Last Update : 10-Dec-2011,Saturday
 

બાળકોની બિમારીના ડિપ્રેશનમાં માતાએ હત્યા કરી આપઘાત કર્યો

 

પાલનપુર પાટીયાના શીલાલેખ એપાર્ટમેન્ટની ઘટના

મુસ્કાનને હોઠ-તાળવાની અને શિવાંગને ઓટીઝમની બિમારી હતીઃ ઘટના પહેલાં વંદનાબેને પતિ સાથે ૫૦ મિનિટ વાત કરી હતી
બાળકોની બિમારી અને તેમના ભવિષ્યની ચિંતામાં વંદનાબેને માનસિક સંતુલન ગુમાવ્યું હતું
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
પાલનપુર જકાતનાકાના શીલાલેખ કોમ્પલેકસમાં ત્રણ બાળકોને મારીને માતા દ્વારા આપઘાતના બનાવમાં એકના એક દિકરાની ઓટીઝમની અને મોટી દિકરીને હોઠ-તાળવાની બિમારીની સારવાર તેમજ તેમના ભવિષ્યની ચિંતા કારણભૂત હોવાનું પોલીસની તપાસમાં સ્પષ્ટ થયું છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર જકાતનાકાના શીલાલેખ કોમ્પલેકસમાં રહેતા જયશંકર શર્માની પત્ની વંદનાબેને (ઉ.વ. ૩૫) મંગળવારની રાત્રે ભર ઉંઘમાં જ મુસ્કાન (ઉ.વ. ૭) અને આસ્મીકા (ઉ.વ. ૪) તથા બે વર્ષીય દિકરા શિવાંગનું તકીયા વડે મોં ગળું દબાવી ગુંગળાવીને મારી નાંખ્યા બાદ જાતે પણ ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ત્રણ બાળકોની હત્યા અને આપઘાતના બનાવની જાણ કરાતા રત્નાગીરીથી વંદનાબેનના પતિ જયશંકર શર્મા પરત આવી જતાં તેમનું નિવેદન લેવાયું હતું.
પૂછપરછમાં પોલીસને મહત્વની વિગતો સાંપડી હતી. પો.ઇ. વી.બી. પટેલના જણાવ્યા મુજબ વંદનાબેને ત્રણ બાળકોની હત્યા અને આપઘાત કરતાં પહેલાં મંગળવારની સાંજે ૬-૩૦ વાગ્યે પતિ જયશંકર શર્મા સાથે મોબાઇલ ફોન પર ૫૦ મિનિટ સુધી વાતો કરી હતી અને વંદનાબેન મોટી દિકરી મુસ્કાન અને દિકરા શિવાંગને લઇને સતત પ્રશ્નો પૂછયા હતાં અને પતિ જયશંકર શર્માએ ધીરજ રાખવાની સતત સલાહ આપી હતી. ૫૦ મિનિટની વાતમાં દંપતિ વચ્ચે બન્ને બાળકોની બિમારીને લઇને જ વાતો થઇ હતી.
વધુમાં બે વર્ષીય શિવાંગ મેડિકલ ભાષામાં કહેવાતી ઓટીઝમ બિમારીથી પીડાતો હતો. તો મોટી દિકરી મુસ્કાનને હોઠ-તાળવાની બિમારી હતી. આ બન્નેની બિમારી અને પતિ દોઢ-દોઢ મહિનાથી ઘરેથી બહાર નોકરી પર રહેતા હોવાથી વંદનાબેન માનસિક સંતુલન ગુમાવી બેઠા હતા અને ડિપ્રેશનમાં આવી જઇને તેમણે આ પગલું ભર્યું હતું. વંદનાબેને ગ્રેજયુએટ સુધીનો અભ્યાસ કર્યો હતો પરંતુ બબ્બે બાળકોની અસહ્ય બિમારીને લઇને જીવવું દોજખભર્યું બનતાં ત્રણેય બાળકોને મારીને જતા પણ જીવન ટુંકાવી લીધું હતું.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved