Last Update : 11-Dec-2011,Sunday
 
નાણાં નહીં આપતા કાપડ દલાલને ગળે ૪૨૦નું પાટીયું લગાવી ફેરવ્યો
 
મિલેનીયમ માર્કેટના ચાર વેપારીઓએ

કાપડ દલાલને ગોંધી રાખ્યા બાદ ફેરવીને પોલીસ મથકે લઇ ગયા પણ ફરિયાદ નહીં કરતાં દલાલે વેપારીઓ સામે જ ફરિયાદ નોંધાવી દીધી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શનિવાર
સુરતની વિવિધ કાપડ માર્કેટમાં દક્ષિણ ભારતના વેપારીઓને કાપડ અપાવતા તમિલનાડુના દલાલને ચાર દિવસ અગાઉ મિલેનીયમ માર્કેટના ચાર વેપારીઓએ ફસાયેલા નાણાં કઢાવવા માટે ગોંધી રાખ્યા બાદ ગળામાં '૪૨૦' લખેલું પાટીયું લગાવી ફેરવ્યો હતો. આ અંગે દલાલે સલાબતપુરા પોલીસ મથકમાં ચારેય વેપારીઓ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ તમિલનાડુનો વતની અને હાલ સુરતમાં લાલદરવાજા નિલકંઠકૃપા સોસાયટીના ઘર નં. ૧૭માં રહેતો વેંકટેશ ચેમ્નયન નાયડુ દક્ષિણ ભારતના વેપારીઓને કાપડ અપાવવા દલાલ તરીકે સુરતની વિવિધ કાપડ માર્કેટમાં કામ કરે છે.
બે-અઢી વર્ષ અગાઉ વેંકટેશે દક્ષિણ ભારતના એક વેપારી રાજાભાઇને સુરતના કેટલાક વેપારીઓ પાસેથી માલ અપાવ્યો હતો પરંતુ રાજાભાઇએ ઉઠમણું કરતા સુરતના વેપારીઓના પૈસા ફસાયા હતા. થોડા સમય બાદ વેંકટેશ પણ વતન ચાલ્યો જતાં સુરતના વેપારીઓ તેને શોધતા હતા.
દરમિયાન, ગત બુધવારે બપોરે વેંકટેશ મિલેનીયમ માર્કેટમાં નજરે ચઢતાં તેના હસ્તક પૈસા ગુમાવનાર ચાર વેપારીઓ યુધિષ્ઠિર ચર્તુભુજ, વિનય ફુલચંદ અગ્રવાલ, રાજેશ ભગવતી પ્રસાદ અને તેજસ રમેશ પટેલે તેને બોલાવ્યો હતો.
ચારેય વેપારીઓએ રાજાભાઇને આપેલા કાપડના નાણાંની વેંકટેશ પાસે ઉઘરાણી કરી હતી પરંતુ વેંકટેશે પૈસા નહીં હોવાનું જણાવતા ચારેય તેને યુધિષ્ઠિરની એચ/૨૪૨૮-૨૯માં આવેલી મોરની સાડીમાં લઇ ગયા હતા અને ત્યાં બેસાડી દઇ હાથે સાડીનો ટુકડો બાંધી દીધો હતો.
વેંકટેશને ત્યાં ગોંધી રાખી ચારેય વેપારીઓએ પૈસા આપવા દબાણ કર્યું હતું. બાદમાં વેપારીઓ વેંકટેશને ફોસ્ટાની ઓફિસમાં લઇ ગયા હતા. ફોસ્ટાના પ્રમુખ દેવકિશન મંધાણીએ વેંકટેશ ચીટર છે તમે તેને પોલીસમાં લઇ જાઓ તેમ કહ્યું હતું.
વેપારીઓએ તરત જ એક પૂંઠા ઉપર '૪૨૦' લખ્યું હતું અને પૂંઠું વેેંકટેશના ગળામાં લટકાવી માર્કેટમાં ફેરવ્યા બાદ તેને રીક્ષામાં બેસાડી સલાબતપુરા પોલીસ સ્ટેશન લઇ ગયા હતા. જો કે, પોલીસ સ્ટેશનથી થોડે દૂર તેમણે '૪૨૦' લખેલું પૂંઠુ કાડી નાંખ્યું હતું. બાદમાં વેંકટેશને પોલીસને સોંપ્યો હતો.
જો કે, સલાબતપુરા પોલીસ મથકમાં વેંકટેશ વિરૃદ્ધ કોઇ ફરિયાદ નોંધાઇ ન હતી પરંતુ તેણે ગતરોજ ચારેય વેપારીઓ વિરૃદ્ધ સલાબતપુરા પોલીસ મથકમાં ગેરકાયદેસર ગોંધી રાખ્યાની ફરિયાદ નોંધાવતા પી.આઇ. એ.એચ. ખાને વધુ તપાસ હાથ ધરી છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved