Last Update : 11-Dec-2011,Sunday
 

પાનખરમાં ખીલી વસંત

હોટલાઇન - ભાલચંદ્ર જાની

‘ગામ’ની ચંિતા કોરાણે મૂકી એકલવાયા શહેરી સિનિયર સિટિઝન્સ માણી રહ્યા છે લિવ-ઇન રિલેશનશિપની મોજ

‘ગામ’ની ચંિતા કોરાણે મૂકી એકલવાયા શહેરી સિનિયર સિટિઝન્સ માણી રહ્યા છે લિવ-ઇન રિલેશનશિપની મોજ
તાજેતરમાં ભાયંદરના બાવન જિનાલય અને ભટેવા દેરાસરમાં બોમ્બ મૂકાયો હોવાના નનામા ફોનને કારણે દોડધામ મચી ગઈ હતી. ગુજરાતના નંબર પરથી આવેલા ફોનમાં કોલરે પોતાનું જે નામ કહ્યું તે ભાયંદરમાં રહેતા એક ૫૭ વર્ષના વિધવાના પુત્રનું હતું. પછીથી આ વિધવાએ જણાવ્યું હતું કે નવસારીમાં રહેતા ૬૦ વર્ષના વિઘુર જયેન્દ્ર શાહ તેમની સામે વારંવાર લગ્નની માગણી કરી રહ્યાં હતાં પણ તેમણે આ માગ નકારતાં જયેન્દ્ર શાહે તેમના પુત્રને ફસાવવા તેના નામે ફોન કર્યો હતો. જો કે આપણે અહીં સંબંધિત મહિલા કે જયેન્દ્ર શાહની વાત નથી કરવાની. પણ એ વાત સમજવાની છે કે પાછલી વયમાં આવેલી એકલતા જે તે વ્યક્તિને કેવી કોરી ખાતી હશે.
સામાન્ય રીતે કોઈ સ્ત્રી કે પુરુષ યુવાન વયમાં વિધવા/ વિઘુર થાય ત્યારે તેમના સંબંધીઓ તેમના બીજા લગ્ન કરાવવાની તજવીજમાં પડી જાય છે. પરંતુ ઢળતી વયમાં એકલી પડેલી વ્યક્તિ માટે કોઈ આવો વિચાર નથી કરતું. વાસ્તવમાં આપણા સમાજમાં જીવન સંઘ્યાએ નવા જીવનસાથી વિશે વિચારવાનું કોઈને સૂઝતું નથી, ખાસ કરીને વિધવાઓને આ વાત વઘુ લાગુ પડે છે. આયખાના અંતિમ પડાવમાં ફરીથી ઘર માંડનારી વ્યક્તિની હાંસી ઉડાવવામાં આવે છે તેથી પ્રૌઢાવસ્થામાં પહોંચી ગયેલી વ્યક્તિ એકલી પડી જાય છે અને અંદરથી કોઈનો ‘સાથ’ ઝંખે તોય ચૂપચાપ મન મારીને બેસી જાય છે. સમાજ પણ આ પ્રકારના સંબંધને આસાનીથી સ્વીકારતો નથી. જ્યારે હકીકત એ છે કે વૃઘ્ધાવસ્થાને આરે પહોંચેલા લોકોના સંતાનો પોતાના સંસારમાં એવા ખૂંપી જાય છે કે એકલા પડી ગયેલા માતા અથવા પિતાને તેઓ સમય નથી આપી શકતા. આવી પરિસ્થિતિ ઊભી થાય ત્યારે ક્યારેક કોઈક જયેન્દ્ર શાહ પેદા થાય છે.
આવી સ્થિતિ ટાળવા કહો કે પછી એેકલા પડી ગયેલા પ્રૌઢ-વૃઘ્ધ સ્ત્રી-પુરુષોને કંપેનિયન શોધવામાં મદદ કરવા નટુભાઈ પટેલે ‘વિનામૂલ્ય અમૂલ્ય સેવા’ના નેજા હેઠળ અમદાવાદના પાલડીમાં આવેલા મહેંદી નવાબગંજ હોલમાં તાજેતરમાં સિનિયર સિટિઝન માટે લિવ-ઈન રિલેશનશીપ સંમેલનનું આયોજન કર્યુ ંહતું.
કાનૂને લિવ-ઈન રિલેશનશીપને માન્યતા આપી દીધી હોવા છતાં આપણા રૂઢીચુસ્ત સમાજે આ પ્રથાને નથી આવકારી. આવી સ્થિતિમાં આયુષ્યની અડધી સદી પાર કરી લીધાં પછી લિવ-ઈન રિલેશનશીપમાં એક છત હેઠળ રહેવાની વાત ઝટ ગળે ન ઉતરે. આમ છતાં આ સંમેલનમાં ૩૦૦ જેટલા પુરુષો અને ૭૦ જેટલી મહિલાઓ આવી પહોંચી હતી. ૫૦ વર્ષથી ઉપરના વિઘુર, વિધવા, કુંવાર કે છૂટાછેડા લીધેલા સિનિયર સિટિઝન્સ માટે આ ઉંમરે એકલતા દૂર કરવા અને હૂંફ- ઉષ્મા મેળવવા લિવ-ઈન રિલેશનશીપ આશીર્વાદરૂપ પુરવાર થઈ શકે એ વાતનો સ્વીકાર થઈ રહ્યો છે તે સંબંધિત સંમેલનમાં ઉપસ્થિત સિનિયર સિટિઝન્સની સંખ્યા દર્શાવે છે. વળી તેમાં લગ્નનું બંધન ન હોવાથી ન ફાવે તો છૂટા પડવાનું પણ આસાન હોય છે.
સંબંધિત સંમેલનમાં ઉદ્‌ઘોષકે ઉપસ્થિત મહિલાઓને મંચ પર બોલાવીને તેમનો પરિચય આપવાનું શરૂ કર્યું ત્યારે ૭૦ વર્ષીય વિઘુર સનત શાહે તેમને ગમે એવી નારી સંબંધી વિગતો ટપકાવી લેવા હાથમાં કાગળ-પેન લીધા. છેલ્લા ૨૫ વર્ષથી વિઘુરનું જીવન ગાળી રહેલા સનત શાહ આ સંમેલનમાં વડોદરાથી તેમના પુત્રી-જમાઈ સાથે આવ્યાં હતાં.
ઉદ્‌ઘોષક એક પછી એક સ્ત્રીઓનો પરિચય આપી રહ્યાં હતાં, ૨૧ નંબર - લેખા પટેલ. ઉંમર ૪૯ વર્ષ, જ્ઞાતિ-લોહાણા, ડિવોર્સી. પરિવાર સાથે રહે છે. આભાર...., નંબર. ૨૨, લતાબેન ત્રિવેદી જામનગરના રહેવાસી. ઉ.વ. ૬૩. ડિવોર્સી. એકલા રહે છે. આભાર.’ એક પછી એક મહિલાનો પરિચય આપવામાં આવી રહ્યો હતો અને જે તે નારી ૧૫ સેકન્ડ માટે મંચ પર આવતી હતી.
જો કે સંમેલનના આયોજક નટુભાઈ પટેલે અહીં આવનારા પુરુષો માટે કડક નિયમો રાખ્યાં હતાં. તેમની માસિક આવક ઓછામાં ઓછી ૨૦,૦૦૦ રૂપિયા હોવી જોઈએ. તેમણે અહીં આવવાથી પહેલા પોતાના સંતાનોની મંજૂરી લઈ લેવી જોઈએ. તેમ જ જો પાર્ટનરશીપ ન નભે તો સંબંધિત સ્ત્રીને એક લાખ રૂપિયા આપવાની ક્ષમતા હોવી જોઈએ. જો કે બધા આ નિયમોમાં ખરા નહોતા ઉતર્યાં.
અમદાવાદના ૮૩ વર્ષીય પરેશ પટેલ નિવૃત્ત ઓડિટર છે. તેઓ પોતાના સંતાનોની મંજૂરી વિના જ આ સંમેલનમાં આવ્યા હતા. તેઓ એવી સ્ત્રીની તલાશ કરી રહ્યાં હતાં જેને સહારાની જરૂર હોય. તેના બદલામાં તેઓ એટલું જ ઈચ્છતા હતા કે તે મહિલા તેમના સાહિત્યના શોેખને ટેકો આપે. મુંબઈની રહેવાસી, ૬૧ વર્ષીય ટ્યુશન ટીચર શિબા મુખર્જી પોતાની વયના જ કુંવારા પુરુષની તલાશમાં લિવ-ઈન રિલેશનશીપ સંમેલનમાં ગઈ હતી. નિયમિત રીતે જિમમાં જતી શિબા આ ઉંમરે પણ ‘ફીટ એન્ડ ફાઈન’ હતી. તેણે કહ્યું હતું કે મને મારી વયનો કુંવારો પુરુષ એટલા માટે જોઈએ કે હું તેમના સંતાનોની જવાબદારી લેવા નથી માગતી. મને બાળકો નથી જોઈતા. મને પ્રેમ જોઈએ છે અને હું સ્વતંત્ર રહેવા માગું છું. જ્યારે મુંબઈથી આવેલી એક વિધવાએ કહ્યું હતું કે તેને એવા પુરુષ સાથે નથી જોડાવું જે એમ ઈચ્છતો હોય કે હું રોજ સવારના ઉઠીને તેને કોફી બનાવી આપું.
સંમેલનમાં આવેલી સ્ત્રીઓના આવા વિચારો કોઈ ક્રાંતિ નથી સર્જવાના. પરંતુ તે આપણા સમાજમાં આવેલા ધીમા પણ મક્કમ પરિવર્તન તરફ ઈશારો કરે છે. ઘણા પૂર્વાગ્રહો, ખોટી માન્યતાઓ, સંકોચ અને સમાજના લોકોની ભૂ્રકુટી તણાવાના ભય દૂર થઈ રહ્યાં છે. સનત શાહ કહે છ ેકે આ એક સારી નિશાની છે. જ્યારે અન્ય એક સિનિયર સિટિઝન કહે છે કે એકલા પડેલા વૃઘ્ધ માટે સમાજ એટલે તેનો પરિવાર. જો તેના આપ્તજનો તેને ટેકો આપે તો તેને માટે ‘સમાજ શું કહેશે?’ એમ વિચારવાનો પ્રશ્ન જ નથી આવતો.
વર્ષ ૨૦૧૦ની ૨૨મી ઓક્ટોબરે સર્વોચ્ચ અદાલતના ન્યાયમૂર્તિ માર્કન્ડેય કાત્જુ (હવે નિવૃત્ત)ના નેતૃત્વ હેઠળની ખંડપીઠે આપેલા એક ચુકાદામાં કહ્યું હતું કે સમાજની નજરમાં પતિ-પત્નીની જેમ રહેતા અપરિણીત યુગલની લાંબા સમયની લિવ-ઇન રિલેશનશિપને એ જ કાનૂની દરજ્જો મળવો જોઈએ જે ઔપચારિક રીતે થયેલા લગ્નને મળે છે. તેમણે લિવ-ઇન રિલેશનશિપને મોટા શહેરોમાં સ્વાભાવિક રીતે વધતી જતી ઘટના તરીકે વર્ણવી હતી.
અદાલતે સ્પષ્ટતા કરી હતી કે લિવ-ઇન સાથી દ્વારા ત્યજી દેવાયેલી માનુની તેની પાસેથી વળતર મેળવવા હકદાર બને છે. શરત માત્ર એટલી કે સંબંધિત યુગલ લાંબા સમયથી સમાજની નજરમાં પરિણીત યુગલની જેમ રહેતું હોવું જોઈએ.
ઘરેલું હંિસા કાનૂન-૨૦૦૫ને ઘ્યાનમાં રાખી મહિલાઓની સલામતી માટે આ ચુકાદામાં ‘લગ્ન જેવા જ સંબંધ’ શબ્દોનું અર્થઘટન કરવામાં આવ્યું છે. આવા સંબંધમાં લિવ-ઇન પાર્ટનર દ્વારા ત્યજી દેવામાં આવેલી સ્ત્રીને વળતર મેળવવા બાબતે એટલી જ હકદાર ગણવામાં આવી છે જેટલી પરણેતર ત્યક્તાને.
ભારતીય સમાજમાં પરિવર્તન આવી રહ્યું છે અને આ બદલાવનો પડઘો સંસદ દ્વારા ઘડવામાં આવેલા સ્ત્રીઓને સુરક્ષા આપતા ‘ઘરેલું હંિસા કાનૂન-૨૦૦૫’માં પડી રહ્યો છે. કાનૂને દેશમાં આવી રહેલા આ પ્રકારના પરિવર્તનની નોંધ લીધી છે. એમ ન્યાયમૂર્તિ કાત્જુએ તેમના ચુકાદામાં લખ્યું હતું.
માર્ચ ૨૦૧૦માં સર્વોચ્ચ અદાલતે પોતાના અવલોકન પછી એ વાત પર ભાર મૂક્યો હતો કે પ્રેમી યુગલનું એકસાથે રહેવું એ તેમના જીવનનો અધિકાર છે, નહીં કે ‘ફોજદારી અપરાધ.’
જો એક સ્ત્રી અને એક પુરુષ સાથે રહેવા માગતા હોય તો તેમનો વિરોધ કોણ કરી શકે? આમાં તેમણે કયો અપરાધ કર્યો કહેવાય? આ બઘું લોકોમાં થઈ રહેલા સાંસ્કૃતિક આદાનપ્રદાનને પગલે થઈ રહ્યું છે. ન્યાયમૂર્તિ કે. જી. બાલકૃષ્ણ, ન્યાયાધીશ દીપક વર્ષા અને જસ્ટિસ બી. એસ. ચૌહાણની ખાસ ખંડપીઠે આ ચુકાદો આપ્યો હતો.
નોંધનીય છે કે પાંચ વર્ષ પૂર્વે દક્ષિણ ભારતીય અભિનેત્રી ખુશ્બૂએ એક ઇન્ટરવ્યુમાં લગ્ન પહેલાંના જાતીય સંબંધો વિશે વ્યક્ત કરેલા પોતાના મત સામે તામિલ એક્ટિવિસ્ટ ગુ્રપે ૨૨ એફઆઇઆર ફાઇલ કરી હતી, જેને નામંજૂર કરવા અભિનેત્રીએ અદાલતમાં અરજીઓ કરી હતી. આ કેસની સુનાવણી દરમિયાન ખંડપીઠે સંબંધિત ચુકાદો આપ્યો હતો.
આ સંમેલનમાં ૬૨ વર્ષીય આયોજક કહે છ ેકે અદાલતે તેનો પ્રગતિવાદી અભિપ્રાય આપ્યો તેનાથી લાંબા સમય પહેલાથી મને લિવ-ઈન-રિલેશનશીપના ફાયદા સમજાઈ ગયા હતા. નોંધનીય છે કે છેલ્લા આઠ વર્ષમાં તેમણે વિવિધ શહેરોમાં આવા ૧૧લગ્ન વિષયક સંમેલનો યોજ્યા છે, જેમાં ૩૪ યુગલો વિવાહના બંધનમાં બંધાયા હતા. જો કે ત્રણ યુગલોના પરિવારમાં સમસ્યા સર્જાતા તેઓ છૂટાં પડી ગયાં હતાં.
નિષ્ણાતો કહે છે કે સંયુક્ત કુટુંબની પ્રથા તૂટતી જતી હોવાથી પાછલી ઉંમરમાં પતિ-પત્નીમાંથી ં એક જણ ન રહે ત્યારે બીજી વ્યક્તિ સાવ એકલી પડી જાય. આ ઉપરાંત ઢળતી વયમાં પણ છૂટાછેડાની સંખ્યા વધવા લાગી છે. આવી સ્થિતિમાં એકલી પડેલી વ્યક્તિએ વૃઘ્ધાશ્રમના આશરે જવું પડે છે. જોકે અહીં પણ ઘણીવાર તે એકલતા અનુભવે છે. બહેતર છે કે તે પોતાના જ ઘરમાં લિવ-ઈન-પાર્ટનર સાથે રહે.
અહીં આવેલા ૩૦૦ પુરુષો અને ૭૦ સ્ત્રીઓમાંથી સાત યુગલોએ સંબંધ આગળ ધપાવવા મંજૂરી આપી હતી. તેમાંનું એક યુગલ અમિષા શાહ અને મહેન્દ્ર પટેલનું પણ હતું. અમી પંડ્યાની યુવાન પુત્રી પણ તેની સાથે ખુશીથી આવી હતી. પછીથી ૬૬ વર્ષીય મહેન્દ્ર પટેલે કહ્યું હતું કે અમિષા મારી ગર્લફ્રેન્ડ છે. હજી સુધી અમે સાથે નથી રહેતા, પણ યુવાનોની જેમ ડેટંિગ કરીએ છીએ. કદાચ પછીથી અમને લગ્ન કરવાનો વિચાર આવે તોય વાંધો નથી. જોકે તેઓ માને છે કે વિવાહના બંધનમાં બંધાવા કરતાં આ ઉંમરે લિવ-ઈન- રિલેશનશીપ વઘુ સારો વિકલ્પ ગણાય.
તેવી જ રીતે અમદાવાદના વરિષ્ઠ નાગરિક મણીલાલ પટેલ સાથે કરારથી રહેવા રાજકોટના ભાનુબહેને શરત સાથે તૈયારી બતાવી છે. જો કે તેઓ સંતાનો સાથે વાતચીત કરી આગળ વધવા માગે છે. એટલું જ નહીં, તેઓ તાત્કાલીક સાથે રહેવાને બદલે થોેડાં મહિના ફોન પર વાત ફરી એકબીજાને પિછાણી લેવા માગે છે.
જ્યારે મુંબઈ અને બેંગ્લોર ખાતે કાર્ડિયોલોજિસ્ટ તરીકે પ્રેક્સિટ કરતાં ડૉ. સુરેશ પટેલ અને દુબઈ રિટર્ન, ડિવોર્સી મોનિકા પટેલની કેમિસ્ટ્રી મેચ થઈ ગઈ હતી. તેઓ સી.જી. રોડ પર આવેલી એક રેસ્ટોરાંમાં પણ ગયા હતા. જોકે પછીથી ડૉ.પટેલને આ સંબંધમાં રસ નહોતો પડ્યો. જે સાત યુગલો સંબંધ આગળ વધારવા માગતા હતા તેમાંના મોટાભાગનાઓએ કોઈને કોઈ કારણસર પીછેહઠ કરી હતી. કોઈકના સંતાનોને આ વાત મંજૂર નહોતી. તો કોઈકને સમાજનો ડર લાગ્યો હતો. વળી એકબીજાના ઘર જોયા પછી કે સંબંધીઓને મળ્યા પછી પણ વિચાર બદલાઈ જવાની પૂરેપૂરી શક્યતા રહે છે. આમ છતાં પરિવર્તન દરવાજે દસ્તક દઈ રહ્યું છે. ભારતમાં સર્વપ્રથમ વખત યોજાયેલા આવા સંમેલનને જો આટલો પ્રતિસાદ પણ મળ્યો હોય તો ભવિષ્યમાં તેમાં વઘુ સિનિયર સિટિઝન્સ ભાગ લેશે અને આગળ વધશે એ વાતમાં બે મત નથી.
(નોંધઃ આ લેખમાં વ્યક્તિનાં નામ કાલ્પનિક છે)

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved