Last Update : 11-Dec-2011,Sunday
 
લોકાયુકતના કેસમાં ખંડપીઠે અસહમતિના પ્રશ્નો તારવ્યા

 

અમદાવાદ
લોકાયુકતના કેસમાં ગુજરાત હાઇકોર્ટના ન્યાયમૂર્તિ અકીલ કુરેશી અને ન્યાયમૂર્તિ સોનિયાબહેન ગોકાણીની ખંડપીઠે જે મુદ્દાઓ પર તેઓની વચ્ચે અસહમતિ હતી, તે ચાર મુદ્દાઓ આજે અલગ તારવ્યા હતા. ખંડપીઠે આ અંગેનો જરુરી હુકમ કરી મેટર યોગ્ય નિર્ણયાર્થે એકટીંગ ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્યને મોકલી આપી હતી.
જસ્ટિસ કુરેશી અને જસ્ટિસ ગોકાણીની ખંડપીઠે મેટર એકટીંગ ચીફ જસ્ટિસને મોકલી આપી
ગુજરાતના લોકાયુકત તરીકે જસ્ટિસ આર.એ.મહેતાની નિમણૂંક કરવાના રાજયપાલ શ્રીમતી કમલાજી બેનીવાલના નિર્ણયને પડકારતી રિટ અરજીના કેસમાં અગાઉ જસ્ટિસ અકીલ કુરેશી અને જસ્ટિસ સોનિયાબહેન ગોકાણીની ખંડપીઠ તેમના ચુકાદામાં અલગ-અલગ અભિપ્રાય પર આવ્યા હતા.
જેમાં જસ્ટિસ કુરેશીએ સરકારની રિટ અરજી ફગાવી દઇ રાજયપાલના નિર્ણયને બહાલ રાખ્યો હતો, જયારે જસ્ટિસ ગોકાણીએ સરકાર અને કાયદાપ્રધાન પ્રદીપસિંહ જાડેજાની અરજી મંજૂર કરી રાજયપાલના નિર્ણયને ગેરકાયદે અને રદબાતલ ઠરાવ્યો હતો.
બંને જજો વચ્ચે ચુકાદામાં મતભેદ સર્જાતા આ મેટર ચીફ જસ્ટિસને મોકલી અપાઇ હતી. એકટીંગ ચીફ જસ્ટિસ ભટ્ટાચાર્ય દ્વારા આ મેટર નવેસરથી નિર્ણયાર્થે જસ્ટિસ વી.એમ.સહાયકની કોર્ટમાં મોકલી અપાઇ હતી પરંતુ મૂળ અરજદારો દ્વારા હાઇકોર્ટ રુલ્સ, સુપ્રીમકોર્ટના ચુકાદાઓ અને સંબંધિત કાયદાકીય જોગવાઇના આધારે આ મેટરમાં જયાં સુધી અગાઉની ખંડપીઠ દ્વારા અસહમતિના મુદ્દાઓ અલગ તારવાય નહી ત્યાં સુધી સીંગલ જજ કયા આધારે મેટર નિર્ણત કરી શકશે તેવો કાનૂની મુદ્દો ઉઠાવાયો હતો. જેને પગલે જસ્ટિસ સહાયે સંબંધિત ખંડપીઠ દ્વારા લોકાયુકતના કેસમાં અસમંતિના મુદ્દાઓ અલગ તારવાય તે હેતુથી એકટીંગ ચીફ જસ્ટિસને મોકલી આપી હતી. જેથી એકટીંગ ચીફ જસ્ટિસે આ મેટર જસ્ટિસ કુરેશી અને જસ્ટિસ ગોકાણીની ખંડપીઠ સમક્ષ મોકલી આપતાં આજે સવારે ૧૧-૦૦ વાગ્યે આ કેસની સુનાવણી હાથ ધરવામાં આવી હતી.
જેમાં બંને ન્યાયમૂર્તિઓએ અસહમતિના મુદ્દાઓ પરત્વે પહેલાં એકબીજા સાથે ઔપચારિક ચર્ચા કર્યા બાદ લોકાયુકતના કેસમાં જે મુદ્દાઓ પર તેઓની અસમંતિ હતી, તેની અલગથી હુકમમાં છણાવટ કરવામાં આવી હતી.

ખંડપીઠે અસહમતિના કયા મુદ્દા અલગ તારવ્યા?
(૧) લોકાયુકતના મામલે ચીફ જસ્ટિસ અને મુખ્યમંત્રી વચ્ચે કન્સલ્ટેશનની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઈ હતી કે ડેડલોકભરી પરિસ્થિતિ હતી?
(૨) લોકાયુકત કાયદાની કલમ-૩ અન્વયે રાજયપાલ દ્વારા મંત્રીમંડળની સલાહ-માર્ગદર્શન વિના લોકાયુકતની નિમણૂંક કરવાનો નિર્ણય યોગ્ય અને બંધારણીય છે કે કેમ?
(૩) લોકાયુકતની નિમણૂંકને પડકારતી રાજય સરકારની રિટ અરજી ગ્રાહ્ય રાખી શકાય કે કેમ?
(૪) જો સરકારની રિટ અરજી ગ્રાહ્ય રખાય તો સરકારને નવા લોકાયુકતની નિમણૂંક માટે ચાર મહિનાનો સમય આપતો હુકમ(જસ્ટિસ સોનિયાગોકાણીનો) વાજબી અને યોગ્ય ગણી શકાય કે કેમ?

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved