Last Update : 11-Dec-2011,Sunday
 

પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા

 

જેતપુર પંથકની મર્ડરમિસ્ટ્રીનો ભેદ ઉકેલતી રાજકોટ રૃરલ પોલીસ

રાજકોટ,શનિવાર
રાજકોટ જિલ્લાના જેતપુર પાસેની ખીરસરાના બે યુવાન ભાઈઓએ ગૂમ થયાની અને દસ દિવસ પહેલા એકની કોહવાઈ ગયેલી લાશ મળ્યાની ઘટનાનો ભેદ આજે રાજકોટ રૃરલ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ઉકેલ્યો ત્યારે ભારે ચકચાર મચી ગઈ હતી. ખીરસરાની કુંદન જયંતિલાલ ડોબરીયા નામની ૩૮ વર્ષની લેઉઆ પટેલ મહિલાએ પોતાનાથી દસ વર્ષ નાના રાવત ભનુ ખુમાણ કાઠી (રહે.ખીરસરા) સાથેના આડાસંબંધમાં આડખીલીરૃપ બનતા પોતાના બન્ને પુત્રોની હત્યારા દિનેશ સુખાજી ઠાકોર (રહે.ઈસ્લામપુરા,તા.સમ્મી જિ.પાટણ, હાલ જેતપુર)ને સોપારી આપીને ક્રૂરતાપૂર્વક ઠંડેકલેજે હત્યા કરાવ્યાનું ખુલતા ત્રણેયની ધરપકડ કરાઈ છે.
કુંદન ડોબરીયાએ પ્રેમીને પામવા બન્ને પુત્રોની ૫-૫ હજારની સોપારી આપી હત્યા કરાવ્યાનું ખુલતા તેની તથા તેના પ્રેમી,હત્યારાની ધરપકડ
આ કમકમાટીભરી હત્યાનો ભેદ ઉકેલાયાનું આજે એસ.પી.પ્રેમવીરસિંહ અને એલ.સી.બી.ના પી.આઈ.વિક્રમસિંહે રાઠોડે આજે જાહેર કરીને નીચે મૂજબની વિગતો જે આપી છે તે હિન્દી કે અંગ્રેજી ફિલ્મની મર્ડર મિસ્ટ્રી કરતા પણ વધુ કમકમાટી ઉપજાવે તેવી છે.
દસ દિવસ પહેલા તા.૨૯-૧૧-૨૦૧૧ના જેતપુર તાલુકાના ખીરસરા ગામની સીમમાં સૂરવો નદી પાસે રખડતા કૂતરાઓએ એક લાશ ખોદી કાઢી હતી. પી.આઈ.વિક્રમસિંહ રાઠોડ જણાવે છે પોલીસને જાણ કરાતા ઘટનાસ્થળે પહોંચી ત્યારે એ યુવાનની લાશ કોહવાઈ ગયેલી હતી અને લાશ પર માત્ર એક શર્ટ હતો અને અન્ય કોઈ ચિહ્નો ન્હોતા તેથી તેની ઓળખ માટે શોધખોળ શરુ કરાઈ હતી. ઈજાના નિશાન, ઘટનાસ્થળ જોતા પ્રથમનજરે જ પોલીસ એ તારણ પર આવી હતી કે આ યુવાનની હત્યા થઈ છે. દરમિયાન એ વિગત પણ જાણવા મળી કે આ સ્થળથી થોડે દૂર સાડાત્રણેક માસ પહેલા અન્ય એક યુવાનની પણ લાશ મળી હતી.
ગૂમ થયેલાની યાદી મંગાવીને પોલીસે તપાસ આદરી ત્યારે જાણવા મળ્યું કે ખીરસરાનો વિજય જયંતિલાલ ડોબરીયા ગૂમ થયેલો છે. તેનો મોબાઈલ તા.૨૪-૧૧-૨૦૧૧થી બંધ છે. આ અંગે પોલીસે તેની માતા કુંદનને પુછપરછ કરી તો તે સુરત ગયો છે અને તેનો બીજો મોટો પુત્ર અશોક ટૂરમાં ગયો છે તેમ કહ્યું. માના ચહેરા પર કોઈ ચિંતા ન્હોતી. પોલીસને છાનબીન કરતા જાણવા મળ્યું કે કુંદન દારૃની ધંધાર્થી છે અને ઉપરોક્ત રાવત ખુમાણ નામના આશરે ૨૮ વર્ષના કાઠી શખ્સ સાથે આડોસંબંધ ધરાવે છે. કુંદનના પતિ જયંતિ ડોબરીયાનું ત્રણ વર્ષ પહેલા અવસાન થયું છે. આટલી વાત પરથી પોલીસને કુંદન પર શંકા ગઈ. પોલીસની પુછપરછમાં પહેલા તો બન્ને પુત્રો બહારગામ ગયાની વાત કરી પણ અંતે પોલીસની એકધારી પુછપરછમાં તે ભાંગી પડી અને જે કબુલાત આપી તે જાણીને પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
આરોપીઓએ પોલીસસમક્ષ કરેલી કબુલાત મૂજબ પતિના મૃત્યુ બાદ તેનો દારૃનો ધંધો કુંદને સંભાળ્યો હતો અને તેની પાસે દારૃ પીવા આવતા રાવત ખુમાણ સાથે આડોસંબંધ થઈ ગયો હતો. પણ આ આડાસંબંધ અંગે ગામમાં જ્યારે કુંદનના પુત્રોને મ્હેણાં સાંભળવા મળતા ત્યારે પુત્રોએ માને રોષપૂર્વક આ છોડી દેવા સમજાવી હતી.
આડાસંબંધમાં પુત્રો આડા આવશે તેવું લાગતા કુંદને સૌ પ્રથમ તેના મોટા દિકરા અશોકની હત્યા કરાવી. પોલીસમાં ખુલ્યા મૂજબ કુંદનને ત્યાં દારૃ પીવા આવતા દિનેશ ઠાકોરને આ હત્યા માટે રૃ।.૫ હજારની સોપારી આપી હતી. દાનવ બની ગયેલા દિનેશે તા.૧૯-૮-૨૦૧૧ નાગપાંચમના દિવસે કુંદનના પુત્ર અશોકને દેશીદારૃમાં મજા નથી આવતી, અંગ્રેજી પીવા જઈએ તેમ કહીને ખીરસરા પાસે સુરવો અને ભાદર નદી મળે છે તે સ્થળે નદી પટમાં લઈ જઈને પાછળથી ધારિયાનો ઘા મારીને કરપીણ હત્યા કરી હતી. લાશને વરસાદના વહેતા પાણીમાં ફેંકી દીધી હતી અને તે દૂર જેતપુર શહેર સુધી ઢસડાઈને પહોંચી હતી અને જ્યારે પોલીસને મળી ત્યારે તે અતિશય કોહવાઈ ગયેલી હતી.
અશોકની આ હત્યાની ગંધ તેના ભાઈ વિજય કે પોલીસને ન આવી. હવે કુંદનને બીજા નાનો પુત્ર વિજયની હત્યા કરવાનું કાવત્રુ ઘડયું. કારણ એ હતું પહેલા આડાસંબંધ બાદ કુંદન જ્યારે તેનાથી દસેક વર્ષ નાના રાવત સાથે પતિ-પત્નીની જેમ રહેવા લાગી અને છેલ્લે બન્નેએ કોર્ટમાં જઈને લગ્ન પણ કરી લેવાની વેંતરણ કરી ત્યારે આ વાત પુત્ર વિજયથી સહેવાતી ન્હોતી. તેણે માતાને સમજાવી પણ જ્યારે ન માની ત્યારે તા.૨૩-૧૧ના વિજયે મા કુંદન સાથે ઉગ્ર ઝઘડો કરીને તેને માર માર્યો હતો.
પુત્રએ માર માર્યાની વાત કુંદને તેના પ્રેમી રાવતને કહી ત્યારે રાવતે વિજયને પણ પતાવી દઈએ તેમ કહીને બન્નેએ વિજયની હત્યા કરવાનું કાવત્રુ ઘડયું હતું. આ કાવત્રાને બીજા જ દિવસે અંજામ અપાયો હતો. તા.૨૪-૧૧-૨૦૧૧ના દિવસે ઘરે ભજીયાનો પ્રોગ્રામ કરાયો અને તેમાં રાવત, દિનેશ પણ હાજર રહ્યા. દેખાવ એવો કરાયો કે પુત્રને સમજાવવાનો છે. કુંદન પતિ વગર એકલી કઈ રીતે રહે વગેરે વાતો કરીને વિજયને સમજાવવા પ્રયાસ કર્યો. બાદમાં કાવત્રામૂજબ કુંદને વિજયને કહ્યું- 'તું દિનેશને તેની વાડીએ મુકી આવ' આ વખતે 'તું એકલો ક્યાં જઈશ, હું સંગાથ માટે તારી સાથે આવું છું' એમ કહીને દિનેશ પણ તેની સાથે ગયો. ત્રણેય એક બાઈક પર ખીરસરા નજીક સુરવો નદી પાસે પહોંચ્યા ત્યાં મોટરસાઈકલ ઉભું રખાવીને રાવતે વિજયના હાથ પકડી લીધા અને પાછળથી દિનેશે ધારિયાનો ઘા મારીને ક્રૂરતાપૂર્વક તેને રહેંસી નાંખ્યો. બાદમાં તેની લાશ ત્યાં દાટીને ઘરે જઈને બધા સુઈ ગયા હતા. અગાઉ જે રીતે દિનેશે કુંદનના પહેલા પુત્રની હત્યા કરી તે જ રીતે બીજા પુત્રને પણ રહેંસી નાંખ્યો હતો.
ઉપરોક્ત વિગત બહાર આવતા પોલીસે કુંદન ડોબરીયાએ પોતાના બે સગા જુવાનજોધ દિકરાની કાવત્રુ ઘડીને સોપારી આપીને પ્રેમી રાવત કાઠી સાથે મળીને દિનેશ ઠાકોર મારફત હત્યા કરાવ્યાનો ગુનો ત્રણેય સામે નોંધીને આજે ત્રણેયની ધરપકડ કરી હતી. રૃરલ એલ.સી.બી.ના પી.આઈ.રાઠોડ ઉપરાંત જમાદાર ધીરુભાઈ, મહેશગીરી, નિતુભા વાઘેલા, મહમતભાઈ, જાવીદભાઈ વગેરેને મર્ડર મિસ્ટ્રી જેવા કેસનો ભેદ ઉકેલવામાં સફળતા મળતા એસ.પી.સહિતના ઉચ્ચ અધિકારીઓએ તેમને અભિનંદન આપ્યા હતા. પોલીસે હત્યામાં વપરાયેલ ધારિયું તથા આરોપીઓ પાસેથી મૃતક વિજયનો મોબાઈલ ફોન વગેરે કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે. આવતીકાલે હત્યાના બનાવનું નિદર્શન કરાશે તેમ જાણવા મળ્યું છે.

 

કુંદનને વિજયનું પેન્ટ-મોબાઈલ આપીને હત્યારાએ કહ્યું
'લે, આ રહી તારા દિકરાની હત્યા કર્યાની સાબિતી,લાવ રૃ।.૫ હજાર'
બે હત્યા, આરોપી એક જ, હથિયાર પણ એ જ,વિસ્તાર પણ એ જ,સુપારીને રકમ પણ એક જઃ દારૃએ ત્રણેયને કર્યા ભેગા
રાજકોટ,શનિવાર
જેતપુર પાસેના ખીરસરાની કુંદન ડોબરીયાએ તેના બે પુત્રોની હત્યા કરાવ્યાની ચોંકાવનારી વિગત અન્વયે રાજકોટ રૃરલ પોલીસસૂત્રોએ આપેલી વિગત જાણે ક્રૂરતાની ચરમસીમા દર્શાવે છે.
પોલીસની લાશ મળી તેના પાંચ દિવસ અગાઉ તા.૨૪-૧૧-૨૦૧૧એ સૂરવો નદી પાસે જ્યારે કુંદને જેની હત્યા માટે સોપારી આપી હતી તે તેનો પુત્ર વિજય, જેને આ હત્યાનું કામ સોંપાયું તે દિનેશ અને કુંદનનો પ્રેમી રાવત કાઠી ત્રણેય શખ્સોએ વિજય છટકી ન જાય તે માટે ક્રૂર દંભ દેખાડયો હતો. રસ્તામાં બન્ને આરોપીઓએ 'પેશાબ કરવા જવું છે' કહીને મોટરસાઈકલ રોકાવ્યું હતું. બાદમાં બીડી પીધી હતી. બાદમાં એકબીજાને ઈશારો કરાતા રાવતે વિજયના બે હાથ પકડી લીધા અને પાછળથી દિનેશે ગળા પર ધારિયાના ઘા મારતા જ વિજયનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું.
પોલીસ જણાવે છે કે પ્રાથમિક પુછપરછમાં આપેલી વિગત મૂજબ હત્યા બાદ હત્યારાઓએ જોયું તો નદી પાસે ખાડો ખોદાયેલો હતો. બન્ને શખ્સોએ તેમાં વિજયની લાશ ધક્કો મારીને નાંખી દીધા બાદ બન્ને ખેતરે જઈ પાવડાં લાવીને લાશ દાટી દીધી હતી.
બાદમાં બન્ને કુંદન પાસે પહોંચ્યા જ્યાં જાણે કુંદન તેના પુત્રની હત્યા થઈ જાય તેની રાહ જોતી હતી. સામાન્ય રીતે કોઈ પણ માને જ્યારે તેના પુત્રના હત્યા થઈ છે તેમ કહીને તેની કોઈ સાબિતી અપાય ત્યારે જનેતાના માથે જાણે આભ તુટી પડે છે. પોલીસસૂત્રો અનુસાર આરોપી કુંદનને પુત્ર વિજયની હત્યા કરાયાની સાબિતી તરીકે તેનું પેન્ટ અને મોબાઈલ ફોન આપ્યા હતા અને રૃ।.૫ હજાર માંગતા કુંદને આ રકમ પણ ચૂકવી હતી.
પોલીસતપાસ મૂજબ હત્યાનું કાવત્રુ ઘડનાર કુંદન, હત્યા કરનાર તેનો પ્રેમી રાવત અને સોપારી લેનાર દિનેશ ત્રણેય દારૃના ધંધાના સ્થળે ભેગા થયા હતા. કુંદને સાડાત્રણેક માસ અગાઉ પોતાના અન્ય પુત્રની હત્યા આ જ પ્રેમીની મદદથી કરાવાઈ ત્યારે પણ સોપારીની રકમ રૃ।.પાંચ હજાર હતી. હત્યા સ્થળ વિજયની હત્યાના સ્થળથી થોડે દૂર પણ એ જ વિસ્તારમાં હતું. મોડસ ઓપરેન્ડી પણ લગભગ સમાન હતી, હત્યા માટે વપરાયેલ હથિયાર પણ એક જ હતું.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved