Last Update : 11-Dec-2011,Sunday
 
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ

 

 

મેઘરજ મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં

અધિકારીઓ મીનરલ પાણી લાવે છે ઃ લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં છતાં તંત્ર કંઇ જ કરતું નથી
મેઘરજ, તા. ૧૦
મેઘરજ તાલુકાની મહત્વની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરીમાં પીવાના પાણીની તંગી હોવાના કારણે કર્મચારી તથા અરજદારો છેલ્લા કેટલાય મહિનાઓથી પોતાના ખર્ચે મિનરલ વોટર મંગાવી તરસ સંતોષી રહ્યા છે. ૧૨૯ ગામડા ૪૩ ગ્રામ પંચાયત અને દોઢ લાખની વસતીને આવરી લેતા પછાત આદિવાસી વિસ્તાર મેઘરજ તાલુકા મથકે કરોડો રૃપિયાના ખર્ચે બંધાયેલ મામલતદાર કચેરી આવેલી છે.

આ મામલતદાર કેચરીની બાજુમાંથી એક વાંધુ આવેલું છે. ભારે વરસાદ પડે ત્યારે આ વાંધુ બે કાંઠે વહી જાય છે. મામલતદાર કચેરી નવીન બનાવી ત્યારે પાણીની પણ સુવિધાઓ પ્રાપ્ત થઈ હતી. પરંતુ આ વાધાનું પાણી અને ખાર કુવાનું પાણી આ પીવાના પાણીની પાઈપલાઈનમાં મીક્સ થતાં દુર્ગંધ મારતું પાણી નળમાં આવે છે. કચેરીમાં મામલતદાર, મહેસુલ નાયબ મામલતદાર, પુરવઠા પ્રધાન મામલતદાર, ઇધરા નાયબ મામલતદાર સહીત પંદરથી વીસ જેટલા કર્મચારીઓ કચેરીમાં ફરજ બજાવે છે. જ્યારે તાલુકાના રોજ બરોજ ૨૦૦ થી ૩૦૦ જેટલા અરજદારો જુદા જુદા કામ અર્થે કચેરીમાં આવે છે. જ્યારે બીજી તરફ આ કચેરીમાં દુષિત પાણીની પાઈપ લાઈનમાં આવતાં અરજદારો પણ પાણી પીતાં ગભરાય છે, અને જ્યારે કર્મચારીઓ પોતાના પૈસાના ખર્ચે મિનરલ વોટર મંગાવી તરસ સંતોષી દિવસ પસાર કરે છે. કચેરીનું પાણી પીધા બાદ કર્મચારીઓ બિમાર પડયાના અહેવાલો બહાર આવે છે. આજ રીતે મેઘરજ તાલુકા પંચાયતમાં પીવાના પાણીની તંગી હોવાના કારણે કર્મચારીઓમાં પણ ઉગ્ર રોષ વ્યાપ્યો છે. તાલુકા વિકાસ અધિકારી એ.ટી.ડી.ઓ. ગ્રામ વિકાસ એજન્સી મહેસુલ પંચાયત, નારેગા, સમાજ કલ્યાણ, ગ્રામ વિકાસ એજન્સી સહિત સાતથી આઠ જુદી જુદી શાખાનો સહિતના ૩૦ જેટલા કર્મચારીઓ તાલુકા પંચાયતમાં ફરજ બજાવે છે. સાથે સાથે તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપપ્રમુખ ૧૯ સદસ્ય અને ચાર જિલ્લા પંચાયતના સદસ્યોવાળી આ તાલુકા પંચાયતમાં રોજબરોજ ૩૦૦ ઉપરાંત અરજદારો જુદા જુદા કામ અર્થે આવે છે. પરંતુ આ તાલુકા પંચાયતમાં પીવાના પાણીની સુવિધા ન હોવાના કારણે કર્મચારીઓ અને અરજદારોમાં ઉગ્ર રોષ વ્યાપ્યો છે. તાલુકા પંચાયતની કારોબારી સમિતિએ આ તાલુકા પંચાયતમાં ૧ લાખ ૧૦ હજારનો મીનરલ વોટર પ્લાન્ટ મંજુર કરવામાં આવ્યો છતાં પણ આ અંગે કોઈ કાર્યવાહી ન થતાં કર્મચારીઓ પોતાના પૈસાનું ખર્ચ કરી મીનરલ વોટર મંગાવે છે. તો જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધઇકારીએ આ બંને કચેરીઓમાં તાકીદે પીવાના પાણીની વ્યવસ્થા કરવા અનુરોધ કર્યો છે. આ તાલુકા પંચાયતના દર માસે કારોબારી મીટીંગ અગર તો ધારા સભ્ય અને સંસદ સભ્યની ઉપસ્થિતિમાં આયોજનની પણ બેઠક હોય છે. છતાં પણ આ બંને કચેરીઓમાં આ બંને મહાનુભાવો માટે પીવાનું પાણી બહારથી લાવવામાં આવે છે. આ બંને કચેરીઓના કર્મચારીઓ આજે તો દુષિત પાણી પીવાના પાઈપમાં આવતું હોવાના કારણે ભયભીત બની ગયા છે.

 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved