Last Update : 11-Dec-2011,Sunday
 

કલેઈમથી ઓછી રકમ સ્વીકાર્યા બાદ વીમાદાર વધારાની રકમ મેળવવા હકદાર

 
તાપી પુરથી નુકસાન પામેલા માલ અંગે ઓછો કલેઈમ સ્વીકારનાર વીમાદાર વધારાના નાણાં મેળવવા હક્કદાર હોવાનો ગ્રાહક કોર્ટનો નિર્દેશ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,શનિવાર
વીમા કંપનીએ કલેઈમની કુલ રકમ કરતાં ઓછી રકમ ચુકવવાની ઓફર કરી હોય અને આર્થિક ભીડ અને મજબુરીના કારણે તેવી ઓછી રકમ વીમાદારે વાંધા સહિત સ્વીકારી લીધી હોય તો પણ બાકીની રકમ મેળવવાનો વીમાદારનો હક પુરો થઈ ગયાનું માની શકાય નહીં.તેવો મહત્વપુર્ણ તારણ આપી સુરત ગ્રાહક તકરાર નિવારણ ફોરમ વીમાદારની આવા કલેઈમની બાકી પડતી કુલ રૃ.૨.૯૪ લાખની રકમ વ્યાજ અને વળતર સહિત ચુકવી આપવા વીમા કંપનીને આદેશ આપ્યો હતો.
રીંગરોડ સ્થિત મહાદેવનગર ખાતે ધી કાફે ઓન ધ રોક્સના ફરિયાદી સંચાલક શિવપાલસિંગ ઝાલાએ પોતાના ધંધાકીય સ્થળે આવેલા ફર્નિચર,મશીનરી,કટલેરી વગેરે મળીને કુલ રૃ.૬.૫૦ લાખનો વીમો ન્યુ ઈન્ડીયા એસ્યોરન્સ કંપની પાસેથી વર્ષ-૨૦૦૧થી ઉતરાવ્યો હતો.જે દર વર્ષે રિન્યુ કરવા દરમિયાન તા.૭-૮-૨૦૦૬માં તાપી નદીમાં આવેલા અભૂતપુર્વ પુરના કારણે ફરિયાદીના ધંધાકીય સ્થળના વિસ્તારમાં ૮ ફુટ સુધી પાણી ભરાયું હતુ.જે પુરનું પાણી ચાર દિવસે ઉતર્યા બાદ ફરીયાદીના ફર્નિચર-ફિક્ચર્સ સહિતની એસેસરીઝને ગંભીર નુકસાન થવા પામ્યું હતુ.જેથી અંગે વીમા કંપનીને જાણ કરતાં સર્વેયર દ્વારા મહત્વની બાબતોને ધ્યાને લીધા વિના આકારણી કરીને વીમા કંપનીએ ફરિયાદીને રૃ.૬.૪૦ લાખના નુકશાન સામે માત્ર રૃ.૩.૪૫ લાખ ચુકવવાનું મંજુર કર્યું હતુ.
ફરિયાદી સંચાલકે વીમા કંપનીના ડીસ્ચાર્જ વાઉચર પર વાંધા સાથે સહી કરીને ઓછી રકમનો કલેઈમ સ્વીકારી લીધો હતો.પરંતુ ત્યારબાદ ફરિયાદી શિવપાલસિંગે એડવોકેટ શ્રેયશ દેસાઈ મારફતે ગ્રાહક કોર્ટમાં ધા નાખીની બાકી કલેઈમની રકમ વસુલ અપાવવા માંગ કરી હતી.જેની સુનાવણી દરમિયાન ફરિયાદ પક્ષે જણાવ્યું હતું કે ફરિયાદીના રેસ્ટોરન્ટને પુરથી ગંભીર નુકસાન થયું હતુ.ફરિયાદી મોટી નાણાંકીય ભીડ અનુભવતા હોઈ રેસ્ટોરન્ટ ચાલુ કરી શક્યા નહોતા.જેથી વીમાકંપનીએ મંજુર કરેલી રકમ વાંધા સહિત સ્વીકારવાની ફરિયાદીને ફરજ પડી છે.જેથી ફરિયાદીએ બાકીની રકમ વસુલ મેળવવા વીમા કંપનીને લેખિત રજૂઆત કરવા છતાં નહીં ચુકવીને સેવામાં બેદરકારી દાખવી છે.જેથી ગ્રાહક તકરાર નિવારણ ફોરમના પ્રમુખ જજ ડી.સી.શાહ તથા સભ્ય પદ્મનાભન શાહે ફરિયાદીની ફરિયાદ મંજુર કરીને કુલ કલેઈમની બાકી રકમ પેટે રૃ.૨.૯૪ લાખ વાર્ષિક ૯ ટકાના વ્યાજ સહિત ચુકવી આપવા વીમા કંપનીને હુકમ કર્યો હતો.વધુમાં વીમાદારે ભોગવેલા માનસિક ત્રાસ બદલ રૃ.૧૦ હજાર અલગથી ચુકવી આપવા વીમા કંપનીને કોર્ટે આદેશ આપ્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved