Last Update : 11-Dec-2011,Sunday
 
ટેન્કરમાં ભરાતા ઉકળતા ડામરનો રગડો માથે પડતા ડ્રાયવર ભુંજાયો

 

રિફાઇનરીના બીટુમેન પ્લાન્ટમાં પાઇપ ફાટતાં દુર્ઘટના

(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શનિવાર
વડોદરા નજીકની ઇન્ડિયન ઓઇલકંપનીની ગુજરાત રિફાઇનરીના ન્યુ બીટુમેન પ્લાન્ટ પાસે ગઇ કાલે બપોરે ઉકળતા ડામરની હોર્સપાઇપ નીકળી જતા ટેન્કર ડ્રાઇવર ઉપર તેનો રગડો વછુટયો હતો અને ડામરથી બચવા ભાગવા જતા ટેન્કરથી પટકાઇને મોતના મુખમાં ધકેલાઇ જવાનો અરેરાટી ભર્યો બનાવ બન્યો હતો. જવાહરનગર પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મરનારના મોંઢે અને માથાના ભાગે ડામર ચોંટી જતાં તબીબો અને પોલીસ પણ કમકમી ઉઠયા હતા.
ટેન્કર પર ઉભેલો ડ્રાયવર ભાગવા ગયો અને પટકાયો ઃ બે ઇજનેર બચી ગયા
રિફાઇનરીમાં એક પછી એક દુર્ઘટના બની રહી છે. અને તેને કારણે રીફાઇનરી સતત ચર્ચામાં રહે છે. તાજેતરમાં મીની નદીમાં જ્વલનશીલ પદાર્થ છોડાતા આગ લાગવાના બનાવમાં જિલ્લા કલેક્ટરે રિફાઇનરીને કલોઝર નોટીસ પણ ફટકારી હતી.
ગઇકાલે બપોરે રિફાઇનરીના ન્યુ બીટુમેન પ્લાન્ટનજીક આવી જ એક દુર્ઘટનામાં ટેન્કરમાં ડામર ભરાવવા આવેલો ડ્રાઇવર ડામરથી ભૂંજાઇ ગયો હતો અને ત્યારબાદ નીચે પટકાયો હતો.સદનસીબે અન્ય બે ઇજનેર થોડે દૂર હોઇ તેઓ બચી ગયા હતા. તેમ પોલીસે જણાવ્યું હતું. પોલીસના જણાવ્યા પ્રમાણે પંચમહાલના મોરવા હડફ તાલુકામાં મેખર ગામે રહેતો ગુલાબસીંહ નાથુસીંહ ડામોર (રાજપુત) ઉ.વ.૫૭ ગઇકાલે બપોરે ટેન્કરમાં ડામર ભરાવવા કરચીયાનાં ન્યુ બીટુમેન માર્કેટીંગ ખાતે આવ્યો હતો.
આ વખતે ડામરની હોર્સ પાઇપનો એક છેડો ટેન્કરમાં હતો અને મશીનરી સાથે જોડાયેલો બીજો છેડો એકાએક નીકળી જતા ડામરનો ધોધ વછુટયો હતો અને ટેન્કર પર ઉભેલા ગુલાબસિંહના માથા મ્હોઢે અને શરીરના ભાગે ડામર પડતા તે જીવ બચાવવા ભાગ્યો હતો અને તે દરમિયાન ટેન્કર પરથી પટકાયો હતો.
બનાવને પગલે બુમરાણ મચી ગઇ હતી અને નાસભાગ થઇ હતી અને તુર્તજ ડામરનો પ્લાન્ટ બંધ કરાયો હતો. આ વખતે બે ઇજનેર પણ દુર હોઇ બચી ગયા હતા. ઇજાગ્રસ્ત ગુલાબસિંહને રીફાઇનરીના દવાખાનામાં લઇ જવાતા તેમને મૃત જાહેર કરાયા હતા.
તેઓના મૃતદેહને સયાજી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લવાયો હતો. જવાહરનગરના પોસઇ ગમારે મોતનું કારણ જાણવા તબીબી અભિપ્રાય માંગ્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ