Last Update : 11-Dec-2011,Sunday
 
સમૃધ્ધ ખેડૂતની પત્નીની ઘરમાં ઘૂસી ઘાતકી હત્યા
 

કતારગામ નગીનાવાડીમાં

જમીન અને કન્સ્ટ્રકશનના વ્યવસાયી પતિની ગેરહાજરીમાં પ્રભાબેનને ગળાના ભાગે ઘા મારી મોતને ઘાટ ઉતારાયા
પ્રભાબેનના શરીર પરના દાગીના સલામત પણ આખુ ઘર વેર વિખેર
જાણ ભેદુએ ઘરમાં આવ્યા બાદ કોઇ ચોક્કસ ચીજ મેળવવા હત્યા કર્યાની શંકા
(પ્રતિનિધિ દ્વારા) સુરત
સુરતના કતારગામના પોશ વિસ્તાર ગણાતા નગીનાવાડીમાં આજે બપોરે જમીન તેમજ કન્સ્ટ્રકશના વ્યવસાયી એવા ખેડૂતની ગેરહાજરીમાં ઘરમાં ઘૂસી તેમની પત્નીની ઘાતકી હત્યા કરી લૂંટનો પ્રયાસ કરાતાં ચકચાર મચી ગઇ હતી. મહિલાના શરીર ઉપરથી દાગીના તેમજ ઘરમાંથી પણ તમામ દાગીના સહીસલામત મળી આવતાં તેમજ કબાટનો સામાનવેર વિખેર મળતાં પોલીસ આ ઘટના પાછળ કોઇ અન્ય કારણ અને કોઇ જાણભેદુની સંડોવણીને ચકાસી રહી છે.
બનાવ અંગે પોલીસ સૂત્રો તેમજ ઘટના સ્થળે હાજર સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ જામનગરના જમસતપુરના વતની અને સુરતના કતારગામમાં નગીના વાડી ખાતે નંદનવન એપાર્ટમેન્ટના ત્રીજા માળે ફલેટ નં.એ/૩૦૪માં રહેતા ગોકુળભાઇ હંસરાજભાઇ ખાંટની ૮૦ વીંઘા જમીન તાપી જીલ્લાના વાલોડ ખાતે આવેલી છે. આ ઉપરાંત, અન્ય વિસ્તારોમાં પણ તેમની ઘણી જમીન છે. આ ઉપરાંત, તે કન્સ્ટ્રકશનના વ્યવસાય સાથે પણ સંકળાયેલા છે.
ગોકુલભાઇ આજે બપોરે કામ અર્થે વાલોડ તેમના ફાર્મ હાઉસ ઉપર ગયા હતા જ્યારે તેમના પત્ની પ્રભાબેન (ઉ.વ.૫૦) ઘરમાં એકલા જ હતા. દરમિયાન, સાંજે પાંચ વાગ્યે દૂધવાળો દૂધ આપવા આવ્યો ત્યારે બેલ મારવા છતાં અંદરથી જવાબ ન મળતાં તેણે પાડોશી મહિલાને બોલાવી હતી. પાડોશી મહિલાએ દરવાજો થોડો ખુલ્લો હોય તેને ધક્કો મારતા અંદર પ્રભાબેની લાશ લોહીલુહાણ હાલતમાં ડ્રોઇંગરૃમમાં નજરે ચઢી હતી. આ અંગે ગોકુળભાઇ નજીકમાં રહેતી તેમની એકની એક પરીણિત પુત્રી રશ્મિકાને જાણ કરાતા સૌ પ્રથમ રશ્મિકા અને તેનો તબીબ પતિ ડો.કૌશિક જાવીયા દોડી આવ્યા હતા.
બનાવ અંગે કતારગામ પોલીસને જાણ કરાતાં તે દોડી આવી હતી અને તપાસ કરતાં પ્રભાબેનના ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના બે ઘા મળ્યા હતા. તે પૈકી એક ઘા ઉંડો હતો જ્યારે બીજો સામાન્ય હતો. પોલીસે અંદર બેડરૃમમાં તપાસ કરતા કબાટ અને ડ્રઓરનો સામાન વેરવિખેર મળી આવ્યો હતો. દાગીનાના બોક્સ પણ વેરવિખેર પડેલા હતા. જોકે, તિજોરી સહી સલામત હતી. તેમજ પ્રભાબેનના શરીર ઉપર પણ દાગીના સહી સલામત હતા. કબાટ-ડ્રોઅરમાંથી પણ કોઇ સામાન લૂંટાયો ન હતો.
પોલીસે વધુ તપાસ કરતા ડ્રોઇંગરૃમના ટીપોય ઉપર પાણીનો એક ગ્લાસ પડેલો મળી આવ્યો હતો જ્યારે ટ્રે સોફા ઉપરથી મળી આવી હતી. જ્યારે પાણીના બે ગ્લાસ અંદર રસોડામાંથી મળી આવ્યા હતા. ઘટનાની જાણ થતા દોડી આવેલા ગોકુળભાઇ પત્નીની લાશ જોઇ અર્ધબેભાન થઇ ગયા હતા અને ભાગી પડતાં પોલીસ તેમની પૂછપરછ કરી શકી ન હતી.
ગોકુળભાઇનો ફલેટ ત્રીજા માળે છે અને એપાર્ટમેન્ટમાં વોચમેન હોવાથી પોલીસે બપોરે તેમના ઘરે કોણ આવ્યું હતું તે અંગે વોચમેન અને લિફટમેનની પૂછપરછ કરી હતી. તેમણે કોઇ લિફટમાં ગયુ ન હોવાનું જણાવ્યુ જોકે, ગોકુળભાઇના ફલેટના મુખ્ય દરવાજા આગળ ગ્રીલ હોવાથી કોઇ જાણભેદુ જ ઘરમાં પ્રવેશ્યો હોવાનું પોલીસ માની રહી છે.
ઘરમાંથી કોઇ દાગીના કે અન્ય કિંમતી વસ્તુની લૂંટ નહી થતા અને સામાન વેરવિખેર મળી આવતા ઘટના પાછળ અન્ય કોઇ કારણ જવાબદાર હોવાનું પોલીસ માની રહી છે. પોલીસ જાણભેદુ અને અન્ય કોઇ કારણની શક્યતાના આધારે હાલતો તપાસ કરી રહી છે. ગોકુળભાઇની પૂછપરછ બાદ જ ચિત્ર વધુ સ્પષ્ટ થશે તેમ પોલીસ સૂત્રોએ ઉમેર્યું હતું.

મોબાઇલ કંપનીમાંથી બોલુ છુ, તમને ગિફટ લાગી છે, તમે ઘરે છો ?
હત્યા પૂર્વે પ્રભાબેન ઘરે એકલા હોવાની ખાતરી કરવા માટે ગોકુલભાઇને ફોન કરાયો હતો
(પ્રતિનિધિ દ્વારા) સુરત
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ કતારગામ નગીનાવાડી નંદનવન એપાર્ટમેન્ટમાં રહેતા સમૃધ્ધ ખેડૂત ગોકુલભાઇ ખાંટના પત્ની પ્રભાબેનની હત્યા લૂંટના ઇરાદે નહીં થઇ હોવાનું પોલીસ દઢપણે માની રહી છે. પોલીસને ગેરમાર્ગે દોરવા લૂંટનો પ્રયાસ કરાયો હોય તેવુ ચિત્ર ઉભુ કરવામાં આવ્યું હતું.
જોકે, પોલીસ એક પુત્રી ધરાવતા દંપત્તિ પૈકી પ્રભાબેનની હત્યા પાછળ જમીન કે મિલકતના વિખવાદને પણ ચકાસી રહી છે. બપોરે ગોકુળભાઇ વાલોડ હતા ત્યારે તેમના મોબાઇલ ફોન ઉપર સુરતના લોકલ નંબર ઉપરથી એક ફોન આવ્યો હતો. ફોન કરનારે પોતાની ઓળખ મોબાઇલ કંપનીના કર્મચારી તરીકે આપી તમને ગિફટ લાગી છે, તમે ઘરે છો ? તેવી પૂછપરછ કરી હતી.
જોકે, ગોકુળભાઇએ બહાર હોવાનું કહેતા પેલી વ્યક્તિએ ઘરે તમારા પત્ની મળશે તેમ પૂછ્યું હતું. ગોકુળભાઇ હકારમાં જવાબ આપતા પેલાએ ફોન કાપી નાખ્યો હતો. પોલીસે આ નંબરની તપાસ કરતા તે ફૂલપાડા વિસ્તારના એસટીડી પીસીઓનો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસ આ તમામ હકીકતોને પગલે કોઇ જાણભેદુએ જમીનનો દસ્તાવેજ મેળવવા કે પ્રભાબેનના મોત બાદ સીધો કોઇને મિલકતનો ફાયદો થાય તે માટે હત્યા કરી હોવાની શક્યતાના આધારે તપાસ શરૃ કરી છે.
પોલીસે બિલ્ડીંગના યુ.પી વાસી લિફટ મેન અને નેપાળી વોચમેનની પણ પૂછપરછ શરૃ કરી છે. જોકે, થોડા દિવસો અગાઉ જ નોકરીમાં જોડાયેલા બંનેની સંડોવણી હાલના તબક્કે લાગણી નથી.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved