Last Update : 10-Dec-2011,Saturday
 
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે

 

કેન્દ્ર સરકારની પ્રસ્તાવ સાથે મોટા ભાગના રાજ્યો સંમત

શેરબજારોએ સૂચિત યુનિફોર્મ ડયુટી લઈને સેલર જ્યાંનો હયો તેવા રાજ્યોને તે રકમ પહોંચડવાની રહેશે
ફકત વેચવાલ પાસેથી જ સ્ટેમ્પ ડયુટી વસુલવાના નાણાં મંત્રાલયના સૂચન સાથે મોટા ભાગના રાજ્યો સંમત થયા હોવાથી જો તેનો અમલ થશે તો મૂડી બજારમાં ટ્રેડિંગ કોસ્ટ ખૂબ ઘટશે. પ્રસ્તાવનો સ્વીકાર થશે તો અત્યારે ચાલતી લેવાલ અને વેચવાલ બંને પાસેથી લેવાતી ડયુટીની પદ્ધતિમાં મોટો ફેરફાર આવશે. વળી, નાણાં મંત્રાલયે એમ પણ સૂચવ્યુ છે કે સેલર પાસેથી શેરબજારોએ ડયુટી વસુલવાની રહેશે અને ત્યારબાદ તે રકમને વેચવાલ જ્યા રહેતો હોય તે રાજ્યને પહોંચાડવાની રહેશે.
ઈન્ડિયન સ્ટેમ્પ (એમેન્ડમેન્ટ બિલ) એક્ટના સૂચિત પુનઃગઠનના ભાગરૃપે નાણાં મંત્રાલયે કેટલાક સૂચનો રજૂ કર્યા હતા. જામીનગીરીઓની લે-વેચ ઉપર લેવાતી બંને બાજુની ડયુટીને માત્ર સેલર પાર્ટી પાસેથી શેરબજાર વસુલે અને વેચવાલ જ્યા વસતો હોય તે રાજ્યને આવી ડયુટીની રકમ બજાર મોકલી આપે એવો પ્રસ્તાવ તેણે રાખ્યો હતો. જો આનો સ્વીકાર થશે તો કાચા અંદાજ મુજબ લે-વેચ પાછળ થતો ખર્ચ અડધો થઈ જશે.
નાણાં મંત્રાલયે એમ પણ સૂચવ્યું છે કે પ્રત્યેક ડિલિવરી બેઝ્ડ ટ્રાન્ઝેક્શન તેમ જ પ્રત્યેક ડિલિવરી બેઝ્ડ પ્રોપરાઈટરી ટ્રાન્ઝેક્શન ઉપર ૦.૦૧૦ ટકા લેખે સ્ટેમ્પ ડયુટી વસુલવી જોઈએ. ઉપરાંત, કેશ સેગમેન્ટમાં નોન-ડિલિવરી બેઝ્ડ ટ્રાન્ઝેક્શન માટે સોદાના મૂલ્ય મુજબ ૦.૦૦૨ ટકા લેખે ડયુટી લેવાનો પણ તેનો પ્રસ્તાવ છે. આવી જ રીતે કેશ સેગમેન્ટમાં નોન-ડિલિવરી બેઝ્ડ પ્રોપરાયટરી ટ્રેડસ ઉપર સોદાના મુલ્યને આધારે ૦.૦૦૧ ટકા ડયુટી લાગશે.
મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા રાજ્યો ડિલિવરી બેઝ્ડ ટ્રાન્ઝેક્શન ઉપર રૃા. ૧,૦૦૦ વસુલે છે ત્યારે તામિલનાડુ રૃા. ૧ કરોડની કિંમતના પ્રત્યેક સોદા ઉપર રૃા. ૬૦૦ ચાર્જ કરે છે. પ્રોપરાયટરી ટ્રેડ્સમાં આવા રાજ્યો રૃા. ૧ કરોડના પ્રત્યેક સોદા પર રૃા. ૨૦૦ની સ્ટેમ્પ ડયુટી લે છે. પ્રત્યેક રૃા. ૧ કરોડના મૂલ્યના ડિલિવરી બેઝ્ડ ટ્રાન્ઝેક્શન રૃા. ૫,૦૦૦ લેખે સૌથી વધારે સ્ટેમ્પ ડયુટી ઉત્તર પ્રદેશ વસુલે છે.
એકવાર કાયદામાં સુધારો થઈ જાય તે પછી રાજ્યો વતીથી ડયુટી વસુલવાની એક્સચેન્જીસને સત્તા કેન્દ્ર આપી શકે છે. પરંતુ તેના દર વિષેનો આખરી ફેંસલો રાજ્યો કરશે. એકસોથી વધુ વર્ષ જૂના કાયદામાં સુધારાઓ સૂચવતા બિલ વિષે રાજ્યો અને અન્ય વિભાગો સાથેની મસલતો કેન્દ્રિય મંત્રાલયે પૂરી કરી દીધી છે. સંસદમાં બિલને રજૂ કરવા માટે મંત્રાલય ટૂંક સમયમાં કેબિનેટની મંજૂરી માગશે.
કેટલાક રાજ્યોએ ઈન્ડિયન સ્ટેમ્પસ એક્ટને અપનાવ્યો છે તેમ છતા બીજા મોટા ભાગના રાજ્યોને સ્ટેમ્પ વિષે તેમનો પોતાનો આગવો ધારો છે. શેરબજારોમાં ડયુટીની વસુલાત કરાવવા પાછળનું કારણ એમ છે કે કલેક્શનની પદ્ધતિ કેન્દ્રિત બને અને પ્રક્રિયા વધારે સરળ બને. અત્યારે ડયુટી ભેગી કરવા માટે રાજ્યોએ વિવિધ માર્ગોને અનુસરવા પડે છે.
આ વર્ષે માર્ચમાં દેશના બે સોથી મોટા શેરબજાર આવેલા છે અને ૪૦ ટકા ઈક્વિટી વોલ્યુમ થાય છે એવા રાજ્ય મહારાષ્ટ્રે શેરોના સોદા પરની સ્ટેમ્પ ડયુટીને બમણી કરી દીધી હતી. (પ્રત્યેક વર્ષે શેરબજારના કામકાજોમાંથી સ્ટેમ્પ ડયુટી તરીકે રાજ્યને રૃા. ૪૦-૫૦ કરોડ મળે છે.) આથી શરૃઆતમાં ઈક્વિટીના કામકાજો થોડા ઘટયા હતાં.
તદુપરાંત આ વર્ષથી સરકારે જ્યારે સ્ટેમ્પ ડયુટી લાદવાનું શરૃ કર્યુ ત્યારથી દિલ્હીથી થતા ઈક્વિટી અને કરન્સી સેગમેન્ટમાં કામકાજનું પ્રમાણ ધોવાયુ હતું.
બજારમાં પ્રવાહિતા આણવાની તેમની શક્તિને કારણે ઘણીવાર માર્કેટ મેકર તરીકે ઓળખાતા મોટા ભાગના જોબરો અને આર્બિટ્રેજરોને સ્ટેમ્પ ડયુટી અને સમગ્રતયા ઉંચી સ્ટેચ્યુટરી કોસ્ટને લીધે તેમના કારોબાર બંધ કરવા પડયા હતા. આમાથી મોટા ભાગના કોમોડિટી સેગમેન્ટ કે જ્યાં કોઈ સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (એસટીટી) લાગતો નથી ત્યા વળ્યા હતાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved