Last Update : 11-Dec-2011,Sunday
 

ત્રણ દિવસ પહેલાં જ પરણેલી યુવતિનો પ્રેમી સાથે આપઘાત

 

વલસાડ પાસેના પારનેરા ડુંગરના જંગલમાં

પ્રેમમાં ગળાડુબ ઝુઝવાની સંગીતા પટેલ અને વલસાડ કોલેજના વિદ્યાર્થી એવા મરલા ગામના યોગેશ પટેલે મોત વ્હાલું કર્યું
વલસાડ, શનિવાર
૩ દિવસ પહેલાં જ પરણેવી વલસાડ તાલુકાનાં ઝુઝવા ગામની યુવતિ તથા વલસાડ આર્ટસ કોલેજમાં અભ્યાસ કરતા અને મરલા ગામે રહેતા યુવાને ગઇકાલે વલસાડ નજીક આવેલા પારનેરા ડુંગરના જંગલમાં એકસાથે ઝાડ પર ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ પ્રેમીપંખીડાએ સાથે જીવન જીવી ન શકાતાં મોત વ્હાલું કરી લીધું હતું.
વલસાડ નજીક આવેલા ઝુઝવા ગામે ગંગાજી ફળિયામાં રહેતી સંગીતા ઉત્તમભાઇ પટેલ (ઉ.વ. ૧૯) વલસાડ હાલર રોડ પાસે આવેલા ડેટાબેઝ કોમ્પ્યુટર સેન્ટરમાં કોમ્પ્યુટર કોર્ષ કરતી હતી. જયારે મરલા ગામે ગામથાણા ફળિયામાં રહેતો યોગેશ લક્ષ્મણભાઇ પટેલ (ઉ.વ. ૨૦) વલસાડની જે.પી. શ્રોફ આર્ટસ કોલેજમાં એસ.વાય. બી.એ.માં અભ્યાસ કરતો હતો. આ બંને જણાના ગામ એક જ માર્ગ પર આવતાં હોય તેઓ બસમાં સાથે અવરજવર કરતા હતાં.
પ્રારંભમાં બંને વચ્ચે મિત્રતા બંધાયા બાદ હસી-મજાકની પળોમાં તેઓ કયારે પ્રેમનાં તાંતણે બંધાઇ ગયા એ તેમને પણ ખબર પડી ન હતી. જેમ જેમ સમય વિતતો ગયો તેમ તેમ તેઓ એકમેકની વધુને વધુ નજીક આવતા ગયા હતાં. બંનેએ સાથે જીવન ગુજારવાની કસમો પણ ખાઇ લીધી હતી પરંતુ તેમનો સાચો પ્રેમ વિધાતાને મંજુર ન હતો.
કોઇક કારણસર સંગીતાએ યોગેશને છોડી મુકવાનો વખત આવ્યો હતો અને ગત તા. ૬-૧૨-૧૧ના રોજ તેણે વલસાડ શહેરમાં રહેતા યુવક સાથે લગ્ન કર્યા હતા. શારીરિક રીતે તે પતિ પાસે હોવા છતાં તેનું મન યોગેશમાં જ રચ્યુંપચ્યું રહેતું હતું. જયારે સંગીતાનાં ગળાડૂબ પ્રેમમાં અંધ બનેલા યોગેશથી પણ સંગીતા વિના રહેવાતું નથી.
પાણી પણ ગળે ન ઉતરે એવી અસહ્ય જીંદગી જીવવા કરતાં હંમેશના માટે એક થઇ જવું વધુ સારું એમ વિચારી ગઇકાલે બંને જણા સવારે વલસાડ આવ્યા હતા. વલસાડથી આપઘાત કરવાનો પ્લાન બનાવી બંને જણા વલસાડ નજીક આવેલા વિહારધામ પારનેરાનાં ડુંગર પર પહોંચ્યા હતા. જયાં જીંદગીની છેલ્લી ક્ષણો માણ્યા બાદ સાંજે જંગલ વિસ્તારમાં આંબાના ઝાડ પર બંનેએ બે અલગ અલગ દુપટ્ટા વડે ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો.
આજે બપોરે ૧-૧૫ વાગ્યે પારનેરા વનવિભાગનાં બીટગાર્ડ કિશોરભાઇ મંગાભાઇ પટેલ જંગલમાં પેટ્રોલીંગમાં નીકળતા તેમને ઝાડ પર લટકેલી આ બંને લાશ દેખાઇ હતી. પોલીસને જાણ થતાં પોલીસે બંને લાશને ઝાડ પરથી ઉતારતા ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળાં એકત્ર થઇ ગયા હતાં. પારનેરાનાં ડુંગર પર પ્રેમીપંખીડાનો આત્મહત્યા અંગેનો આ બનાવ વલસાડ પંથકમાં ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો.

સંગીતાના આપઘાતથી સાસરિયા અને તેના પરિવાજનો સ્તબ્ધ
એકના એક પુત્ર યોગેશે આપઘાત કરી લેતાં લક્ષ્મણભાઇ પટેલની ઘડપણની લાઠી છીનવાઇ
વલસાડ, શનિવાર
ભવિષ્યનો આધારસ્તંભ જેવા એકનાં એક પુત્ર યોગેશે આપઘાત કરી લેતાં તેના પિતાએ ઘટનાસ્થળે ભારે આક્રંદ કર્યું હતું. જયારે બીજી તરફ લગ્નનાં હાથની મહેંદી પણ ભૂંસાઇ ન હતી તે પહેલાં સંગીતાએ કરેલા આપઘાતને પગલે સાસરિયાઓ પણ સ્તબ્ધ થઇ ગયા હતા.
યોગેશ લક્ષ્મણભાઇનો એકમાત્ર સંતાન હતો. પ્રેમિકા સાથે આપઘાત કરવાને કારણે લક્ષ્મણભાઇની ઘડપણની લાકડી છીનવાઇ જતાં આભ તૂટી પડયું હોય તેવી સ્થિતિ સર્જાઇ હતી. જયારે સંગીતા ૪ દિવસ પહેલાં જ પરણીને સાસરે ગઇ હતી. તેના હાથ તથા પગમાં મહેંદીનો કલર ઉડીને આંખે વળગે તેવો હતો. જયારે લગ્નની પીઠીની પીળાશ પણ શરીરે દેખાઇ આવતી હતી. લગ્નના ૩ જ દિવસ બાદ તેણીએ ઉઠાવેલા આપઘાતનાં પગલાંથી તેના પરિવારજનો અને સાસરિયાઓ સ્તબ્ધ બની ગયા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved