Last Update : 10-Dec-2011,Saturday
 
જ્વેલર્સની દાગીનાની થેલી લૂંટવા જતા 'ધૂમ' બાઈકસવાર પકડાયા
 
સી.જી. રોડ ઉપર બોડીલાઈન સર્કલ પાસે

અમદાવાદ
અમદાવાદમાં 'ધૂમ' સ્ટાઈલે બાઈક ઉપર આવીને લૂંટ ચલાવતા તત્વો બેફામ બન્યાં છે. આજે સવારે સી.જી. રોડ ઉપર જ્વેલર્સની દાગીનાની થેલી લૂંટવાનો પ્રયાસ કરતા બે બાઈકસવાર લોકજાગૃતિથી પકડાઈ ગયા છે. જ્વેલરી શો રૃમના કર્મચારીએ થેલી મજબૂત રીતે પકડી રાખી બૂમો પાડતા પકડાયેલા કૂબેરનગરના સન્ની બજરંગે અને રાજુ તમંચે અન્ય ગૂનામાં સંડોવાયેલા હોવાની આશંકાથી પોલીસે સઘન તપાસ શરૃ કરી છે.
સરનામું પૂછવાના બહાને લૂંટનો પ્રયાસઃ થેલી મજબૂત રીતે પકડી પાડી બૂમો પાડતા લોકોએ લૂંટારાને ઝડપ્યા
સી.જી. રોડ ઉપર બોડીલાઈન સર્કલ પાસે સુવર્ણકલા જ્વેલર્સ નામનો શો-રૃમ આવેલો છે. શો રૃમમાં કામ કરતા મહેશભાઈ રતિલાલ સોની સવારે તેમના શેઠના ઘરેથી બાઈક ઉપર દાગીનાની થેલી લઈને નીકળ્યા હતા. દુકાન પાસે બાઈક ઉભું રાખ્યું ત્યાં બે બાઈકસવારો બાજુમાં આવ્યા હતા. સરનામું પૂછવાના બહાને બાઈકસવાર બે લૂંટારા મહેશભાઈની બાજુમાં ગયા હતા. મહેશભાઈ જવાબ આપતા હતા ત્યાં જ પાછળ બેઠેલા શખ્સે થેલી આંચકી લેવા પ્રયાસ કર્યો હતો.
પરંતુ, અજાણ્યા શખ્સોથી સતર્ક મહેશભાઈએ થેલી મજબૂત રીતે પકડી રાખી હતી. મહેશભાઈએ બૂમાબૂમ ચાલુ કરી દીધી હતી. સવારે ૯-૩૦ વાગ્યાનો સમયગાળો હોવાથી લોકોની ચહલપહલવાળા સી.જી. રોડ ઉપર તરત મદદ મળી હતી. લોકોએ લૂંટારાઓને ઘેરી લીધા હતા અને માર માર્યો હતો. તરત જ નવરંગપુરા પોલીસને જાણ કરવામાં આવી હતી. પી.એસ.આઈ. આર.એન. ગઢવી અને સ્ટાફ બન્ને લૂંટારાઓને નવરંગપુરા પોલીસ સ્ટેશન લાવ્યા હતા. પૂછપરછ દરમ્યાન (૧) સન્ની ઉર્ફે ઉમાકાંત સુખસીંગ બજરંગે (ઉ.વ. ૨૩) અને રાજુ ઉર્ફે છોટુ હરિભાઈ તમંચે (ઉ.વ. ૩૪) સરદારનગરના કૂબેરનગર વિસ્તારમાં રહે છે. રાજુ બાઈક ચલાવતો હતો અને સન્નીએ દાગીના ભરેલી થેલી લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. મહેશભાઈની સતર્કતાથી કેટલી કિંમતના દાગીના બચી ગયા તે સ્પષ્ટ થયું નથી.
પોલીસ કહે છે કે- બન્ને આરોપી અગાઉ અન્ય ગૂનામાં સંડોવાયેલા હોવાની આશંકા છે અને સઘન પૂછપરછ હાથ ધરાઈ છે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved