Last Update : 11-Dec-2011,Sunday
 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૧૧-૧૨-૨૦૧૧ રવિવાર
માગશર વદ એકમ
રાયગઢ-બોલુંદ્રા (જી.ણ.)યજ્ઞનારાયણ ઈષ્ટીયાગ
નાથદ્વારા-ગો.તિ. દાઉજી મહારાજનો ઉત્સવ

દિવસના ચોઘડિયા ઃ ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ.

રાત્રિના ચોઘડિયા ઃ શુભ, અમૃત, ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ.

અમદાવાદ સૂર્યોદય ઃ ૭ ક. ૧૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૭ ક. ૫૪ મિ.

સૂરત સૂર્યોદય ઃ ૭ ક. ૦૭ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૫૭ મિ.

મુંબઈ સૂર્યોદય ઃ ૭ ક. ૦૨ મિ. સૂર્યાસ્ત ઃ ૧૮ ક. ૦૦ મિ.

નવકારસી સમય (અ) ૮ ક. ૦૦ મિ. (સૂ) ૭ ક. ૫૫ મિ. (મું) ૭ ક. ૫૦ મિ.

જન્મરાશિ ઃ આજે સવારના ૭ ક. ૨૫ મિ. સુધીમાં જન્મેલ બાળકની વૃષભ (બ.વ.ઉ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મિથુન (ક.છ.ઘ.) રાશિ આવે.

નક્ષત્ર ઃ મૃગશીર્ષ રાત્રે ૮ ક. ૧૬ મિ. સુધી પછી આદ્રૉ.

ગોચર ગ્રહ ઃ સૂર્ય-વૃશ્ચિક, મંગળ-સંિહ, બુધ-વૃશ્ચિક, ગુરુ-મેષ, શુક્ર-ધન, શનિ-તુલા, રાહુ-વશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ(યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-સવારના ૭ ક. ૨૫ મિ. સુધી વૃષભ પછી મિથુન.

વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૩ ખર સં. જૈનવીર સંવત ઃ ૨૫૩૮ રા.દિ.મા./૨૦ દક્ષિણાયન હેમંતૠતુ

માગશર વદ એકમને રવિવાર. યજ્ઞનારાયણ ઇષ્ટીયાગ. નાથદ્વારા, ગો.તિ. દાઉજી (રાજીવજી) મહારાજનો ઉત્સવ.

મુસલમાની હિજરીસન ૧૪૩૩ મોહરમ માસનો પંદરમો રોજ

પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ તીર માસનો પચ્ચીસમો રોજ આશીશવં

 

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૧૧-૧૨-૨૦૧૧ રવિવાર

મેષ ઃ આજે આપને બહાર જવાનો કંટાળો આવે. આરામ કરવાની ઈચ્છા રહે પરંતુ આકસ્મિક ચંિતા-ઉપાધિ-કામગીરીથી આરામ મળે નહીં.

વૃષભ ઃ સીઝનલ ધંધાના કામમાં સાનુકૂળતા રહે. કાગળ-કાપડ-મકાન-જમીન-વાહનના કામકાજમાં, ધંધામાં વ્યસ્તતા રહે. આવક થાય.

મિથુન ઃ આપની ચંિતા-મુંઝવણ ઓછી થાય. વિલંબમાં પડેલ કામ ઉકેલાય. નોકરી-ધંધાના, ઘર-પરિવારના કામમાં ઘ્યાન આપી શકો.

કર્ક ઃ શારીરિક-માનસિક અસ્વસ્થતા, નાણાંકીય ખર્ચ-ચંિતા-મુંઝવણના કારણે હૃદય-મનને શાંતિ જણાય નહીં. વિચારોમાં રહો.

સંિહ ઃ અશાંતિ-ચંિતા-વિવાદ-કલહમાં ઘર કે નોકરી-ધંધામાં મુશ્કેલી અનુભવો. શરદી-કફ-તાવ-સીઝનલ બિમારીથી સંભાળવું.

કન્યા ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપવું પડે પરંતુ શ્રમ-થાક અનુભવો. જુનો સંબંધો તાજા થાય. પુત્ર પૌત્રાદિકનું કામ કરી શકો.

તુલા ઃ ચંિતા-વ્યથા હળવી થાય. શારીરિક-માનસિક સ્વસ્થતાના કારણે તમારા તેમજ અન્યના કામમાં ઘ્યાન આપી શકો.આનંદ રહે.

વૃશ્ચિક ઃ શારીરિક-માનસિક શ્રમ-થાક-કંટાળો-બિમારીના કારણે સમયસર ધાર્યું કામકાજ થાય નહીં. ઉતાવળ, ગુસ્સો કરવો નહીં.

ધન ઃ આપના વધારાના કામમાં ઘ્યાન આપી શકો નહીં. પત્ની-સંતાન-મિત્રવર્ગથી સાનુકૂળતા રહે. નોકરી-ધંધાનું કામ ઉકેલાય.

મકર ઃ આપના નિકટના સ્વજન-સ્નેહી-મિત્રવર્ગને મળવાનું થાય. અન્યને મદદરૂપ થઈ શકો. સીઝનલ નોકરી-ધંધાનું કામ થાય.

કુંભ ઃ પુત્ર પૌત્રાદિકના કામમાં ઘ્યાન આપી શકો. ચર્ચા વિચારણા થાય. કાગળ, કાપડ, પ્રિન્ટીંગના, મકાન-જમીન, વાહનના ધંધામાં વ્યસ્તતા રહે.

મીન ઃ ઘર-પરિવારના સગા-સંબંધી-મિત્રવર્ગના કામની વ્યસ્તતા-ચંિતા રહે. નોકરી-ધંધાના કામમાં રૂકાવટ જણાય. મુશ્કેલી પડે.

- પ્રા. અગ્નિદત્ત પદમનાભ

જન્મ તારીખ વર્ષ સંકેત

તા. ૧૧ ડિસેમ્બર

આજથી શરૂ થઈ રહેલું આપનું જન્મવર્ષ આનંદ-ઉત્સાહનું રહે. સંતાનના વિવાહ-લગ્ન, વિદ્યા ભણતર કે પરદેશ અંગેના કામકાજમાં સાનુકૂળ પ્રગતિ જણાય પંરતુ જન્મવર્ષનો પ્રથમ માસ માનસિક પરિતાપવાળો રહે. જાહેર સંસ્થાકીય કામમાં, રાજકીય, સરકારી, ખાતાકીય કામમાં, પત્ની-મિત્ર સાથેના વિવાદમાં, કાનૂની પ્રશ્નમાં આપ ચંિતા-મુશ્કેલી અનુભવો. વર્ષના ઉત્તરાર્ધમાં નોકરી-ધંધામાં કોઈ જોખમ કરવું નહીં. નાણાંની સલામતી રહે, નુકસાન થાય નહીં તે પ્રમાણેનું આયોજન રાખવું. મકાન-જમીન-વાહનની ખરીદી કે વેચાણનો પ્રશ્ન, સંયુક્ત મીલ્કતનો પ્રશ્ન ઉકેલાય. મોસાળપક્ષ કે સાસરીપક્ષમાં બિમારી-ચંિતાનું આવરણ આવી જાય. ભાગીદારીવાળા ધંધામાં ચંિતા-બેચેની રહે. સ્ત્રી વર્ગને વર્ષ મઘ્યમ રહે. વિવાદજન્ય પરિસ્થિતિ સંજોગોમાં શાંતિ રાખવી પડે. પતિ-સંતાનની સાથે મતભેદ-મનદુઃખ છતાં પોતાના રોજીંદા કામમાં સાનુકૂળતા રહે, કામ ઉકેલાતું જાય. વિદ્યાર્થીવર્ગને ભણવામાં પ્રગતિ છતાં એકાગ્રતા જળવાય નહીં.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન નવા મિત્ર બનેલા મગનને પૂછી રહ્યો હતો, ‘‘તમારે કોઇ દિકરો બિકરો નથી?’’
‘‘છે ને!’’ મગન બોલ્યો, ‘‘પણ ઘણાં વર્ષો પહેલાં એ ઘર છોડીને શહેરમાં ધંધો કરવા ગયો છે.’’
‘‘અચ્છા, અચ્છા!’’ છગને કહ્યું, ‘‘ત્યાં શું કરે છે?’’
‘‘એ તો ખબર નથી,’’ મગને કહ્યું, ‘‘પણ દર મહિને એ રૂપિયા મોકલતો હોય છે... બાકી સરકારે એના માથા માટે પચાસ લાખનું ઈનામ જાહેર કર્યું છે એટલે એ કોઇ મોટી વ્યક્તિ બની ગયો હશે એવું લાગે છે.’’

[Top]
 

આજ ની રેસીપી

 

બટાટાનાં ગુલાબ જાંબુ

સામગ્રી ઃ ૨ કપ દૂધ, ૨ ચમચા મેંદો, ચાર ઈલાયચીનો ભૂકો, ૨ કપ પાણી, ત્રણ મઘ્યમ કદના બટાટા, એક ચમચો ગુલાબજળ, ૨ કપ સાકર, ૧/૨ ચમચી કેસર.
રીત ઃ બટાટાની છાલ કાઢી પાતળી સ્લાઈસ કરવી. બટાટાની સ્લાઈસને પાણીથી બરાબર ધોઈ નાખવી. સ્લાઈસને ધોેયા પછી પાણી નીતારી દુધમાં નાખી ગરમ કરવા મુકવું. દૂધ બળી જાય પછી નીચે ઉતારી બરાબર હલાવવું. દૂધ ચોંટે નહીં, તેનું ખાસ ઘ્યાન રાખવું. બટાટાનો માવો અને મેંદો બંને ભેગા કરી હલાવવું. નરમ લોટ બનાવી નાના ગોળા વાળવા આ ગોળાઓને ગરમ ઘીમાં ધીમા તાપે બદામી રંગના થાય ત્યાં સુધી તળવા, પાણીમાં સાકર નાખી ગરમ કરવા મુકવું. તેની પાતળી ચાસણી કરવી ગરમ ચાસણીમાં ઈલાયચીનો ભુકો નાખવો. જાંબુ તળીને ચાસણીમાં નાંખવા. કેસર ગરમ કરી ભૂકો કરી નાખવું. ત્યાર પછી ગુલાબજળ નાખવું. લગભગ પંદર મિનિટ પછી નાસ્તામાં પીરસી શકાય છે.

 

ત્રિરંગી બટેટાંટોપ
સામગ્રી ઃ એક કિલો બટાટા, અડધો કિલો વટાણા, અડધો કીલો રતાળું, કોપરું, તજ, લવંિગ, તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ-મરચાં, લસણ, વાટેલ સીંગદાણા, મીઠું, ખાંડ, હળદર, જોઈતા પ્રમાણમાં ગરમ મસાલો, ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ.
રીત ઃ સૌપ્રથમ બટેટાને બાફી તેનો છુંદો કરી નાખવો અને તેમાં થોડું મીઠું તેમજ ત્રણ ચમચા ઘઉંનો અથવા ચણાનો લોટ ભળી દેવો. રતાળુને વરાળથી બાફી નાખી તેનો છુંદો કરવો અને તેમાં પણ થોેડુંક મીઠું ભેળવવું. લીલા વટાણાને ગ્રાઈન્ડરમાં પીસી નાખવા ત્યારબાદ તજ લવંિગનો વઘાર કરી સાંતળવા અને તેમાં કોપરું થોડા તલ, લાલ દ્રાક્ષ, કોથમીર, આદુ, મરચાં, લસણ, વાટેલા સીંગદાણા ા, મીઠું, ખાંડ, હળદર, ગરમ મસાલો વગેરે સરખી રીતે મિક્સ કરી દેવો.
ત્યારબાદ કથરોટના જેવું પહોળું તપેલું લઈ તેમાં તેલ લગાવવું અને તેમાં બટેટાનો રોટલો થાપી મુકી દેવો. આ રોટલા ઉપર વટાણાનો જે મસાલો ઉપર તૈયાર કર્યો છે તેનું પડ પાથરવું અને આ પડની ઉપર રતાળુનો રોટલો બનાવી મુકી દેવો. ફરી તેના પર જેટલા પડ બનાવવા હોય તેટલા બનાવી શકાય છે. તપેલામાં તેલ જરા વધારે રેડવું અને તવેથા વડે સરખું ગોળ બનાવી દેવું. ત્યારબાદ વાસણને એકદમ ધીમા તાપે મુકવું અને લાલ રંગનું પડ થાય ત્યારે ઉતારી લેવું. ત્યારબાદ તેના પર કોથમીર અને કોપરાનું ડેકોરેશન કરવું. આ વાનગીને કેકની જેમ કાપી શકાશે અને ત્રણ રંગની દેખાશે. ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
બટાટાંની બરફી
સામગ્રી ઃ ૫૦૦ ગ્રામ બટાટા, ૧ કિલો સાકર, ૨૫૦ ગ્રામ માવો, એક છટાંક કોપરું, એક છટાંક કીસમીસ, એક તોલો ઈલાયચી, ૨ નંગ ચાંદીના વરખ, એક છટાંક પીસ્તા બદામ.
રીત ઃ બટાટા બાફી, છોલી, છીણી નાખો. ત્યારબાદ ઘીમાં સાંતળી નાખો, સાકરની જાડી ચાસણી કરી તેમાં બટાટાનું પુરણ, માવો કોપરું, કીસમીસ અને છેલ્લે બદામ નાખો. બઘુ ંએકરસ થાય અને પાણી બિલકુલ રહે નહિ ત્યાં સુધી હલાવો. થાળીમાં ઘી લગાવી તૈયાર થયેલા પુરણને તેના પર પાથરી દો, એલચીના દાણા, પીસ્તાના ટુકડા અને ચાંદીના વરખ, શોેભા માટે તેના પર લગાવો ઠરી ગયા પછી તેના કડકા કરો.

 

 

[Top]
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved