Last Update : 10-Dec-2011,Saturday
 

મહાનગરપાલિકાની ૩૫૦થી વધુ આંગણવાડી દત્તક આપવામાં આવી

 
શિક્ષણ સમિતિની શાળામાં લોકભાગીદારી બાદ

સુરતની અંધજનશાળાએ સુરત પાલિકાની તમામ આંગણવાડીમાં ભૌતિક સુવિધા આપવાની જાહેરાત કરી
(પ્રતિનિધિ દ્વારા) સુરત, શુક્રવાર
સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓને દત્તક આપ્યા બાદ હવે પાલિકાની આંગણવાડીઓ પણ દત્તક આપવા માટે કવાયત થઈ રહી છે. પાલિકાની ૩૫૦થી વધુ આંગણવાડીઓ દત્તક લેવા માટે સેવાભાવી સંસ્થાઓએ તૈયારી બતાવી છે. જ્યારે સુરતની અંધજનશાળાએ પાલિકાની તમામ આંગણવાડીમાં ભૌતિક સુવિધા આપવાની જાહેરાત કરવામા આવી છે. આંગણવાડીને દત્તક લઈ લોકભાગીદારી કરનારી સંસ્થાઓનું આગામી ૧૮ ડિસેમ્બરના રોજ સદ્દભાવના મીશનમાં સન્માન પણ કરવામાં આવશે.
સુરત મહાગનરપાલિકા સંચાલિત ૧૦૦૪ આંગણવાડી છે. આ આંગણવાડી સરકારની ગ્રાન્ટ તથા પાિલિકા દ્વારા આપવામાં આવતી સુવિધાથી ચાલે છે. આ આંગણવાડીમાં ૬ વર્ષ સુધીના ૯૧૨૭૦ બાળકો લાભ લે છે. પાલિકા દ્વારા આ બાળકોને પુરક પોષણનો આહાર આપવામાં આવતો હોવા છતાં આંગણવાડીમાંથી ૪૪૨૯ બાળકો અતિ કુપોષિત હોવાનું બહાર આવ્યું છે. આવા બાળકોનું સ્વાસ્થય સુધારવા માટે આંગણવાડી દત્તક આપવાની વિચારણા કરવામાં આવી છે.
સુરત પાલિકા દ્વારા સેવાભાવી સંસ્થાઓની એક બેઠક બોલાવીને સમિતિની શાળાની જેમ આંગણવાડીને દત્તક આપવા માટેની વાત કરવામાં આવી હતી. જેમાં જણાવાયું હતું કે, કુપોષણના કારણે ૫૩ ટકા બાળકો મૃત્યુ પામતા હોય છે. આ સમારંભમા સ્વૈચ્છિક સંસ્થાઓ કેવી રીતે આંણગવાડીને દત્તક લઈ શકે તે માટેની માહિતી અને સમજણ આપવામાં આવી હતી.
જિલ્લા કલેક્ટરે એ.જે. શાહે જણાવ્યું હતું ેકે, કુપોષણનું પ્રમાણ ઘટાડવા માટે સમાજને સાથે લઈને ચાલવું જોઈએ જેના માટે વિવિધ સંસ્થાઓની મદદ લેવી પડશે. સરકારની યોજનામાં પણ કુપોષિત બાળકોને આહાર તથા તેની કાળજી લેવામાં આવે ચે. પરંતુ આવા કુપોષિત બાળકોને વિશિષ્ટ પ્રોટીન સભર આહારની જરૃર રહે છે. આવા બાળકોને સ્વૈચ્છિક સંસ્થાઓએ જાતે આંગણવાડીમાં જઈને પૌષ્ટિક આહાર આપવા જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ જણાવ્યું હતું કે, જે સંસ્થાઓ આંગણવાડી દત્તક લેશે તેવી સંસ્થાઓને ૧૮ ડિસેમ્બરના રોજ મુખ્યમંત્રીના સદ્દભાવના કાર્યક્રમમાં બિરદાવવામાં આવશે.
આ બેઠકમા મોદી સમર્થક મહિલા મંડળ દ્વારા ૨૦૦ આંગણવાડી દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે તેલુગુ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ૧૫૧, બિહારીભાઈ ભોજ દ્વારા એક, અને વિદ્યાધન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બે આંગણવાડી દત્તક લેવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે સુરતની અંધજન શાળાએ તમામ આંગણવાડીમાં ભૌતિક સુવિધા પુરી પાડવા માટે જાહેરાત કરી હતી. હાલમાં ૩૫૦થી વધુ આંગણવાડી દત્તક આપવામાં આવી છે તેમજે આગામી દિવસોમાં વધુ આંગણવાડી દત્તક આપવાની કામગીરી હાથ ધરવામાં આવશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved