Last Update : 11-Dec-2011,Sunday
 

મ્યુનિ. કોર્પોરેશનમાં મેયર સર્વેસર્વા બને તેવી અસીમ સત્તા આપો

 
મેયરોની બેઠકમાં ૭૪મા સુધારા અંગે ઉગ્ર માંગણી

અમદાવાદ
રાજ્યના મહાનગરોના મેયરો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનોની યોજાયેલી એક મહત્વની બેઠકમાં મેયરોને આર્થિક નિર્ણયો સહિતની અસીમ સત્તાઓ આપવાનો મુદ્દો અગ્રસ્થાને રહ્યો હતો. બંધારણના ૭૪માં સુધારાને લાગુ પાડવા રાજ્ય સરકાર સમક્ષ રજૂઆત કરવા મેયર્સ ઇન કાઉન્સીલ (ગુજરાત)ની રચના અમદાવાદના મેયરના પ્રમુખ સ્થાને કરવામાં આવી છે. તેમની માગણીનો મુખ્ય સુર એવો છે કે મેયર ડાયરેક ચૂંટાય, મેયર સર્વેસર્વા હોય, સ્ટેન્ડીંગ કમિટીની જરૃર જ નહીં, કમિશનરની હાલની સત્તાઓનો મેયર ધારે તે રીતે ઉપયોગ કરે અને ઉચ્ચ અધિકારીઓના ખાનગી અહેવાલમાં રિમાર્ક પણ એ જ કરે.
અમદાવાદના મેયરના પ્રમુખપદે રાજ્ય સરકારમાં રજુઆત કરવા ગુજરાત ચેપ્ટરની રચનાઃ આ સ્વીકારાય તો મેયરની સીધી ચૂંટણી થશે
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મેયર્સ ઇન કાઉન્સિલના ચેરમેન અને ઇન્દોરના મેયર કૃષ્ણામોરારી મોઘેજીની ઉપસ્થિતિમાં શરૃ થયેલી બેઠકની ભૂમિકા પૂર્વ સાંસદ સુરેન્દ્રભાઇ પટેલે બાંધી હતી. બેઠકમાં બંધારણના ૭૪માં સુધારાને લાગુ પાડવાની માગણી હતી. તેના મહત્વના મુદ્દામાં (૧) મેયર સીધા પ્રજા દ્વારા ચૂંટવામાં આવે, (૨) મેયર ૧૦ કાઉન્સિલરો ચૂંટી કાઢે અને તેમને અલગ અલગ કમિટીઓ સોંપવામાં આવે, (૩) મેયર બદલાય ત્યારે જુના મેયર કમિશનરને નહીં, નવા આવનાર મેયરને તેમનો ચાર્જ સોંપે, (૪) મેયરની મુદત પાંચ વર્ષની રાખવામાં આવે, (૫) આ સુધારાથી મેયર સર્વેસર્વા હશે, સ્ટેન્ડિંગ કમિટીની જરૃરત જ નહીં રહે (૬) બે કરોડ સુધીની ફાઇલો મેયર ક્લીયર કરી શકે, (૭) ઉચ્ચ અધિકારીઓના સી.આર. મેયર લખે વગેરેનો સમાવેશ થાય છે.
બેઠક બાદ મેયર અસીત વોરાએ જણાવ્યું હતું કે, ગુજરાત ચેપ્ટરની રચના થઇ છે તેમાં પ્રમુખ તરીકે અમદાવાદના, મહામંત્રી તરીકે સુરતના અને મંત્રી તરીકે ભાવનગરના મેયરનો સમાવેશ થાય છે. તેમણે જણાવ્યું કે,અધિકારીઓની ટેબલ પર ફાઇલો અનિર્ણીત ના પડી રહે અને પ્રજાકિય કામોનો ઝડપથી નિર્ણય લેવાય તે માટે મેયરને સર્વેસર્વા બનાવતી સત્તાઓ જરૃરી છે. જો કે આ નિર્ણયમાં હકારાત્મક, નકારાત્મક પાસા ઉપરાંત અનેક ભયસ્થાનો હોવાનું પણ તેમણે કબુલ્યુ હતું. આમ છતાં કેટલાંક રાજ્યોએ તેનો અમલ કર્યો છે ત્યારે ગુજરાતમાં પણ તેનો અમલ થાય તે માટે રજૂઆત કરીશું.
રાજ્યમાં ભાજપની સરકાર છે અને મોટા ભાગના કોર્પોરેશનોમાં પણ ભાજપ જ સત્તાસ્થાને છે તો પછી સીધી રજુઆત કરવાને બદલે મેયર ઇન કાઉન્સીલ નામનું મંડળ કેમ રચવું પડયું? તેવા પ્રશ્નનો જવાબ તેઓ આપી શક્યા ના હતા. એટલું જ નહીં હાલ ટેન્ડરો પાસ કરવા, કોન્ટ્રાક્ટરોની સજા ઘટાડવી, બ્લેક લિસ્ટોને પણ કામ આપવું, બજેટ પસાર કરવુ, કમિશનરે કાઢી મુકેલા કર્મચારીને માફી આપી પાછો લેવો વગેરે તમામ સત્તાઓ તો સ્ટેન્ડિંગ કમિટી પાસે છે જે. તો પછી પ્રશ્ન ક્યાં છે? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે ઘણાં એવા કામો છે જેની અમે વારંવાર રજૂઆત કરીએ તો પણ અધિકારીઓ તેને ધ્યાને લેતા હોતા નથી.
જ્યારે ઇન્દોરના મેયરે જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ એવી થ્રીટાયર રાજવ્યવસ્થા આપણે ત્યાં ગોઠવાયેલી છે. આ સંદર્ભમાં કોર્પોરેશન પાસે પણ દંડ, ટેક્સ અને લો એન્ડ ઓર્ડરની સત્તા હોવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, મેયરની ડાયરેક ચૂંટણી થવી જોઇએ, તે જો સારા કામ કરશે તો ફરી વખત ચૂંટાશે. ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ પ્રજા સામે જવાબદેહ છે. તેઓના કામો ના થાય તો તેમની અને પક્ષની ઇમેજ ખરાબ થાય છે. મેયર ઇન કાઉન્સિલના સુધારા મધ્યપ્રદેશમાં થયા છે અને ત્યાં સારા પરિણામો મળ્યા છે ઉપરાંત યુપી, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરેમાં કેટલોક ભાગ લાગુ કરાયો છે.
મેયરને વધુ સત્તા મળે તો કરપ્શન નહીં વધે? તેમ પૂછતાં તેમણે જણાવ્યું હતું કે, આવુ ખાસ કશુ નથી. કેમકે તેમને સીધો જ જનતાને જવાબ નવી ચૂંટણીમાં આપવાનો હોય છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved