Last Update : 10-Dec-2011,Saturday
 
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો

 

(પીટીઆઇ) દુબઇ/ઇસ્લામાબાદ,તા.૯
ચોતરફથી ઘેરાયેલા પાક પ્રમુખ અસિફઅલી ઝરદારી એમની હૃદયની બીમારીની વધુ સારવાર માટે દુબઇથી લંડન જવાની શક્યતા છે. તેઓ ટુંકા ગાળામાં દેશમાં પાછા આવે એવી શક્યતા ઓછી હોવાની શંકાને આથી બળ મળ્યું છે.
હાર્ટની સારવારના બહાને પાક. પ્રમુખે દેશ છોડયાની ધારણાઓ
ઝરદારી દુબઇમાં થોડા વધુ દિવસો સુધી નિરીક્ષણમાં રહેશે. આ ગાળો બે સપ્તાહ સુધી પણ લંબાય એમ બને, એમ ગલ્ફ ન્યુઝ અખબારમાં જણાવાયું છે. પાકિસ્તાની માધ્યમોએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પ્રમુખ ઘનિષ્ઠ સારવાર માટે લંડન જાય એવી શક્યતા છે.
પાકિસ્તાનના 'ધ ન્યુઝ' અખબારે જણાવ્યુિં હતું કે ૫૬ વર્ષના ઝરદારીને સારવાર માટે દુબઇ જવા રવાના થતા અગાઉ આવેલા હળવા સ્ટ્રોકથી એમને મગજમાં રક્તસ્ત્રાવ શરૃ થયો હતો અને ચહેરા પર લકવાની અસર જણાઇ હતી. જો કે આ બંને તકલીફો જીવન સામે જોખમરૃપ નહિ હોવાથી તેઓ ભયમુક્ત હતા.
જો કે ઝરદારી સ્થિર સ્થિતિમાં હોવાના અહેવાલથી એમણે કોઇ પ્રકારના સલામતીથી સત્તાત્યાગના સોદા હેઠળ એકાએક પાકિસ્તાન છોડી ગયા હોવાની અફળા અને શંકા શાંત પડી નહોતી. પોતાનાથી અનેક મુદ્દે નારાજ હોવાનું કહેવાતા પાકિસ્તાની લશ્કરના બળવાથી ડરીને ઝરદારીએ દેશ છોડયો હોવાની શંકા છે. નોંધનીય છે કે પાકિસ્તાનમાં લશ્કરને સત્તા પર આવતું રોકવા માટે અમેરિકાની મદદ માગતો ખાનગી પત્ર અમેરિકી પ્રમુખને પાઠવ્યો હોવાની વાત છેલ્લી ઘટના છે કે જેનાથી પાકિસ્તાન લશ્કર એના પ્રમુખથી નારાજ થયું હોય.
પ્રમુખની કડક ટીકા માટે જાણીતા અખબાર ધ ન્યુઝમાં જણાવાયું હતું કે સામાન્ય જીવન જીવવા માટે ઝરદારીને સ્પીચથેરપી સહિત કોઇક સારવારની જરૃર છે.
ગલ્ફ ન્યુઝમાં જણાવાયા અનુસાર ઝરદારીને દુબઇની અમેરિકન હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. સતત ત્રીજા દિવસે એમના પર વધુ પરીક્ષણો કરાયા હતા. પ્રમુખના પ્રવકતા ફરહતુલ્લા બાબરે કહ્યુ હતું કે પ્રમુખની સ્થિતિ સ્થિર છે. તેઓ મઝામાં છે.
ગલ્ફ ન્યુઝે ઉચ્ચ કક્ષાના પાકિસ્તાની અધિકારીને ટાંકીને જણાવ્યુ હતું કે ઝરદારી મેમોગેટ કૌભાંડ વિષેના અપેક્ષિત નિર્ણય તેમજ ગઇ તા.૨ મેએ થયેલી ઓસામ બિન લાદેનની હત્યા વિષેના અબોટાબાદ પંચના અહેવાલની પ્રસિધ્ધિના પગલે ઝરદારી આ માસાંત સુધી પાકિસ્તાન પાછા વળે નહિ એમ લાગે છે.
દરમિયાન ઝરદારીનો ૨૩ વર્ષિય પુત્ર બિલાવલ ભુટ્ટો ઝરદારી એના પિતા સાજા થતા એમના પક્ષ પાકિસ્તાન પીપલ્સ પાર્ટીની બાબતોમાં વધુ મોટી ભુમિકા માટે ધીમે પગલે ચિત્રમાં પ્રવેશ કર્યો છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved