Last Update : 11-Dec-2011,Sunday
 
 
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે

 

૩-૧થી શ્રેણી જીતી ચુકેલું ભારત પાંચમી અને ઔપચારિક વન-ડેમાં વિજય મેળવવા ઉત્સુક

બપોરે ૨.૩૦થી મેચનો પ્રારંભ ઃ વેસ્ટ ઇન્ડિઝને પ્રતિષ્ઠા બચાવવાની આખરી તક
ચેન્નઇ,તા.૧૦
સેહવાગની ૨૧૯ રનની રેકોર્ડ બ્રેકિંગ ઇનિંગને સહારે ૩-૧થી શ્રેણી જીતી ચુકેલું ભારત આવતીકાલની આખરી અને ઔપચારિક વન ડેમાં પણ વિન્ડિઝ સામ વિજય મેળવવાના મક્કમ નિર્ધાર સાથે રમવા ઉતરશે. ઇન્દોરમાં બેવડી સદી ફટકારી ચુકેલો સેહવાગ ચેન્નઇમાં પણ તેનો કમાલ દેખાડશે તેવી આશા ચાહકો રાખી રહ્યા છે. બીજી તરફ સેહવાગની બેવડી સદીને કારણે હતાશ થયેલી વિન્ડિઝની ટીમ માટે આવતીકાલની વન ડે પ્રતિષ્ઠા બચાવવાની આખરી તક સમાન છે.
ેચેન્નઇમાં આવતીકાલે બપોરે ૨.૩૦ વાગ્યાથી મેચનો પ્રારંભ થશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ ભારતીય ટીમ મેનેજમેન્ટ ઓલરાઉન્ડર ઇરફાન પઠાણને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પુનરાગમનની તક આપશે તેમ મનાય છે. સેહવાગ કેપ્ટન તરીકે કારકિર્દીની પ્રથમ વન ડે શ્રેણી જીતી ચુક્યો છે. આગામી ઓસ્ટ્રેલિયા પ્રવાસ પહેલા ભારત વિન્ડિઝને આખરી વન ડેમાં પણ હરાવીને વિજય સાથે શ્રેણીનો અંત આણવા ઇચ્છશે.
તેંડુલકર, ધોની, યુવરાજ, ઝહીર જેવા સ્ટાર ખેલાડીઓની ગેરહાજરીમાં ભારતની યુવા પ્રતિભાઓએ વિન્ડિઝ સામે ભારે પ્રભુત્વ સાથેનો દેખાવ કર્યો હતો. ભારતીય બેટ્સમેનો રોહિત શર્મા અને કોહલીએ જોરદાર ફોર્મ દર્શાવી દીધું છે. છેલ્લા કેટલાક સમયથી ટીકાકારોનું નિશાન બનેલા સેહવાગ અને ગંભીરે પણ ઇન્દોરમાં આગવી રિધમ દર્શાવતા ફોર્મ સાબિત કરી દીધું હતુ.
વિન્ડિઝ સામેની શ્રેણીમાં વારંવાર તક મળવા છતાં પાર્થિવ પટેલ બેટ્સમેન તરીકે નોંધપાત્ર દેખાવ કરી શક્યો નથી. જ્યારે ભારતીય ટીમ મેનેજમેન્ટને સૌથી વધુ ચિંતા સુરેશ રૈનાના બેટિંગ ફોર્મની છે. રૈનાએ ચાર મેચમાં કુલ ૬૨ રન કર્યા છે, જેમાંથી ૫૫ રન તો ઇન્દોરમાં જ નોંધાવ્યા હતા. આવતીકાલની વન ડેમાં તે તક ઝડપીને લાંબી ઇનિંગ રમશે તો તેનો આત્મવિશ્વાસ વધશે. યુવા સ્પિનર રાહુલ શર્માએ ઇન્દોરમાં પ્રભુત્વ સાથેનો દેખાવ કર્યો હતો. આવતીકાલની વન ડેમાં ટીમના નિયમિત સ્પિનર અશ્વિનને ઘરઆંગણાના ચાહકો સમક્ષ બોલિંગ કરવાની તક અપાશે તેમ મનાય છે. આ શ્રેણીમાં અશ્વિન પ્રભાવ પાડી શક્યો નથી, જેના કારણે સેહવાગ આવતીકાલની મેચમાં તેને વધુ એક તક આપશે તેવી ચર્ચા ક્રિકેટ વર્તુળોમાં ચાલી રહી છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ અગાઉ પસંદગીકારો પણ ઇરફાનની મેચ ફિટનેસ અને તેનું ફોર્મ ચકાસવા માંગે છે અને તેના કારણે આશર બે વર્ષ બાદ તે ચેન્નઇમાં રમતો જોવા મળી શકે છે.વેસ્ટ ઇન્ડિઝના યુવા ખેલાડીઓ માટે ભારતનો આ પ્રવાસ મુશ્કેલ અને હતાશ કરનારો સાબિત થઇ રહ્યો છે. વિન્ડિઝ ભારત સામેની ત્રણેય ટેસ્ટ મેચ હારી ગયું હતુ. જોકે વન ડેમાં તેણે ભારતને જોરદાર ટક્કર આપી હતી. શરૃઆતની બંને વન ડેમાં ભારે લડત બાદ વિન્ડિઝને પરાજય સહન કરવો પડયો હતો. ત્રીજી અમદાવાદમાં રમાયેલી ડે-નાઇટ વિન્ડિઝે જીતી લીધી હતી. જો કે સેહવાગની ઝંઝાવાતી બેવડી સદીએ વિન્ડિઝના જીતના ઉત્સાહ પર ઠંડુ પાણી રેડી દીધું હતુ. હવે તેઓ હતાશા ખંખેરીને આવતીકાલની વન ડેમાં વિજય સાથે શ્રેણીનો અંત આણવાના ઇરાદા સાથે રમવા ઉતરશે.કેપ્ટન સેમીએ ટીમના વધુ સારા દેખાવનો વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે, અમે જીતી શકીએ છીએ. અમે જીતના જુસ્સા સાથે રમવા ઉતરીશું. ચેન્નઇના ચેપક સ્ટેડિયમની પીચ સ્પિનરોને યારી આપશે તેમ મનાય છે. જેના કારણે સેમી ત્રણ સ્પિનરોને રમાડે તેવી શક્યતા છે.
ભારતીય ટીમ ઃ સેહવાગ (કેપ્ટન), ગંભીર, રૈના, કોહલી, રોહિત શર્મા, પાર્થિવ પટેલ, મનોજ તિવારી, અશ્વિન, જાડેજા, રાહુલ શર્મા, રહાને, ઇરફાન પઠાણ, મિથુન અને વિનય કુમાર.
વિન્ડિઝ ટીમ ઃ સેમી (કેપ્ટન), બ્રાવો, માર્ટિન, નારિન, પોવેલ, રામપોલ, રસેલ, સિમોન્સ, બરાથ, હયાત, મોહમ્મદ, પોલાર્ડ, રામદિન, રોચ અને સેમ્યુઅલ્સ.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved