Last Update : 11-Dec-2011,Sunday
 
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
 

બે યુવાન ગંભીર રીતે દાઝયાઃ બારડોલીના યુવાનો શીરડીથી સાઇબાબાના દર્શન કરી મળસ્કે પરત ફરી રહ્યા હતા ત્યારે અકસ્માત થયો
બારડોલી, શનિવાર
સુરત જિલ્લાના બારડોલી નજીક આફવા ગામની સીમમાં આજે મળસ્કે એલપીજી વેગન આર કાર ધડાકાભેર ઝાડસાથે ભટકાતાં સળગી ઉઠેલી કારમાં ચાલક અને આગળ બેઠેલો યુવાન સળગીને ભડથું થિ ગયા હતા. જ્યારે પાછળની સીટ પર બેઠેલા બંને યુવાનો ગંભીર રીતે દાઝી જતાં સારવાર માટે બારડોલી અને સુરત હોસ્પિટલમાં દાખલ કર્યા છે. જેમાંથી એકની હાલત નાજુક છે. બારડોલીના ચારેય યુવાનો શિરડીથી સાંઇબાબાના દર્શન કરી પરત ફરતા હતા.
ઘટના સ્થળેથી પોલીસ પાસેથી પ્રાપ્ત વિગત મુજબ મુળ બારડોલી તાલુકાના મઢીનો અને હાલ બારડોલી નગરમાં સ્કાય મોલ તેનરોડ ખાતે રહેતા રવિ તિરથભાઇ દૂબે (ઉ.વ.૩૫) અને રૃપેશ ગણપતિશંકર ભટ્ટ (ઉ.વ.૪૦, રહે. જે.પી.નગર, બારડોલી) અખબાર વિતરણના એજન્ટ તરીકે કામ કરતા હતા. રવિ દૂબેની એલપીજી કીટવાળી વેગનઆર કાર (નં.જીજે-૧૯, એ-૮૯૨૧) લઇને રવિ દૂબે, રૃપેશ ભટ્ટ અને તેઓની સાથે જ કામ કરતા અજય કાંતિલાલ પટેલ (ઉ.વ.૨૪, રહે. ૯૨, જનતાનગર, બારડોલી) અને ભૂપેન્દ્ર સુરેશભાઇ પાટીલ (ઉ.વ. ૩૦, રહે. બાબેન, બારડોલી) ગતરોજ શુક્રવારે અખબાર વિતરણનું કામકાજ પૂર્ણ કરી સવારે ૯ વાગે શિરડી જવા નીકળ્યા હતા. શિરડી સાંઇબાબાના મંદિરે દર્શન કરી આજે શનિવારે વહેલી સવારે અખબાર વિતરણનું કામકાજ કરવાનું હોવાથી બારડોલી પરત આવવા નીકળ્યા હતા.
દરમિયાન બારોલી-વાલોડ રાજ્ય ધોરીમાર્ગ પર બારડોલીથી ૩ કિ.મી. દૂર આફવા ગામની સીમમાં મળસ્કે ૩ વાગે વેગનઆર કારના ચાલક રવિ દૂબેએ પૂરઝડપે ચાલતી કારના સ્ટેયરીંગ પરથી અચાનક કાબૂ ગુમાવતાં કાર રોડની સાઇડ પર ઉતરી ઝાડ સાથે ધડાકાભેર અથડાઇ હતી. કાર અથડાતાંની સાથે જ કારના બોનેટમાં અચાનક આગ ભડકી ઉઠી હતી. કારમાં લાગેલી આગ ઝડપથી પ્રસરી જતાં કાર ચાલક રવિ દૂબે અને બાજુમાં બેઠેલા રૃપેશ ભટ્ટ સીટ પર જ સળગીને ભડથું થઇ ગયા હતા. જ્યારે પાછળ બેઠેલા અજય પટેલ અને ભુપેન્દ્ર પાટીલ ગંભીરપણે દાઝી ગયા હતા. જે બંનેને સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જેમાંથી ભુપેન્દ્ર પાટીલની હાલત નાજુક જણાતાં વધુ સારવાર માટે સુરત ખાતે ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. અકસ્માતના બનાવ અંગે બારડોલી પીઆઇ કે.એન. સોલંકીએ કારમાં પાછળ બેઠેલા અજય પટેલની ફરિયાદ લઇ અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચારેય મિત્રો એક વર્ષથી શીરડી જવાનો પ્રોગ્રામ બનાવતા હતા
અજય પટેલે દિવસો ખરાબ ચાલે છે, ૩૧ ડિસેમ્બર પછી જઇશું એમ કહ્યું પણ કુદરતને કંઇ ઔર જ મંજુર હતું
બારડોલી, શનિવાર
એક વર્ષથી શિરડી સાંઇબાબાના દર્શન કરવા જવા માંગતા ૪ મિત્રો વચ્ચે હા-ના, હા-ના થયા કરતી હતી અને ગતરોજ ગયા બાદ પરત ફરતા ૨ મિત્રોને રસ્તામાં કાળ આંબી ગયો હતો.
બારડોલી ખાતે રહેતા રૃપેશ ગણપતિશંકર ભટ્ટ, રવિ તિરથભાઇ દૂબે, અજય કાંતિલાલ પટેલ અને ભુપેન્દ્ર સુરેશ પાટીલ અખબાર વિતરણના એજન્ટ તરીકે કામ કરતા હતા. ચારેય મિત્રો એકબીજાના કામઅર્થે કાયમ સાથે જ જતા હતા. ચારેક દિવસ અગાઉ ભેગા થયેલા ચારેય મિત્રો શિરડી સાંઇ બાબાના મંદિરે દર્શન કરવા જવાનો પ્રોગ્રામની ચર્ચા કરતા હતા ત્યારે અજય પટેલે કહ્યું કે હમણાં આપણા દિવસો ભારે હોય તેમ કોઇને કોઇ ઉપાધિ આવ્યા કરે છે. સુરતથી પરત આવતા ૨ વખત અકસ્માત થતાં બચી ગયા હતા તે સમયે જ રૃપેશ ભટ્ટે જણાવ્યું કે આપણે એક વર્ષથી સાઇ બાબાના દર્શન કરવા જવાની માત્ર વાત કરીએ છીએ. આ વખતે જઇ આવીએ, સમયનો શો ભરોસો આપણે હોઇએ ન હોઇએ. છતાં અજય પટેલે દિવસો ખરાબ ચાલે છે, તા.૩૧ ડિસેમ્બર પછી જઇશું તેમ કહ્યું પરંતુ કાળ ખેંચી ગયો હોય તેમ ગતરોજ શુક્રવારે સવારે અખબાર વિતરણનું કામ પૂર્ણ કરી જવાનું નક્કી કરી નિકળ્યા હતા અને છેવટે ૪ દિવસ અગાઉ અજય અને રૃપેશ વચ્ચે થયેલો સંવાદ કાળક્રમો સાચો સાબિત થયો અને બે મિત્રો રવિ દૂબે અને રૃપેશ ભટ્ટના અરેરાટીભર્યા મોત થયા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved