Last Update : 11-Dec-2011,Sunday
 
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં

 

મુંબઇ, શનિવાર
મુંબઈ તેલ- બિયાં બજારમાં આજે એરંડા વાયદા બજારમાં ભાવો ફરી વધી આવ્યા હતા. મુંબઈ એરંડા માર્ચના ભાવો રૃ.૩૬૦૫ વાળા આજે રૃ.૩૬૧૫ ખુલી ઉંચામાં રૃ.૩૬૫૮ રહી છેલ્લે બંધ રૃ.૩૬૪૬ રહ્યા હતા. ૮૦ ટનના કામકાજો થયા હતા અને મથકો પાછળ મુંબઈ વાયદામાં આજે ઘટાડે માનસ લેવાનું રહ્યું હતું. મુંબઈ ડિસેમ્બર વાયદામાં વેપારો ન હતા. મુંબઈ હાજર એરંડાના ભાવો રૃ.૪૧૭૫ વાળા જોકે રૃ.૪૧૫૦ રહ્યા હતા જ્યારે દિવેલના ભાવો રૃ.પાંચ ઘટી કોમર્શિયલના રૃ.૮૬૦ તથા એફએસજીના રૃ.૮૭૦ રહ્યા હતા.
મુંબઈ બજારમાં પણ પામતેલ તથા સોયાતેલમાં પીછેહટઃ સિંગદાણામાં રાજસ્થાન બાજુ સ્ટોકિસ્ટોની વધેલી લેવાલી
એરંડાથી આવકો આજે ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ બાજુ મળીને ૮૦૦૦થી ૮૫૦૦ ગુણી આવી હતી અને ત્યાં મથકોએ હાજર એરંડાના ભાવો ગામડાના રૃ.૮૨૮થી ૮૩૦ રહ્યા હતા જ્યારે રાજકોટ વાયદો જૂનો રૃ.૩૯૧૦ અને નવો રૃ.૩૬૪૬ આસપાસ છેલ્લે રહ્યાના સમાચારો હતા. હૈદ્રાબાદ બાજુ આજે ૪૦૦૦ ગુણીની આવકો વચ્ચે એરંડાના ભાવો રૃ.૩૬૪૦થી ૩૬૫૦ તથા દિવેલના રૃ.૮૨૫ રહ્યા હતા. દરમિયાન, યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (યુએસડીએ)નો સોયા અંગેનો રિપોર્ટ શુક્રવારે બેરીશ આવ્યાના સમાચારો હતા. આના પગલે શિકાગો સોયાતેલ વાયદો ઓવરનાઈટ ૮૬ પોઈન્ટ નરમ રહ્યાના સમાચારો હતા. ઈન્દોર સોયાતેલ વાયદો રૃ.૬૪૯.૫૦ આસપાસ છેલ્લે રહ્યો હતો. ત્યાં આજે સોયાતેલના હાજર ભાવો રૃ.૫૮૩થી ૫૮૭ તથા રિફાઈન્ડના રૃ.૬૧૦થી ૬૧૫ રહ્યાના સમાચારો હતા. ત્યાં આજે સોયાબીનની આવકો સવા બેથી અઢી લાખ ગુણીની આવી હતી અને ત્યાં સોયાસીડના ભાવો રૃ.૨૧૫૦થી ૨૨૨૦ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં પામતેલમાં આજે ૫૦૦થી ૬૦૦ ટનના વેપારો થયા હતા. મુંબઈમાં હાજર ભાવો પામતેલના ઘટી છેલ્લે રૃ.૫૮૦ જ્યારે સીપીઓના રૃ.૫૦૮ રહ્યા હતા જ્યારે સોયાતેલના ભાવો છેલલે ડિગમના રૃ.૬૧૦ તથા રિફાઈન્ડના રૃ.૬૩૨ રહ્યા હતા. રાજકોટ બાજુ આજે સિંગતેલના ભાવો રૃ.૮૬૫થી ૮૭૦, ૧૫ કિલોના રૃ.૧૩૩૦થી ૧૩૪૦ તથા કોટન વોશ્ડના રૃ.૫૯૨થી ૫૯૫ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં સિંગતેલના ભાવો ઉછળી છેલ્લે રૃ.૮૮૫ રહ્યા હતા. સિંગદાણામાં રાજસ્થાન બાજુ બોન્ડ માલોમાં સ્ટોકિસ્ટો ફરી એન્ટ્રી કરતાં જગા પર બોલ્ડ માલોના ભાવો વધી આવ્યાના સમાચારો હતા. જોકે અન્ય મથકોએ સિંગદાણામાં નિકાસકારો તથા વાવેતર માટેની નવી ખરીદી ધીમી પડયાના સમાચારો હતા અને તેના કારણે હાઈબ્રીડ તથા નીચા દાણાના ભાવો નરમ રહ્યાના સમાચારો હતા. મુંબઈમાં હાજર ભાવો છેલ્લે કપાસિયા તેલના રૃ.૬૨૦, સનફલાવરના રૃ.૬૫૦, રિફાઈન્ડના રૃ.૭૧૦ રહ્યા હતા જ્યારે મસ્ટર્ડના ભાવો રૃ.૭૦૬ રહ્યા હતા. યુએસડીએના સોયાના રિપોર્ટમાં સીડનો સ્ટોક, ઓઈલનો સ્ટોક વધુ અંદાજવામાં આવ્યાના સમાચારો હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી સ્વદેશ ક્યારે પાછા ફરશે તે અંગે કોઇ માહિતી નથી
ગ્લોબલ વોર્મિંગના મુકાબલામાં વિકસિત દેશોના વલણની ટિકા
ભૂતપૂર્વ પ્રેમિકા સમક્ષ રશ્દીનો લગ્નનો પ્રસ્તાવ
પાક.માં પુનરાગમનથી મારા દુશ્મનો ડરે છે ઃ ઝરદારી
વિશ્વના દેશોને વિકાસ પ્રેરક નીતિઓ માટે ભારતનો અનુરોધ
પેરિસ ફેશન વિક દરમિયાન હોલીવૂડની અભિનેત્રી ઉમા થર્મનને મળી સોનાક્ષી ખુશખુશાલ
શિરીષ કુંદર અને ફારાહ ખાનની આગામી ફિલ્મમાં અમિતાભ બચ્ચન
શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા પ્રથમ સંતાનને વધાવવાની તૈયારીમાં
શાહરૃખ સાથેની પ્રિયંકાની મૈત્રીની અસર શાહિદ સાથેની મૈત્રી પર પડી
અમેરિકાથી ભારત પાછી ફરેલી મલ્લિકા શેરાવતનું ભવ્ય સ્વાગત કરાયું
ઇવેન્ટફૂલ સપ્તાહમાં સેન્સેક્ષ ૧૫૮૮૮થી ૧૬૫૪૪, નિફ્ટી ૪૭૬૬થી ૪૯૬૬ વચ્ચે ફંગોળાશે
સોનામાં આગળ વધતો ઘટાડોઃ બે દિવસમાં ભાવો ઊંચેથી રૃ.૨૨૦ તૂટયા
અમેરિકાનો 'સોયા' રિપોર્ટ નબળો આવતાં શિકાગો વાયદામાં પડેલા ગાબડાં
નવેમ્બર માસમાં રબરના ઉત્પાદનમા ૪.૩% નો વધારો
પ્રેમીને પામવા બે જુવાનજોધ પુત્રોની હત્યા કરાવતી મહિલા
૧૨૦૦ વર્ષ જુનો સંજાણનો 'ચાલતો આંબો' ૨ કિ.મી. ચાલ્યો
બારડોલી પાસે LPG કાર ઝાડ સાથે ભટકાતાં બે યુવાન ભડથું
હાલોલ પાસે પોણા કરોડની કોપર કોઈલ ભરેલી ટ્રકની લૂંટ
પીવાના ગંદા પાણીથી લોકોમાં ફફડાટ
એએમઆરઆઈ અગ્નિકાંડમાં મૃત્યુઆંક વધીને ૯૧ પહોંચ્યો
અગ્નિ-કાંડ પછી મૃત માનેલી માતાને જીવંત જોતાં પુત્રી આનંદ વિભોર
મુંબઈ મહાનગરમાં ઠેકઠેકાણે એકંદર ૧૨૦૦ સીસીટીવી ગોઠવાશે
૪૫૦ દ્રુપકા સંપ્રદાયના સાધુઓની મુંબઇથી સાંચી સુધી પદયાત્રા
હિમાચલમાં હિમવર્ષા વધતાં શિયાળો અસલી મિજાજમાં આવશે
આજે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શ્રેણીની આખરી વન ડે
ઓલિમ્પિકમાં ડોવના વિવાદ અંગે આઇઓએ કડક નિર્ણય લેઃમાકેન
આખરી ટેસ્ટ ઃ ન્યુઝીલેન્ડના ૧૫૦ સામે ઓસ્ટ્રેલિયા ૧૩૬ રનમાં ખખડયું
બાંગ્લાદેશના ૧૩૫ રન સામે પાકિસ્તાનના ચાર વિકેટે ૪૧૫

સ્ટેટ સ્પોર્ટ્સ

 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

શા માટે કેક પર મીણબત્તી હોય છે?
બીગ બીને ટાગોરના રોલ માટે રાજી કરવાની કોશિશ

વિવેકની આગામી ફિલ્મના નામમાં ચેન્જ

ભારતીય સેલિબ્રીટીની છાપ બદલવી છે.-ફ્રેડા પિન્ટો

વિપુલ સાથે કોઇ મતભેદ નથીઃ અક્કી
અલવિદા સિક્સ પેક-શાહરૂખ ખાન
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved