Last Update : 11-Dec-2011,Sunday
 
સર્વિસ ટેક્સ અને 'મેટ' સહિતના જટિલ વેરા નાબૂદ કરવા માંગણી

 

સેઝ નીતિ અને કાયદામાં જરુરી સુધારાની આવશ્યકતા

અમદાવાદ
ગુજરાતના સ્પેશ્યલ ઇકોનોમીક ઝોન(સેઝ) વિસ્તારમાં સ્થપાયેલા કે સ્થપાનારા ઉદ્યોગ, યુનિટ, ફેકટરીઓ માટે કેન્દ્ર સરકાર દ્વારા અગાઉ જાહેર કરેલી રાહતો પાછી ખંચી લેવાના મુદ્દે તેમ જ પ્રવર્તમાન નીતિ અને કાયદાની જટિલતાને કારણે પડી રહેલી હાલાકીના મુદ્દે ગુજરાતભરના સેઝ ઉદ્યોગકારો, યુનિટ ડેવલપર્સ અને મેન્યુફેકચરર્સ દ્વારા આજેેે કેન્દ્રના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી સહિતના પદાધિકારીઓ સમક્ષ ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. એટલું જ નહી, ઉદ્યોગકારો અને સેઝ ડેવલપર્સ-મેન્યુફેચરર્સ તરફથી સર્વિસ ટેક્સ, મીનીમમ અલ્ટરનેટ ટેક્સ(મેટ) સહિતના વિવિધ વેરાઓ નાબૂદ કરી સેઝના વિકાસ અને આકર્ષણ માટે વિશેષ લાભો અને છૂટછાટભરી રાહતો જારી કરવા પણ માંગણી કરવામાં આવી હતી.
ગુજરાતભરના સેઝના ઉદ્યોગકારો, યુનિટ ડેવલપર્સનો કેન્દ્રીય જો.સેક્રેટરી સહિતના પદાધિકારીઓ સાથે સીધો ચર્ચાસમારોહ યોજાયો
સ્પેશ્યલ ઇકોનોમીક ઝોનની પ્રવર્તમાન નીતિ, કાયદા અને માળખામાં જરુરી સુધારાની સમીક્ષા અંગે આજે અમદાવાદ મેનેજમેન્ટ એસોસીએશન ખાતે કેન્દ્રના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી અનુપ વધાવન, ગુજરાતના ઝોનલ ડેવલપમેન્ટ કમિશ્નર(સેઝ) પ્રવીરકુમાર, ચીફ ઇન્કમટેક્ષ કમિશ્નર એસ.કે.શ્રીવાસ્તવ, કસ્ટમ એન્ડ સેન્ટ્રલ એક્સાઇઝના સુપ્રિટેન્ડન્ટ આર.આઇ.પાંડે સહિતના પદાધિકારીઓ સાથે ગુજરાતના તમામ સેઝના ઉદ્યોગકારો, યુનિટ ડેવલપર્સ, મેન્યુફેકચરર્સનો ખૂબ જ મહત્વનો ચર્ચા સમારોહ યોજાયો હતો. જેમાં ઉદ્યોગકારો-ડેવલપર્સ તરફથી ઘણા મહત્વના સૂચનો કરાયા હતા. આ સૂચનોના આધારે એક પ્રસ્તાવ કેન્દ્રના નાણાં મંત્રાલય સહિતના વિવિધ વિભાગો સમક્ષ રજૂ કરી તેની ફાઇનલ દરખાસ્ત તૈયાર થશે. જેમાં કેટલાક અગત્યના મુદ્દાઓ પર તો કેબીનેટકક્ષાએ નિર્ણય લેવાશે તેવો સંકેત પણ કેન્દ્રના પદાધિકારીઓએ આપ્યો હતો.
આજના સેમીનારમાં પોલિસી લેવલના અને પ્રોસીજરલ લેવલના ઇશ્યુની ચર્ચા વિચારણા હાથ પર લેવામાં આવી હતી. સેમીનારમાં રજૂ થયેલા મુખ્ય પ્રશ્નો અંગે કેન્દ્રના વાણિજય અને ઉદ્યોગ મંત્રાલયના જોઇન્ટ સેક્રેટરી અનુપ વધાવન અને ગુજરાતના ઝોનલ ડેવલપમેન્ટ કમિશનર(સેઝ) પ્રવીરકુમારે જણાવ્યું હતું કે, સેઝના ઉદ્યોગોને ઉત્તેજન આપવા અને તેમનો ગ્રોથરેટ વધુ ઉંચો આવે તે હેતુથી તેઓને પડી રહેલી મુશ્કેલીઓ કે નડી રહેલા અવરોધો અંગે રુબરુ જાણકારી મેળવી તેનું નિરાકરણ લાવવાના હેતુસર દેશભરમાં અમદાવાદ, નોઇડા, કલકત્તા, ચેન્નાઇ, વિશાખાપટ્ટનમ, હૈદ્રાબાદ સહિતના સાત ઝોનમાં આ પ્રકારના સેમીનારનું આયોજન કરવામાં આવ્યું છે. સેઝ મારફતે નિકાસની બાબતમાં દેશભરમાં ગુજરાતનો ફાળો ઘણો મહત્વનો છે કારણ કે, સેઝક્ષેત્રે દેશની કુલ નિકાસના ૫૦ ટકા નિકાસ ગુજરાત સેઝ મારફતે થાય છે.
પરંતુ છેલ્લા છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મંદી, કાયદાકીય આંટીઘૂંટીઓ અને પ્રોસીજરલ બાબતો સહિતના પરિબળોના કારણે સેઝના આકર્ષણ પર તેની અસરો વર્તાઇ રહી છે પરંતુ સેઝના વિકાસમાં અવરોધરુપ પરિબળોને કઇ રીતે નાથી શકાય અને કેવી રીતે તેનો ગ્રોથરેટ ઉંચો આવે તે દિશામાં આગળ વધવાના ભાગરુપે આ સેમીનારનું આયોજન કરાયું છે.
સેઝ વિસ્તારમાં લીકર ઇન્ડસ્ટ્રીઝને પરમીશન અપાઇ છે કે કેમ ત મતલબના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રવીરકુમારે જણાવ્યું હતું કે, ના લીકર ઇન્ડસ્ટ્રીઝ માટે કોઇ છૂટ અપાઇ નથી. નોન પ્રોસેસીંગ એરિયામાં તે પ્રતિબંધિત છે. માત્ર શીપ્સમાં ઇમ્પોર્ટ અને એક્ષ્પોર્ટ પૂરતી છૂટ અપાઇ છે. હાલ કંડલા, મુંદ્રા અને જામનગર ખાતેના સેઝમાં આ પ્રકારની શીપ્સ પૂરતી પરવાનગી અપાયેલી છે.
આજના સેમીનારમાંં અમદાવાદ,દહેજ, કંડલા, મુંદ્રા, રિલાયન્સ જામનગર, સુરત, ગાંધીનગર, પીપાવાવ સહિતના તમામ સેઝના ઉદ્યોગકારો, ડેવલપર્સ અને મેન્યુફેકચરર્સ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા હતા.
સેમીનારમાં અગત્યના મુદ્દાઓ પરનું ડ્રાફ્ટ ડિસ્કશન પેપર પણ રજૂ કરાયુ હતું.

સેઝના સ્ટેકહોલ્ડર્સ દ્વારા કેન્દ્ર સમક્ષ ઉઠાવાયેલા મહત્વના પ્રશ્નો
વૈશ્વિક મંદીની અસરના ભાગરુપે નિકાસના ઓર્ડરો મળી નથી રહ્યા તો, અહીંના વેરા મારી નાંખે છે
અમદાવાદ
સેઝના સ્ટોકહોલ્ડર્સ દ્વારા આજના સેમીનારમાં કેન્દ્રીય પદાધિકારીઓ સમક્ષ રજૂ કરાયેલા મહત્વના પ્રશ્નોની સાથે એવો આક્રોશભર્યો ઉભરો ઠાલવ્યો હતો કે, એક તો, વૈશ્વિક મંદીની અસરના ભાગરુપે વિદેશમાંથી નિકાસના ઓર્ડરો મળી રહ્યા નથી તો, બીજીબાજુ, કેન્દ્રએ ઝીંકેલા વિવિધ વેરાઓ તેઓને મારી નાંખે છે. સેઝના ઉદ્યોગકારો, ડેવલપર્સ અને મેન્યુફેકચરર્સ સાથેના સીધા વાર્તાલાપમાં ખુદ કેન્દ્રીય પદાધિકારીઓને એ વાતનો પરોક્ષ સ્વીકાર કરવો પડયો હતો કે, ઉપરોકત કારણોને લઇ સેઝના આકર્ષણ અને ગ્રોથરેટને ગંભીર અસરો પહોંચી રહી છે.
(૧) ટેક્સ ઇન્સેન્ટીવ્સ પાછા ખેંચાતા અને નિકાસના ઇન્સેન્ટીવ લાભો નહી મળવાના કારણે સેઝના વિકાસની પ્રવૃત્તિ મંદ પડી ગઇ છે
(૨) પર્યાવરણીય, પ્રદૂષણ, ટાઉન પ્લાનીંગ સહિતની વિવિધ પ્રકારની કન્દ્ર અને રાજય કક્ષાની જરુરી પરવાનગીઓ મળવામાં થઇ રહેલા વિલંબને લીધે પણ સેઝના વિકાસમાં ઘણી અડચણો આવી રહી છે
(૩) સેઝમાં મલ્ટી પ્રોડક્ટ કેટેગરી માટે વિશાળ જમીન કે એકસાથે પટ્ટો મેળવવા ઘણા મુશ્કેલ
(૪) સરકારી નીતિ અને નિયમોમાં સાતત્યતાનો અભાવ હોઇ સેઝ ડેવલપર્સ દ્વિધાભરી પરિસ્થિતિમાં મૂકાય છે
(૫) વૈશ્વિક મંદીના કારણે નિકાસના ઓર્ડરો છીનવાઇ રહ્યા છે, જે સેઝની સ્કીમને નિરર્થક બનાવી દે છે

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved