Last Update : 11-Dec-2011,Sunday
 
પાંચોટમાં જુની અદાવતમાં બે જૂથો વચ્ચે ધિંગાણું ખેલાયું

 

મહેસાણા,તા.૧૦
મહેસાણાના પાંચોટ ગામ ખાતે રબારી કોમના બે જૂથો વચ્ચે અગાઉની અદાવતમાં ધિંગાણુ ખેલાયુ હતુ. આ ધિંગાણામાં એક પક્ષની એક યુવતી સહીત ત્રણને ગંભીર ઈજા થતાં તાત્કાલિક મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. આ ઘટનાથી પાંચોટનો રબારીવાસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયો હતો. બંને પક્ષોએ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા પોલીસે બંને પક્ષના ૨૩ જેટલા ઈસમો સામે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
એક મહિલા સહિત ત્રણને ઈજા ઃ ધારીયા, તલવાર, લાકડીઓ અને પાઈપોથી હૂમલો
પાંચોટ ગામ ખાતે રબારી વાસ માં રહેતા ભરતભાઈ ખોડાભાઈ રબારી તથા બળદેવભાઈ સરતાનભાઈ રબારીના કુટુંબો વચ્ચે અવાર નવાર ઝઘડા થતા રહે છે જે બાબતની મહેસાણા તાલુકા પોલીસ મથકે અગાઉ ફરીયાદો પણ નોંધાયેલ છે. શનિવારના રોજ પૂનમ હોવાથી ભરતભાઈ રબારી તેમના કાકાના દિકરા દિનેશ મોતીભાઈ રબારી સાથે બાઈક પર સવાર થઈ મહેસાણા તરફ દર્શનાર્થે જઈ રહ્યા હતા તે સમયે સામા પક્ષના બળદેવભાઈ રબારી સહીતના ૨૦ જેટલા માણસોએ તેમને રોકીને કહેલ કે દિનેશ કેમ પાંચોટ આવેલ છે તેને છોડવો નથી તેમ કહી ધારિયુ, તલવાર, પાઈપ, લાકડી સહિતના હથિયારો લઈ દિનેશ પર તૂટી પડેલ જેમાં ખોડાભાઈ રબારી તથા અમીતભાઈ રબારી છોડાવવા વચ્ચે પડતા તેમના પર પણ હૂમલો કરી ગંભીર ઈજા કરી હતી.જ્યારે સીતાબેન રબારીને પણ ઢોર માર મારવામાં આવ્યો હતો. ઉક્ત બાબતની ભરતભાઈ રબારીએ મહેસાણા તાલુકા પોલીસ મથકે બળદેવ સરતાનભાઈ રબારી, વિહાભાઈ બળદેવભાઈ રબારી, કનુ બળદેવભાઈ રબારી, વિષ્ણુભાઈ દેવભાઈ રબારી, મગન રામાભાઈ રબારી, કુલાભાઈ મગનભાઈ, વિષ્ણુભાઈ મગનભાઈ રબારી, વિરમ માંડણભાઈ રબારી, નારણભાઈ અમરતભાઈ રબારી, જયેશ ઉર્ફે નકુલ અમરતભાઈ, ખોડાભાઈ માલજીભાઈ, કનુભાઈ ખોડાભાઈ, દેવાભાઈ ખોડાભાઈ, દશરથભાઈ ખોડાભાઈ, બાબુ લક્ષ્મણભાઈ, લાલાભાઈ ફૂલાભાઈ, હીરાભાઈ સહીત ૨૦ જેટલા ઈસમો સામે મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જ્યારે સામા પક્ષે આશાબેન અમરતભાઈ રબારીએ નોંધાવેલ ફરીયાદ આધારે આશાબેન શનિવારની સવારે ગામના બસ સ્ટેન્ડ નજીક ઉકરડામાં છાણા નાંખી પરત ફરી રહી હતી તે સમયે દિનેશ મોતીભાઈ રબારીએ તેમનો હાથ પકડી મશ્કરી કરી હતી જ્યારે જીગર મગનભાઈ રબારી તથા ભરત ખોડાભાઈ રબારીએ તેમનો હાથ પકડી ગાડીમાં બેસાડવા જતાં બુમાબુમ કરતા તેમના પરિવારના સભ્યો આવી જઈ તેણીને બચાવી હતી. આ બાબતની તેણીએ ત્રણેય સામે ફરીયાદ નોંધાવતા તાલુકા પોલીસે બંને પક્ષે સામ સામે ફરીયાદ નોંધી બંને પક્ષના ૨૩ જેટલા ઈસમો સામે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved