં તેજીની ગેમ શરૃ કરશે!
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
આર્થિક અને રાજકીય મોરચે અત્યારે આંતરરાષ્ટ્રીય પરિબળોથી વિશેષ રાષ્ટ્રીય પરિબળોમાં એક પછી એક નેગેટીવ પરિબળોનો ઉમેરો થતો જતો હોઇ ગત અઠવાડિયું મુંબઇ શેરબજારો માટે અપેક્ષીત ખરાબ નીવડયું. ૧૭૦૦૦ની સપાટીને સ્પરશી ગયેલો સેન્સેક્ષ સપ્તાહના અંતે ૧૬૧૪૨ના તળીયે આવી ગયો. આર્થિક મોરચે ખાસ એફઆઇઆઇ, વિદેશી મલ્ટિનેશનલો માટે લાલજાજમ બિછાવવા ટેવાયેલી સરકારે મલ્ટિ- બ્રાન્ડ રીટેલ ક્ષેત્રે ૫૧ ટકા એફડીઆઇ મંજૂરીને છેલ્લી ઘડી સુધી સાથી પક્ષો અને વિરોધ પક્ષોને મનાવી સંસદમાં પસાર કરવાના પ્રયાસો કર્યા, પરંતુ મતોની રાજનીતિ અને ચૂંટણીના પડઘમ વચ્ચે આ મુદ્દે જરાય ઢીલ મૂકીને મતદારોને નારાજ નહીં કરવા ઇચ્છતા વિરોધ પક્ષો, સાથી પક્ષોએ આ બિલને અભરાઇ પર મૂકાવી દઇ અન્ય આર્થિક સુધારાના બિલોને પણ ટલ્લે ચઢાવી દઇ આર્થિક સુધારાની ગાડી પટરી પરથી ઉતારી દીધી છે. ભાવતું પીરસતા દેશોથી નારાજ થઇ ભૂતકાળમાં પણ એ દેશોના બજારોમાંથી ઉચાળા ભરતી એફઆઇઆઇ- વિદેશી ફંડોએ નારાજગી બતાવી ઇન્ડિયા એક્ઝિટનો વિકલ્પ ફરી ખુલ્લો મૂક્યો. આ ઉપરાંત આર્થિક મોરચે અન્ન મોંઘવારીનો આંક ૮ ટકાથી ઘટીને ગત સપ્તાહે ૬.૬ ટકાના ૩૮ મહિનાના તળીયે આવી ગયો. એક નજરે પોઝિટીવ જણાતું અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા કડક ધિરાણ નીતિમાં ઢીલ મૂકવા માટે પર્યાપ્ત મનાતું આ પરિબળ વાસ્તવમાં લોકોની ખરીદશક્તિમાં ઘટાડા સાથે ઉદ્યોગોની પરિસ્થિતિ વધુ કફોડી બનવાનો સંકેત આપે છએ. તેજીમાં તેજીના પરિબળો આપોઆપ આકાર લેતા જાય એમ હવે મંદીના પરિબળો એક પછી એક સામે આવતા જાય એમ એક નજરે અન્ન ફુગાવો ઘટવાનું પોઝિટીવ જણાતું પરિબળ હવે વધુ મંદીનો સંકેત આપી જાય છે. સરકારી આંકડાની પણ વિશ્વસનીયતા પર શંકા અવારનવાર ઉપજે છે. વાસ્તવિક ફુગાવા અને સરકારી આંક વચ્ચે જમીન- આસમાનનો ફરક વખતોવખત જોવાયો છે. એમાં હવે નિકાસના સરકારી આંકડામાં ૯ અબજ ડોલરનો ગોટાળો બહાર આવ્યો છે, ત્યારે હવે સરકારે પણ પારોઠના પગલાં ભરતાં જઇ અર્થતંત્ર માટે આગામી દિવસો પડકારરૃપ- નબળા આવી રહ્યાનું જણાવતા જઇ આર્થિક- જીડીપી વૃદ્ધિનો ચાલુ નાણાકીય ૨૦૧૧-૧૨નો અંદાજ ૯ ટકાથી ઘટાડી ૭.૨૫થી ૭.૭૫ ટકા મૂક્યો છે. આમ સરકાર પણ હવે વૃદ્ધિના અંદાજોને હવે વાસ્તવિક સપાટીએ મૂકવા લાગી છે, ત્યારે કોર્પોરેટ ઇન્ડિયા માટે હમણાં સુધી કોઇ વાંધો નથી, સ્થાનિક માગ વૃદ્ધિનું ભારતનું અર્થતંત્ર મજબૂત છે એવું કહેનારી સરકાર હવે વૈશ્વિક પરિબળોના નામે અંદાજો ઘટાડતી જઇ બજારના સેન્ટીમેન્ટને વધુ ખરડાવતી જશે.
સોમવારે આઇઆઇપી, બુધવારે ફુગાવો, ગુરુવારે એડવાન્સ ટેક્ષના આંકડા ઃ રિઝર્વ બેંક શુક્રવારે ઉતાવળ નહીં બતાવે!
આંતરરાષ્ટ્રીય મોરચે યુરોપીય સમુદાયના ૨૭ દેશોની યુરો સમિટમાં બ્રિટને નવી સંધિ માટે સંમત નહીં થઇ ગતા અઠવાડિયે યુરો ઝોનના દેશોની ઋણ કટોકટી ઉકેલવી હજુ અનિશ્ચિત હોવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે, ત્યારે અગાઉ કહ્યું એમ યુરો ઝોનનું અસ્તિત્વ હજુ જોખમમાં છે જે ભારત- ચીન માટે બન્ને મોરચે પડકારરૃપ - વિકટ સમય આવી રહ્યાનો સંકેત આપે છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૩-૧૩ વખત વ્યાજ દરોમાં વધારો કરી ફુગાવાને અંકુશમાં લાવવાના કરેલા પ્રયાસો હવે જરૃર સાર્થક નીવડી રહ્યા છે, અન્ન મોંઘવારી આંક ૬.૬ ટકાના સ્તરે આવ્યો છે, પરંતુ હજુ માસિક ફુગાવાના આંકને ૬ ટકાના સ્તરે લાવવાનું મિશન હજુ દૂર હોવાથી અને આગામી સપ્તાહમાં સોમવારે ૧૨, ડીસેમ્બરે ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) ઓક્ટોબરના અપેક્ષીત નબળા આંક છતાં ૧૪, ડિસેમ્બર બુધવારે જાહેર થનાર માસિક ફુગાવાનો આંકને ધ્યાનમાં લઇ રિઝર્વ બેંક શુક્રવારે ૧૬, ડિસેમ્બરના ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆરમાં ઘટાડો કરવાનો નિર્ણય લેશે. ફુગાવાના દરમાં ખાસ ઘટાડો નહીં થવાના અને ૧૫, ડિસેમ્બરના એડવાન્સ ટેક્ષના આંકડા ખાસ નબળા નહીં આવવાના સંજોગોમાં શક્ય છે કે રિઝર્વ બેંક પણ વ્યાજ દરમાં કાપ મૂકવાની ઉતાવળ નહીં બતાવે. ઓટોમોબાઇલ કંપનીઓના નવેમ્બર મહિનાના વેચાણનાં આંકડા સ્થાનિકમાં કારના વેચાણમાં ૭ ટકાની વૃદ્ધિ અને ટુ- વ્હીલરમાં ૨૪ ટકાની વૃદ્ધિના જાહેર થયા હોઇ હજુ શક્ય છે રિઝર્વ બેંક ફુગાવાને વધુ પ્રેશરમાં આવવા સુધી રાહ જોશે.
ક્રિસમસ વેકેશનની તૈયારીએ સટ્ટોડિયાઓની સ્મોલ-મિડ કેપ શેરોમાં તેજીની ગેમ શરૃ થશે!
રાષ્ટ્રીય- આંતરરાષ્ટ્રીય મોરચે હજુ અનિશ્ચિતતા કામય છે, ત્યારે હવે ડિસેમ્બરની ક્રિસમસ વેકેશનની તૈયારી પૂર્વે યુ.એસ., યુરોપના દેશો સાથે ફંડોને એક તરફ રીડમ્પશનનું દબાણ વધવાની શક્યતા છે, ત્યારે વિદેશી ફંડો રીડમ્પશનના દબાણને ખાળવા પોતાના પોર્ટફોલીયોનું વેલ્યુએશન ઉંચુ લઇ જઇ રીડમ્પશનનું દબાણ બને એટલું ખાળવાના પ્રયાસમાં તેજીનો દોર બતાવતા જોવાશે. જ્યારે ક્રિસમસ વેકેશનની તૈયારીએ ફંડોની ભારતમાં વર્ષાંતે સક્રીયતા ઘટવાના દિવસોમાં સટ્ટોડિયાઓ ફરી સ્મોલ- મિડ કેપ શેરોમાં પોતાની તેજીની ગેમ શરૃ કરી કુદાકુદ કરતા જોવાઇ શકે છે.
તેજીના ફૂંફાળામાં હવે સારા શેરો સટ્ટોડિયાઓ, ફંડો ખંખેરાવી લઇ પોતાના પોર્ટફોલીયોમાં સમાવશે
અનિશ્ચિતતાના દોરમાંથી પસાર થઇ રહેલા શેરબજારોમાં અત્યારે ૧૭૦૦૦ની સપાટી અને ૧૬૧૪૩ની સપાટી એક સપ્તાહ દેખાઇ જતી હોય અને બન્ને છેડે છુટ્ટા છેડાં થાય એવી બજારની ઇન્ડેક્ષ બેઝડ ચાલમાં ખેલંદાઓ ખુવાર થઇ રહ્યા છે. બજારની આ પ્રકારની ચાલથી કંટાળેલા અને સુરક્ષીત બની રોકાણકાર થઇ સાઇડ પર રહેલાં ઇન્વેસ્ટરો પણ રોકાણ પોર્ટફોલીયોના થઇ રહેલાં ધોવાણને રોજબરોજ જોઇને હવે વેચુ..વેચું થવના લલચાઇ રહ્યા છે. ત્યારે શક્ય છે કે, હવે મંદીની અણીએ આવી ગયેલા બજારમાં તેજીના ક્રિસમસ વેકેશનના ફૂંફાળા બતાવી આ ઇન્વેસ્ટરોના શેરો તળીયાના ભાવે પડાવી લેવાશે, અને સટ્ટોડિયાઓ- ફંડો તેમના રોકાણ પોર્ટફોલીયોમાં આ શેરો સમાવી લેશે.
ઇવેન્ટફુલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
ઇવેન્ટફુલ આગામી સપ્તાહમાં સોમવારે આઇઆઇપી આંક, બુધવારે માસિક ફુગાવાનો આંક અને ગુરુવારે એડવાન્સ ટેક્ષના આંકડા બાદ શુક્રવારે રિઝર્વ બેંકની ધિરાણ નીતિ સમીક્ષા વચ્ચે સેન્સેક્ષ નીચામાં ૧૫૮૮૮થી ઉપરમાં ૧૬૫૪૪ અને નિફ્ટી નીચામાં ૪૭૬૬થી ઉપરમાં ૪૯૬૬ વચ્ચે ફંગોળાતો જોવાશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
અમેરિકામાં હેલિકોપ્ટર તૂટી પડતાં ભારતીય દંપતિ સહિત પાંચના મોત
અમેરિકાએ શમ્સી એરબેઝ ખાલી કરી પાકિસ્તાનને સોંપ્યો
રશિયાના રાષ્ટ્રપતિ મેડવેડેવનો મતદાન-ગેરરીતિની તપાસનો હુકમ
પાકિસ્તાનમાં લાદેનની પત્ની ભૂખ હડતાળ ઉપર
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
વડાપ્રધાન મનમોહનસિંહનું કોઈ સાંભળતું નથી ઃ અણ્ણા
તમિળનાડુમાં મુલ્લાપેરિયાર ડેમ વિવાદ વકર્યો ઃ કેરળમાં તંગદીલી
શહેરની હોસ્પિટલોમાં આગની હોનારતો ટાળવા 'ફાયર ટાવર' ઊભા કરવાનું ફરજિયાત બનાવાશે
આકરી સજાથી બચવા ત્રણ આરોપીએ સ્વેચ્છાએ કબૂલાતનામું નોંધાવ્યું
દાદર ચોપાટી ખાતે બુધવારે ભવ્ય ગણેશદ્વારનું ઉદ્ઘાટન
નકલી સોનું પધરાવવા આવેલા પાંચ ભેજાબાજો ઝડપાયા
ગેપીલના સંચાલકો વિરુદ્ધ ગુનો નોંધાવવા ૨૪ કલાકનું અલ્ટીમેટમ
દ્વારકામાં નાયબ મામલતદાર સહિત નવ સામે જમીન કૌભાંડની ફરિયાદ
ટેમ્પો પલટી ખાતા આઠ મુંગા પશુના અરેરાટીભર્યા મોત
ભારતે આખરી વન ડેમાં વિન્ડિઝને હરાવીને ૪-૧થી શ્રેણી જીતી
આઇપીએલ-૫માં નવ ફ્રેન્ચાઇઝીઓ વચ્ચે કુલ ૭૬ મેચો રમાશેઃ શુક્લા
પાકિસ્તાન સામેની પ્રથમ ટેસ્ટમાં બાગ્લાદેશ પર પરાજયનું સંકટ
સ્પેનને હરાવીને ઓસ્ટ્રેલિયાએ હોકીની ચેમ્પિયન્સ ટ્રોફી જીતી

આખરી ટેસ્ટમાં ૨૪૧ના પડકાર સામે ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે ૭૨ રન

ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
દેશના હૂંડિયામણના અનામત ભંડોળમાં નોંધાયેલો વધારો
અઘરી ભૂમિકાઓ ભજવ્યા પછી હવે વિદ્યા બાલન બ્રેક લેવાની તૈયારીમાં
આમિર ખાન અને કિરણ રાવે તેમના પુત્રનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું
અભિનયના શહેનશાહ દિલીપકુમારને ભારત-રત્ન એનાયત કરો ઃ મહેશ ભટ્ટ
ફિલ્મના મ્યુઝિક લોન્ચ વખતે સ્ટેજ પર કલાકારોએ દિલધડક સ્ટંટ દ્રશ્યો ભજવ્યા
કરણ જોહરની ફિલ્મના ફર્સ્ટ લુકમાં કરીનાના કપડાની ડિઝાઇન રિયા કપૂરે કરી
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   

2G Spectrum Scam Exposed

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved