Last Update : 11-Dec-2011,Sunday
 

ગામને સમરસ બનાવવા સરપંચ પદ માટે ખાનગી ચૂંટણી યોજી

 
સોનગઢના કુમકુવા ગામનો નવતર પ્રયોગ

સરપંચ બનવા ઉત્સુક ૩ ઉમેદવાર માટે મતપત્રકો છપાવ્યાઃ જે વિજેતા બને તેને રેગ્યુલર ચૂંટણીમાં બિનહરીફ કરાશે
સમરસ ગામ માટે રૃ।. ૨ થી ૫ લાખની યોજનાનો લાભ લેવા ગ્રામજનોએ વચલો માર્ગ કાઢયો
બારડોલી, શનિવાર
તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના કુમકુવાના ગ્રામજનોએ સરપંચની ચૂંટણી માટે નવતર પ્રયોગ કરી ચૂંટણી સમરસ કરવાનું અભિયાન હાથ ધર્યું છે. સમરસ ચૂંટણી માટેની મીટીંગમાં સરપંચ પદ માટે ૩ ઉમેદવાર થતાં આવતીકાલે રવિવારે ખાનગી મતદાનમાં જે વિજેતા બનશે તે એક જ ઉમેદવાર સોમવારે ઉમેદવારી કરી બિનહરીફ વિજેતા બનતા સમરસની ગ્રાંટથી ગામનો વિકાસ કરાશે.
ગુજરાત રાજયમાં ૧૦ હજારથી વદુ ગ્રામપંચાયતોની ચૂંટણી જાહેર થઇ છે. જેમાં ગુજરાત સરકાર દ્વારા સમરસ ગ્રામપંચાયત માટે વિકાસ ફંડની રૃ।. ૨ લાખથી રૃ।. ૫ લાખ સુધીની યોજના જાહેર કરી છે. ગામની વસ્તીના પ્રમાણ અને સરપંચ, વોર્ડના સભ્ય તેમજ મહિલા સભ્ય અંગે અલગ અલગ ફંડ આપવામાં આવશે. જે વિકાસફંડ મેળવવા ગામના આગેવાનો તેમજ તાલુકા અને જિલ્લાકક્ષાના પંચાયત અધિકારીઓ સમરસ ગામ બને તેવા પ્રયાસો હાથ ધર્યા છે. હાલમાં ઉમેદવારી કરવા માટેની જરૃરી કાર્યવાહી ચાલી રહી છે. જેમાં ગામની ચૂંટણી સમરસ માટેના અલગ અલગ પ્રયત્નો અને અભિગમ ચાલી રહ્યાં છે.
જે અંગે સ્થાનિક સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ સોનગઢ તાલુકાના કુમકુવા ગામના લોકોએ નવતર પ્રયોગ કરી ગ્રામપંચાયતની ચૂંટણી સમરસ કરવાનું અભિયાન શરૃ કર્યું છે. કુમકુવા ગામના લોકોએ આપમેળે ગ્રામસભા બોલાવી હતી. જેમાં ગ્રામપંચાયતના સરપંચ અને વોર્ડના સભ્યો અંગે ચર્ચા કરવામાં આવી છે. ચર્ચાના અંતે આગેવાનો રૃબરૃ સરપંચ પદ માટે ૩ ઉમેદવારો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં અમીત બંદેલીયાભાઇ ગામીત (સાયકલ), મંગાભાઇ બાબુભાઇ ગામીત (બળદગાડુ) અને ફતેસીંગભાઇ સુખાભાઇ ગામીત (ગાયવાછરડું)ના નામે મતપત્રકો તૈયાર કરવામાં આવ્યા હતા. અને ત્રણેય ઉમેદવાર અને ટેકેદારોએ ગામમાં પોતાની તરફેણમાં મતદાન કરવા ચૂંટણી પ્રચાર કર્યા છે અને આવતીકાલે રવિવારે મતદાન થશે.
ગામના આગેવાનોની કમિટી દ્વારા મતપત્રકોથી મતદાન કરાવી સાંજે મતગણતરી થશે. જેમાં ૩માંથી જે ઉમેદવારનો વિજય થાય તે સોમવારે સોનગઢ ખાતે સરપંચપદ માટે ઉમેદવારી નોંધાવશે. ગામના અન્ય કોઇએ ઉમેદવારી નોંધાવવી નહીં. જેને પગલે ગામ પંચાયતની સરકારી રાહે ચૂંટણી સમરસ (બિનહરીફ) બનતા ગામને વિકાસફંડ યોજના અનુસાર મળશે. ગામની ચૂંટણી અને સમરસ બંને થશે જેથી ગામના વિકાસમાં અડચણ પણ ન થાય. આ નવતર પ્રયોગથી કુમકુવા ગામે આજે શનિવારે રાત્રે ચૂંટણીનો માહોલ બરાબર જામ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved