Last Update : 11-Dec-2011,Sunday
 
ડૅ ઑફ અણ્ણા
 
નવી દિલ્હી, તા. ૧૦
જંતર-મંતર ખાતે રવિવારે અણ્ણા હજારેના ઉપવાસે આખા દેશનું ધ્યાન ખેંચ્યું છે. અણ્ણા હજારેના વેધક પ્રશ્નોના કોઈ જવાબ સરકાર પાસે નથી. રવિવારનું આંદોલન તો શૉ-કેસ સમાન છે પરંતુ ૨૭ ડિસેમ્બરથી શરૃ થતું આંદોલન લાંબુ ચાલશે. લોકપાલની આ રાજકીય ગેમમાં બોલ સરકારની કોર્ટમાં છે. સરકારે જવાબ આપવાનો છે. સરકાર પાસે એકજ ચીલાચાલુ જવાબ છે કે લોકપાલ બીલ સંસદમાં રજૂ કરાયું છે અને સરકારે તેનું પ્રોમીસ પાળી બતાવ્યું છે. જોકે સરકાર લોકપાલ બીલને નક્કી થયા પ્રમાણે રજૂ કરી શકી નથી તે હકીકત અહીં કોઈ સ્વીકારતું નથી...
સરકારને ડર
અણ્ણા હજારેનું આંદોલન ધીરે ધીરે એન્ટી કોંગ્રેસના ના બની જાય તેનો ડર કોંગ્રેસને સતાવી રહ્યો છે. જે જુવાળ રવિવારે ઉભો થશે તે સરકાર માટે ટેન્શન સમાન બની રહેવાનો છે. અણ્ણાની ટીમ પાસે સરકાર સામે આક્ષેપો કરવાના ઘણા મુદ્દા છે. જેની સામે સરકાર ડીફેન્સમાં પણ ઉભી રહી શકતી નથી. અણ્ણાએ ડીબેટ માટે તમામ રાજકીય પક્ષોને આવકાર્ય છે પરંતુ કોંગ્રેસ છટકી ગઈ છે જ્યારે ભાજપના નેતાઓ હોંશે-હોંશે તેમાં ભાગ લેશે.
આઝાદી... અણ્ણાની નજરે
મજબૂત લોકપાલ બીલ માટે અણ્ણાએ સરકારની સખત ઝાટકણી કાઢવાની શરૃ કરી છે. રવિવારના ઉપવાસ માટે દિલ્હી જતાં પહેલાં તેમણે જણાવ્યું હતું કે દેશની આઝાદી માટે ઘણાં લોકોએ જાન ગુમાવ્યા છે પરંતુ હજુ આપણે આઝાદીનો અનુભવ કરતા નથી. ભ્રષ્ટાચારના નામે ચલાવાતી લૂંટના સૌ અનુભવ કરી રહ્યા છે. આઝાદી એટલે અણ્ણાની નજરે ગોરાએ છોડયું અને કાળા આવ્યા. હવે આઝાદી માટે બીજી લડત શરૃ થઈ છે. જ્યાં સુધી ભ્રષ્ટાચાર નહીં હટે ત્યાં સુધી આ ફાઈટ ચાલ્યા કરશે. ફરી ઘણાં લોકોને જેલમાં જવું પડશે અને લાઠીચાર્જનો ભોગ બનવું પડશે. જ્યાં સુધી આપણે ભોગ નહીં બનીએ ત્યાં સુધી બીજી આઝાદી મળવાની નથી.
અજીતસિંહ શપથ લેશે
ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસનો પ્રચાર રાહુલ ગાંધીએ શરૃ કર્યા પછી કોંગ્રેસને વધુ બેઠકો મળવાની આશા વધી છે. ગત્ વિધાનસભામાં ૨૨ બેઠકો મેળવનાર કોંગ્રેસ માને છે કે ઉત્તર પ્રદેશમાં ત્રિશંકુ પરિણામો આવશે. દરેક પક્ષ પોતે કિંગ મેકર બનવા માગે છે. જો કે આ તબક્કે કોંગ્રેસની ઇચ્છા ફળશે એમ ના કહી શકાય પરંતુ રાષ્ટ્રીય લોકદળના નેતા અજીતસિંહ મજબૂત બની રહ્યા છે.
કોંગ્રેસ, અજીતસિંહના પક્ષ સાથે જોડાણ અંગે ટૂંકમાં જાહેરાત કરશે એમ મનાય છે. સામે છેડે અજીતસિંહને ઉડ્ડયન મંત્રાલયનો મહત્વનો હોદ્દો સંભાળવા મળશે એમ મનાય છે. આગામી સપ્તાહે કદાચ તેમની શપથ વિધી થશે. અજીત સિંહની પસંદ કૃષિ મંત્રાલય માટે હતી પણ શરદ પવાર તે છોડવા તૈયાર નથી, તેમની બીજી ચોઈસ કોમર્સ પ્રધાન તરીકે હતી જે સરકાર આપવા તૈયાર નથી.
હોસ્પિટલોને NOC
કલકત્તાની હોસ્પિટલમાં લાગેલી આગથી દર્દીઓના મોતનો આંક વધી રહ્યો છે. આ હોસ્પિટલ પાસે ફાયર ડિપાર્ટમેન્ટનું એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટીફીકેટ) નહોતું. જો કે દેશની નામાંકિત એવી ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સીઝ પાસે પણ ફાયર ડિપાર્ટમેન્ટનું એનઓસી નથી. જો કે એઈમ્સના કાર્ડીયોવેસક્યુલર એન્ડ ન્યુરો સાયન્સીસ ડિપાર્ટમેન્ટના વીવીઆઈપી બોર્ડ પાસે પણ એનઓસી નથી. એવી જ રીતે ૧૦ સરકારી અને પ્રાઈવેટ હોસ્પિટલો પાસે એનઓસી નથી, સરકારે જાગવાની જરૃર છે.
Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved