Last Update : 10-Dec-2011,Saturday
 
૩ વર્ષમાં ૫૩૦૦ વિદ્યાર્થીઓએ અપનાવી યુનિ. ઇન્ફોની ફ્રી સર્વિસ

 

સાયન્સના યંગ સ્ટુડન્ટસો આઇડીયા કારગત નિવડયો

આ સર્વિસને યુનિ.ની સત્તાવાર સર્વિસનો દરજ્જો આપવા રજુઆત ઃપણ, સત્તાધીશોને સરકયુલર અને નોટિસ યુગમાંથી છૂટવું નથી
(પ્રતિનિધિદ્વારા) વડોદરા,શુક્રવાર
એમ.એસ.યુનિવર્સીટીની સાયન્સ ફેકલ્ટીના ત્રણ વિદ્યાર્થીઓએ યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે શરુ કરેલી ફ્રી એસએમએસ સર્વિસમાં ત્રણ વર્ષના સમયગાળમાં યુનિવર્સીટીના લગભગ ૩૫૦૦૦ વિદ્યાર્થીઓમાંથી ૫૩૦૦ વિદ્યાર્થીઓ જોડાઈ ચુક્યા છે.
એસએમએસ સર્વિસને યુનિવર્સીટીના વિદ્યાર્થીઓએ આપેલા જોરદાર પ્રતિસાદના પગલે આ નવતર પહેલ કરનારા વિદ્યાર્થીઓએ વાઈસ ચાન્સેલરને મળીને રજુઆત કરી હતી કે આ સર્વિસને યુનિવર્સીટીની સત્તાવાર સર્વિસ બનાવવામાં આવે જેથી લાંબા સમય સુધી વિદ્યાર્થીઓને તેનો લાભ મળતો રહે.
આગામી વર્ષોમાં ભારતનુ ભવિષ્ય જેના કારણે ઉજ્જવળ હોવાનુ મનાય છે તે જનરેશન નેક્સ્ટ કયા પ્રકારનો રચનાત્મક બદલાવ લાવી શકે છે તેનુ ઉદાહરણ આ એસએમએસ સર્વિસ છે.૨૦૦૮ના જુન મહિનામાં સાયન્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનારા યોગેશ કુમાર,રાજશ કેવટ અને મધુસુદન રંકાવતને વિચાર આવ્યો હતો કે ગૂગલ પર અપાતી સુવિધાનો લાભ ઉઠાવીને જો જોક્સ કે શાયરીની આપલે કરતા ગુ્રપ બની શકતા હોય તો યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ માટે યુનિવર્સીટીને જ લગતી માહિતી પુરી પાડવા માટે ફ્રી એસએમએસ સેવા શરુ કરવી જોઈએ.
પ્રવેશ લીધા પછીના બે જ દિવસમાં તેમણે ગૂગલ પર રજીસ્ટ્રેશન કરીને એસએમએસ સર્વિસ શરુ કરી દીધી હતી.પ્રથમ વર્ષ સુધી તો વિદ્યાર્થીઓને આ સર્વિસ અંગે પુરતી જાણકારી પણ ન હતી એટલે માંડ ૭૦૦ વિદ્યાર્થીઓ આ ગુ્રપમાં જોડાયા હતા.બીજા વર્ષના અંતે સંખ્યા વધીને ૧૩૦૦ થઈ અને આ વર્ષે સંખ્યા ૫૩૦૦ પર પહોંચી ચુકી છે.
આ ત્રણે યુવાનો એસએમએસ સર્વિસમાં જોડાયેલા વિદ્યાથીઓને વિવિધ ફેકલ્ટીઓમાં પ્રવેશની,પરીક્ષાની તારીખો,ફોર્મ ભરવાની તારીખો,યુનિવર્સીટી અને ફેકલ્ટી સ્તરે યોજાતા યુથ ફેસ્ટીવલ જેવા વિવિધ કાર્યક્રમોની તારીખો એમ વિવિધ માહિતી એસએમએસ થકી પૂરી પાડતા રહે છે.આ માટે યુનિવર્સીટીએ તેમને કોઈ સગવડ પુરી નથી પાડી.ત્રણે વિદ્યાર્થીઓ યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીના વિદ્યાર્થી આગેવાનો પાસેથી કે પછી યુનિવર્સીટીની વેબસાઈટ પરથી માહિતી મેળવતા રહે છે અને એસએમએસ કરતા રહે છે.યુનિવર્સીટીના વિદ્યાર્થીઓમાં આ સર્વિસ ખાસી લોકપ્રીય થઈ ચુકી છે.
સર્વિસ શરુ કરનાર ગુ્રપના યોગેશ કુમારનુ કહેવુ છે કે વિદ્યાર્થીઓને ભવિષ્યમાં પણ આ સુવિધા મળતી રહે તે માટે અમે વાઈસ ચાન્સેલર સમક્ષ આ સર્વિસને સત્તાવાર સુવિધા જાહેર કરવા માટે રજુઆત કરી છે.આ ઉપરાંત સર્વિસનુ સંચાલન કરતા વિદ્યાર્થીઓને ફેકલ્ટી તરફથી નિયમિત પણે માહિતી મળતી રહે તેવી વ્યવસ્થા કરવા માટે અને આ સર્વિસ અંગે ફેકલ્ટીના નોટીસ બોર્ડ પર પણ વિગતો મુકવામાં આવે તેવી માંગ પણ કરી છે. જે વિદ્યાાર્થીઓ આ સર્વિસમાં જોડવા માંગતા હોય તેમણે માત્ર JOIN MSUBARODA લખીને 9870807070 નંબર પર માત્ર એસએમએસ કરવાનો રહે છે. અને સીન્ડીકેટમાં કોને કેટલી બેઠકો મળશે તેની ગણતરી કરવામાં વ્યસ્ત યુનિવર્સીટી સત્તાધીશોએ વિદ્યાર્થીઓની આ પહેલને વહેલી તકે પ્રોત્સાહન આપે તો યુનિવર્સીટી પાસે વિદ્યાર્થીઓને માહિતી પુરી પાડવાની એક નવી વ્યવસ્થા ઉભી થઈ શકે છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ