Last Update : 10-Dec-2011,Saturday
 
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
 

યુરો ઝોનના અસ્તિત્વને ટકાવવા યુરોપીય સમુદાયના પોઝિટીવ પગલાં છતાં ભારતમાં....

ઓટો, રિલાયન્સ, પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ધૂમ વેચવાલી ઃ નિફ્ટી ફ્યુચરમાં ૪૮૫૦ સ્પોટમાં ૪૮૪૧ તળીયે
(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શુક્રવાર
યુરો ઝોનના દેશોને ઋણ કટોકટીમાંથી ઊગારવા અંતિમ પ્રયાસોમાં યુરોપીય સમુદાયના ૨૭ દેશોની સમિટમાં આજે ફ્રાંસ- જર્મનીએ બજેટ કાપ સહિતના આકરાં પગલાં અમલી બનાવવા કરેલા પ્રસ્તાવને સંમતી અપાતા તેમ જ દેશોના બેઇલ આઉટ- ઊગારવા માટે ઇન્ટરનેશનલ મોનીટરી ફંડને (આઇએમએફ) વધુ ૨૦૦ અબજ યુરો (૨૬૭ અબજ ડોલર)નું ફંડીંગ કરવાની યુરોપીય દેશોએ તૈયારી બતાવ્યાની અસર વૈશ્વિક બજારો પર ક્ષણજીવી નીવડી હતી. યુરોપીય સેન્ટ્રલ બેંકે (ઇસીપી) ગઇકાલે બેન્ચમાર્ક વ્યાજ દર ૦.૨૫ ટકા ઘટાડી રેકોર્ડ નીચા એક ટકાના સ્તરે લાવ્યા બાદ યુરોપીય બોન્ડસની ફરી મોટાપાયે ખરીદીનો સંકેત આપ્યા બાદ આજે બોન્ડસની કોઇ નવી ખરીદી નહીં કરવાની સ્પષ્ટતા કરી વૈશ્વિક બજારોને આંચકો આપ્યો હતો. ઘર આંગણે મુંબઇ શેરબજારો પર આંતરરાષ્ટ્રીય પરિબળોથી વિશેષ સ્થાનિક આર્થિક, રાજકીય નેગેટીવ પરિબળોની સતત બીજા દિવસે અસરે શેરોમાં આરંભથી જ સાર્વત્રિક વેચવાલીનું દબાણ રહ્યું હતું. ટેલીકોમ કૌભાંડમાં પી. ચિદમ્બરમની સંડોવણી મુદ્દે સુબ્રમણીયમ સ્વામી દ્વારા ૧૭, ડિસેમ્બરના પુરાવા સાથે ઉપસ્થિત રહેવાની સંમતીએ નવા ફણગા ફૂંટવાના જોખમ આર્થિક વૃદ્ધિનો અંદાજ સરકારે ૮ ટકાથી ઘટાડીને હવે ૭.૨૫થી ૭.૭૫ ટકા મૂકતા તેમજ સંસદના બન્ને ગૃહોમાં રીટેલ ક્ષેત્રે એફડીઆઇ વિરોધના પગલે અભરાઇ મૂકાઇ ગયા સાથે આર્થિક સુધારા સૂચવતા અન્ય બિલો પણ અટવાઇ પડતા અને આગામી સપ્તાહમાં સોમવારે ૧૨, ડિસેમ્બરના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) આંકડા નબળા અપેક્ષીત હોવા ઉપરાંત શુક્રવારે ૧૬, ડિસેમ્બરના એડવાન્સ ટેક્ષની ચૂકવણી ઓછી અપેક્ષીત હોવા સાથે અન્ન મોંઘવારીનો આંક ૮ ટકાથી ઘટીને ૬.૬ ટકા આવ્યા છતાં માસિક ફુગાવાના આંક પર નજરે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા શુક્રવાર ૧૬, ડિસેમ્બરના ધિરાણ નીતિની સમીક્ષામાં સીઆરઆરમાં ઘટાડો કરવાનું ટાળશે એવી શક્યતા સાથે મૂડી'ઝ દ્વારા ભારતનું રેટીંગ ડાઉનગ્રેડ થવાની અટકળોએ શેરોમાં એફઆઇઆઇ- હેજ ફંડોનું હેમરીંગ ચાલુ રહ્યું હતું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની પાછળ ફ્રન્ચલાઇન શેરોમાં ફંડોની સતત વેચવાલી ભેલ, લાર્સન ટાટા પાવર સહિતના પાવર, કેપિટલ ગુડઝ શેરો અને ઓટો શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ, બજાજ ઓટો, બેંકિંગ શેરો આઇસીઆઇસીઆઇ, એચડીએફસી, એચડીએફસી બેંક, સહિતમાં વેચવાલીના દબાણે સેન્સેક્ષ આગલા બંધ ૧૬૪૮૮.૨૪ સામે ૨૨૯.૮૦ પોઇન્ટ નીચે ગેપમાં ૧૬૨૫૮.૪૪ મથાળે ખુલીને ગબડતો જઇ ૧૨.૪૫ વાગ્યે એક તબક્કે ૩૪૫.૯૨ પોઇન્ટ તૂટીને નીચામાં ૧૬૧૪૨.૩૨ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયા મથાળેથી પાછો ફરીને એક વાગ્યે યુરોપના બજારો પોઝિટીવ ખુલ્યા પાછળ શોર્ટ કવરીંગે આંશિક ઘટાડો પચાવીને બપોરે ૨.૩૦ વાગ્યે ઉપરમાં ૧૬૩૮૨.૫૭ સુધી પહોંચ્યો હતો. પરંતુ ઇસીબીએ બોન્ડસમાં નવી ખરીદીનો ઇન્કાર કરતા યુરોપના બજારોમાં ઉછાળો ઓસરવા લાગતા અને સપ્તાહના અંતિમ દિવસે લેણની પોઝિશન નહીં ઉભી રાખવાની સાવચેતીએ લેણ ખંખેરાતા સેન્સેક્ષ અંતે ૨૭૪.૭૮ પોઇન્ટના ઘટાડે ૧૬૨૧૩.૪૬ બંધ રહ્યો હતો.
આર્થિક વૃદ્ધિનો અંદાજ ઘટાડી ૭.૨૫થી ૭.૭૫ ટકા ઃ ઓટો, પાવર- કેપિટલ ગુડઝ શેરોમાં ગાબડાં
એનએસઇનો નિફ્ટી સ્પોટ ઇન્ડેક્ષ આગલા બંધ ૪૯૪૩.૬૫ સામે ૪૮૭૦.૭૫ મથાળે ખુલીને આરંભમાં ઉપરમાં ૪૯૦૧ પહોંચીને તુરંત પાછો ફરીને રિલાયન્સ, ભેલ, લાર્સન, સેઇલ, જેપી એસોસીયેટસ, સિમેન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા પાવર, આઇડીએફસી, બજાજ ઓટો, સ્ટરલાઇટમાં ફંડોની વેચવાલીએ બપોરે ૧૨.૪૨ વાગ્યે ૧૦૧.૭૦ પોઇન્ટના કડાકે નીચામાં ૪૮૪૧.૭૫ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળે યુરોપ પાછળ રીકવરીને આંશિક ઘટાડો પચાવી ઉપરમાં ૪૯૧૮.૩૫ સુધી પહોંચ્યો હતો, પરંતુ ફરી ફંડોના હેમરીંગ અને સપ્તાહના અંતે સાવચેતીમાં લેણ ખંખેરાતા અંતે ૭૬.૯૫ પોઇન્ટ તૂટીને ૪૮૬૬.૭૦ બંધ રહ્યો હતો. સરકારે વૈશ્વિક આર્થિક અસ્થિરતાએ આર્થિક વૃદ્ધિનો અંદાજ ચાલુ વર્ષ ૨૦૧૧-૧૨ માટે અગાઉના ૮ ટકાથી ઘટાડી ૭.૨૫થી ૭.૭૫ ટકા મૂકતા બજાર પર નેગેટીવ અસર થઇ હતી.
નિફ્ટી-ઇન્ડેક્ષ ફ્યુચરમાં એફઆઇઆઇની રૃા. ૧૦૮૦ કરોડની વેચવાલી ઃ ડીસે. ફ્યુચર ૪૮૫૦ના તળીયે
ડેરીવેટીવ્ઝમાં નિફ્ટી બેઝડ બુધવારે છેલ્લી ૧૫ મીનિટમાં હેજ ફંડોએ કરેલા હેમરીંગ બાદ ગઇકાલે ગુરુવારે પણ ઇન્ડેક્ષ ફ્યુચર્સમાં રૃા. ૧૦૮૧ કરોડની નેટ વેચવાલી કર્યાના આંકડા બાદ આજે પણ હેમરીંગ ચાલુ રાખીને નિફ્ટીમાં વેચવાલી કરી હતી. નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૫૭૨૦૧૭ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૯૮૩.૩૩ કરોડના ટર્નઓવરે ૪૯૫૬.૬૦ સામે ૪૮૭૯ ખુલી નીચામાં ૪૮૫૦.૧૦ સુધી ખાબકી ઉપરમાં ૪૯૪૨.૬૫ થઇ અંતે ૪૮૮૨.૨૫ બોલાતો હતો. બેંક નિફ્ટી ડિસેમ્બર ફ્યુચર ૮૯૨૯.૯૦ સામે આજે ૮૭૯૫.૮૦ ખુલી ઉપરમાં ૮૯૬૭.૭૦ અને નીચામાં ૮૭૦૦ સુધી ગબડી છેલ્લે ૮૮૬૦.૦૫ બોલાતો હતો.
નિફ્ટી ૪૮૦૦નો પુટ ૭૩.૮૫થી ઉછળીને ૧૧૨.૭૦ બોલાયો ઃ ૫૨૦૦નો કોલ ૨૦.૫૦ થઇ ૨૫.૪૫
નિફ્ટી ૪૮૦૦નો પુટ ૫૧૦૧૯૦ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૨૩૪૮૭.૫૩ કરોડના ટર્નઓવરે ૭૩.૮૫ સામે ૯૫ ખુલી ઉપરમાં ૧૧૨.૭૦ અને નીચામાં ૭૫.૨૦ થઇ છેલ્લે ૯૮ બોલાતો હતો. નિફ્ટી ૪૭૦૦નો પુટ ૫૧.૨૫ સામે ૭૧ ખુલી નીચામાં ૫૦.૬૫થી ઉપરમાં ૭૮.૮૦ થઇ છેલ્લે ૬૮.૧૫ બોલાતો હતો. નિફ્ટી ૫૦૦૦નો કોલ ૫૩૦૦૫૧ કોન્ટ્રેક્ટસમાં રૃા. ૧૩૪૬૭.૫૮ કરોડના ટર્નઓવરે ૧૦૬.૬૦ સામે ૭૮ ખુલી ઉપરમાં ૧૦૧.૩૫થી નીચામાં ૬૬.૪૫ થઇ છેલ્લે ૭૬ બોલાતો હતો. નિફ્ટી ૫૧૦૦નો કોલ ૬૬.૨૫ સામે ૪૮ ખુલી નીચામાં ૩૮ અને ઉપરમાં ૬૩ થઇ છેલ્લે ૪૫.૮૦ હતો. નિફ્ટી ૫૨૦૦નો કોલ ૩૭.૯૫ સામે ૨૪ ખુલી ઉપરમાં ૩૬થી નીચામાં ૨૦.૫૦ સુધી તૂટી છેલ્લે ૨૫.૪૫ બોલાતો હતો.
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રૃા. ૨૪ તૂટીને રૃા. ૭૫૫ ઃ સપ્તાહમાં રૃા. ૮૧૯ ટોચથી રૃા. ૬૪ ગબડયો
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં કેજી-ડી૬ બ્લોકમાંથી ગેસના લક્ષ્યાંકથી ઓછા ઉત્પાદન મામલે ઓઇલ મંત્રાલય સાથે ઘર્ષણ અને આર્બીટ્રેશન નોટીસને પગલે વિવાદમાં એફઆઇઆઇની સતત વેચવાલીના દબાણ અને હજુ કંપની વિરુદ્ધ નેગેટીવ સમાચારની અટકળોએ ઇન્વેસ્ટરો વેચવાલ બનતા શેર રૃા. ૨૩.૭૫ તૂટીને રૃા. ૭૫૫.૪૫ રહ્યો હતો. જે એક સપ્તાહમાં રૃા. ૮૧૯ના વધ્યામથાળેથી રૃા. ૬૪ તૂટયો છે.
ઓટો કંપનીઓનો વેચાણ વધારવા પ્રયાસને નબળો પ્રતિસાદ ઃ મહિન્દ્રા, બજાજ ગબડયા
ઓટોમોબાઇલ કંપનીઓના નવેમ્બરમાં વેચાણના આંકડા સ્થાનિકમાં કાર વેચાણના ૭ ટકા વૃદ્ધિ અને ટુ-વ્હીલરમાં ૨૫ ટકા વૃદ્ધિના આવ્યા છતાં હવે મંદીના એંધાણે ડિસેમ્બરમાં માગમાં તીવ્ર ઘટાડો નોંધાયાના અહેવાલ અને કંપનીઓ દ્વારા રૃપિયા સામે ડોલરની મજબૂતીથી કારના ભાવમાં વધારાની નેગેટીવ અસરના અંદાજે શેરોમાં વેચવાલી નીકળી હતી. કંપનીઓની વેચાણ વધારવા ડિસ્કાઉન્ટ ભેટ, અનવની ઓફરોને નબળો પ્રતિસાદ સાપડી રહ્યાનું અને હવે જાન્યુઆરીથી વાહનોના ભાવ વધશે એવો હાઉ બતાવી વેચાણ વધારવા પ્રયાસ થઇ રહ્યો છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૃા. ૨૬.૪૦ તૂટીને રૃા. ૭૦૩.૭૫, બજાજ ઓટો રૃા. ૫૮.૧૦ તૂટીને રૃા. ૧૬૭૦.૬૦, ટાટા મોટર્સ રૃા. ૫.૮૦ ઘટીને રૃા. ૧૮૨.૯૫, હીરોમોટોકોર્પ રૃા. ૧૪.૧૫ ઘટીને રૃા. ૨૦૪૦, ભારત ફોર્જ રૃા. ૪.૭૦ ઘટીને રૃા. ૨૬૨.૯૫ રહ્યા હતા. બીએસઇ ઓટો ઇન્ડેક્ષ ૧૯૭.૩૬ પોઇન્ટ ઘટીને ૮૫૨૧.૭૧ રહ્યો હતો.
સોમવારે આઇઆઇપી વૃદ્ધિ નબળી અપેક્ષીત ઃ પાવર શેરોના ફ્યુઝ ફરી ઉડયા ઃ ભેલ, લાર્સન ગબડયા
ઔદ્યોગિક ઉત્પાદનમાં ઓક્ટોબરમાં સાત ટકા ઘટાડા હોવાના અંદાજ સાથે હવે સોમવારે ૧૨, ડિસેમ્બરના ઔદ્યોગિક ઉત્પાદન વૃદ્ધિના (આઇઆઇપી) ઓક્ટોબર મહિનાના સત્તાવાર આંક જાહેર થનાર હોઇ નબળી અપેક્ષાએ પાવર, કેપિટલ ગુડઝ શેરોમાં ઓફલોડીંગ વધ્યું હતું. બીજીઆર એનર્જી રૃા. ૧૫.૩૦ તૂટીને રૃા. ૨૩૭.૩૫, ઉષા માર્ટીન રૃા. ૧.૧૫ ઘટીને રૃા. ૨૨.૭૦, ક્રોમ્પ્ટન ગ્રીવ્ઝ રૃા. ૪.૬૦ તૂટીને રૃા. ૧૨૬.૫૦, ભેલ રૃા. ૯.૪૫ ઘટીને રૃા. ૨૬૪.૧૦, સિમેન્સ રૃા. ૨૦.૩૫ તૂટીને રૃા. ૬૮૯.૭૦, લાર્સન રૃા. ૩૫.૯૫ ઘટીને રૃા. ૧૨૨૭, એબીબી રૃા. ૯.૩૦ ઘટીને રૃા. ૬૦૫, અલ્સ્ટોમ પ્રોજેક્ટસ રૃા. ૪.૯૦ ઘટીને રૃા. ૩૫૮.૧૫, હવેલ્સ ઇન્ડિયા રૃા. ૫.૭૫ ઘટીને રૃા. ૪૩૪.૮૫, પીટીસી ઇન્ડિયા રૃા. ૧.૪૫ ઘટીને રૃા. ૪૮.૭૦, રિલાયન્સ ઇન્ફ્રા. રૃા. ૯.૭૫ ઘટીને રૃા. ૩૮૭.૯૦, ટાટા પાવર રૃા. ૨.૯૫ ઘટીને રૃા. ૯૫.૨૫ રહ્યા હતા. બીએસઇ કેપિટલ ગુડઝ ઇન્ડેક્ષ ૨૪૯.૨૩ પોઇન્ટ તૂટીને ૯૩૯૪.૮૭ રહ્યો હતો. જીએમઆર ઇન્ફ્રા. ૯૦ પૈસા ઘટીને રૃા. ૧૮.૬૫, લેન્કો ઇન્ફ્રા. રૃા. ૧૧.૪૮ રહ્યા હતાં.
મેટલ શેરોમાં લંડન મેટલ પાછળ નરમાઇ ઃ સેઇલ, સ્ટરલાઇટ, સેસાગોવા ઘટયા
યુરો ઝોનને ઉગારવા યુરોપીય સમુદાયના દેશોમાં કડક નવા પગલાં નવી સંધિ માટે સંમતી અને ૨૦૦ અબજ ડોલરથી વધુ આઇએમએફને ફંડીંગને સંમતી છતાં યુરોપીય સેન્ટ્રલ બેંકે યુરોપના દેશોના બોન્ડસ ખરીદવાનો ઇન્કાર કરતા યુરોપમાં લંડન મેટલ એક્ષચેન્જમાં નરમાઇની અસરે મેટલ શેરોમાં વેચવાલી હતી. સેઇલ રૃા. ૪.૪૫ ઘટીને રૃા. ૮૩.૨૦, સ્ટરલાઇટ રૃા. ૩.૩૫ ઘટીને રૃા. ૧૦૧.૪૦, જેએસડબલ્યુ સ્ટીલ રૃા. ૧૩.૧૫ ઘટીને રૃા. ૫૮૭.૫૦, સેસાગોવા રૃા. ૩.૪૦ ઘટીને રૃા. ૧૭૫, ટાટા સ્ટીલ રૃા. ૫.૫૫ ઘટીને રૃા. ૩૯૮.૨૫ રહ્યા હતાં.
ડોલર રૃા. ૫૨ની સપાટી કુદાવી રૃા. ૫૨.૨૭ છતાં આઇટી શેરો ઘટયા ઃ ક્રુડ ઘટીને ૧૦૮ ડોલર ઓઇલ શેરો વધ્યા
રૃપિયા સામે ડોલર આજે વધુ મજબૂત બનીને રૃા. ૫૨ની સપાટી કુદાવી આરંભમાં ૫૨ પૈસા ઉછળીને રૃા. ૫૨.૨૭ થઇ સાંજે રૃા. ૫૨.૦૩ જેટલો રહેવા છતાં આઇટી શેરોમાં વેચવાલી હતી. વિપ્રો રૃા. ૧૦.૨૫ ઘટીને રૃા. ૪૦૩, એમ્ફેસીસ રૃા. ૩.૪૫ ઘટીને રૃા. ૩૨૨.૨૫, પટની કોમ્પ્યુટર રૃા. ૪.૫૦ ઘટીને રૃા. ૪૪૫.૯૦, ઇન્ફોસીસ રૃા. ૧૭.૬૦ ઘટીને રૃા. ૨૭૦૬.૧૫, ટીસીએસ રૃા. ૫.૬૦ ઘટીને રૃા. ૧૧૭૧.૭૦ રહ્યા હતા. ક્રુડ ઓઇલના આંતરરાષ્ટ્રીય ભાવ નાયમેક્ષ ક્રુડના બેરલ દીઠ ૯૮.૮૪ ડોલર અને બ્રેન્ટ ક્રુડ ઓઇલના ૧૦૮.૧૧ ડોલર રહેતા ઓઇલ-પીએસયુ માર્કેટીંગ શેરોમાં મજબૂતી રહી હતી. એચપીસીએલ રૃા. ૬.૩૫ વધીને રૃા. ૨૯૩.૬૫, ઇન્ડિયન ઓઇલ કોર્પ રૃા. ૩.૮૦ વધીને રૃા. ૨૭૦.૧૦, બીપીસીએલ રૃા. ૨.૬૫ વધીને રૃા. ૫૫૩.૧૫ રહ્યા હતાં.
ડીશ ટીવી, જેટ એર, સીઇએસસી તૂટયા ઃ ૧૬૪૦ શેરો ઘટયા ઃ ૨૦૯ શેરોમાં મંદીની સર્કિટ
'એ' ગુ્રપના પ્રમુખ અન્ય તૂટનાર શેરોમાં ડીશ ટીવી રૃા. ૩.૭૦ તૂટીને રૃા. ૬૧.૧૦, જેટ એર ઇન્ડિયા રૃા. ૧૪.૨૫ તૂટીને રૃા. ૨૩૫.૮૦, સીઇએસસી રૃા. ૧૨.૨૫ ઘટીને રૃા. ૨૨૯.૭૫, એજ્યુકોમ્પ સોલ્યુશન્સ રૃા. ૧૦.૭૫ ઘટીને રૃા. ૨૦૨.૮૫, યુનાઇટેડ સ્પિરીટ રૃા. ૨૭.૨૫ ઘટીને રૃા. ૭૧૫.૮૦ રહ્યા હતા. શેરોમાં વ્યાપક વેચવાલીના દબાણે બીએસઇમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૮૪૮ સ્ક્રીપમાંથી ઘટનારની સંખ્યા ૧૬૪૮ અને વધનારની ૧૦૪૦ રહી હતી. ૨૦૯ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે ૧૪૩ શેરોમાં તેજીની ઉપલી સર્કિટ રહી હતી.
એફઆઇઆઇની રૃા. ૨૪૯ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી ઃ ડીઆઇઆઇ લેવાલ
એફઆઇઆઇ- વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ આજે શુક્રવારે કેશ સેગ્મેન્ટમાં રૃા. ૨૪૮.૫૭ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૃા. ૧૭૭૧.૬૭ કરોડના શેરોની ખરીદી સામે કુલ રૃા. ૨૦૨૦.૨૪ કરોડના શેરોનું વેચાણ કર્યું હતું. ડીઆઇઆઇ- સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ રૃા. ૧૧૫.૨૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી કરી હતી.
રોકાણકારોના વધુ રૃા. ૬૭ હજાર કરોડ ધોવાયા
શેરોમાં સતત વ્યાપક વેચવાલીએ આજે બીએસઇમાં લિસ્ટેડ કંપનીઓના શેરોમાં રોકાણકારોની સંપત્તિનું માર્કેટ કેપિટલાઇઝેશનનું વધુ રૃા. ૬૭ હજાર કરોડનું ધોવાણ થઇ રૃા. ૫૬.૮૭ લાખ કરોડનું માર્કેટ કેપ. રહ્યું હતું.
યુરોપમાં અફડાતફડી વચ્ચે સાંજે ૪૦થી ૯૭ પોઇન્ટનો ઉછાળો ઃ એશીયામાં હેંગસેંગ ૫૨૨, નિક્કી ૧૨૮ તૂટયા
એશીયાના અન્ય દેશોના બજારોમાં જાપાનનો નિક્કી ઇન્ડેક્ષ ૧૨૮.૧૨ પોઇન્ટ ઘટીને ૮૫૩૬.૪૬, હોંગકોંગનો હેંગસેંગ ૫૨૧.૫૮ પોઇન્ટ તૂટીને ૧૮૫૮૬.૨૦, ચીનનો સાંઘાઇ કોમ્પોઝિટ ૧૪.૫૫ પોઇન્ટ ઘટીને ૨૩૧૫.૨૭, તાઇવાન વેઇટેજ ૮૯.૬૦ પોઇન્ટ ઘટીને ૬૮૯૩.૩૦, દક્ષિણ કોરિયાનો કોસ્પી ૩૭.૬૪ પોઇન્ટ ઘટીને ૧૮૭૪.૭૫, સિંગાપુરનો સ્ટ્રેઇટ ટાઇમ્સ ૩૩.૭૧ પોઇન્ટ તૂટીને ૨૬૯૪.૬૦ રહ્યા હતા. યુરોપના બજારોમાં અફડાતફડી વચ્ચે સાંજે ચાલુ બજારે લંડનનો ફુત્સી ૪૩ પોઇન્ટ, જર્મનીનો ડેક્ષ ૯૭ પોઇન્ટ, ફ્રાંસનો કેક ઇન્ડેક્ષ ૫૫ પોઇન્ટ, સ્વીઝ ઇન્ડેક્ષ ૪૩ પોઇન્ટનો ઉછાળો બતાવતા હતાં.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
ઝરદારી દુબઇથી લંડન જશે પાક. પાછા ફરવા અંગે અટકળો
પાક.ના બલોચિસ્તાનમાં હિન્દુ વેપારીનું અપહરણ
અફઘાનિસ્તાનમાં મસ્જીદ પર વિસ્ફોટ ઃ ૬નાં મોત
હું તુષ્ટિકરણની નીતિ અપનાવતો હોઉં તો ઓસામાને પૂછો ઃ ઓબામા
યુરોપની દેવા કટોકટી નિવારવા ૨૩ રાષ્ટ્રો વચ્ચે આર્થિક સંધિ
ભારતમાં ઇન્ટરનેટ પર નિયંત્રણો લાદવા સામે યુએનનો વિરોધ
માલ્યાએ કિંગ ફિશરને બચાવવા ૨૪૯ કરોડની જાતજામીનગીરી આપી
માર્ચના અંત સુધીમાં ફુગાવો ઘટવાની આશા ઃ વિકાસ દર ૭.૫ ટકા રહેવા સંભવ
સેન્સેકસમાં વધુ ૨૭૫ પોઇન્ટનું ગાબડું ઃ ડોલર સામે રૃપિયાની પીછેહઠ
સમિતિના રિપોર્ટની વિશ્વસનીયતા સામે ઉઠેલા સવાલો
ભુજ એરબેઝ પર જયારે ૬ કલાકમાં ૬૫ બોમ્બ ઝીંકાયા હતા
યુગાન્ડામાં ગુજરાતી ઉધોગપતિ ઉપર ગોળીબાર ઃ ૧.૭૦ કરોડ સિલીંગની લૂંટ
કીમની બેંક ઓફ બરોડા આખી રાત રામભરોસે રહી!
આજે ૨૦૧૧ના વર્ષનું આખરી ખગ્રાસ ચન્દ્ર ગ્રહણ યોજાશે
નબળા આર્થિક- રાજકીય પરિબળોએ શેરોમાં એફઆઇઆઇ સતત વેચવાલ ઃ સેન્સેક્ષ ૨૭૫ તૂટી ૧૬૨૧૩
સોનામાં તેજીને બ્રેક લાગી ઉંચા ભાવથી રૃ.૧૭૫ તૂટયા
માત્ર વેચનાર પાસેથી સ્ટેમ્પ ડયુટી લેવાશે ટ્રેડિંગ કોસ્ટ ઘટશે
આર્થિક વિકાસ ધીમો થવાની દહેશતે તૂટતા ભારતીય સૂચકાંકો
વિનિમય દર હંમેશા આરબીઆઈના રડાર પર
સેહવાગને સુપર ઇનિંગ બમ્પર કમાણી કરાવશે ઃ કરોડોની જાહેરાતો માટે ઓફર
સેહવાગના બેકફૂટને દોરડાથી બાંધીને પ્રેક્ટીસ કરાવવી પડતી હતી
ઇજાગ્રસ્ત એરોનના સ્થાને વિનય કુમારનો ટેસ્ટ ટીમમાં સમાવેશ
પ્રથમ ટેસ્ટ ઃ બાંગ્લાદેશના ૧૩૫ સામે પાકિસ્તાનના વિના વિકેટે ૧૩૨

બીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયા સામે ન્યુઝીલેન્ડ ૧૫૦ રનમાં ખખડયું

સંજય દત્તને કારણે અજય દેવગણની ફિલ્મનું શૂટિંગ અટકાવવામાં આવ્યું
ઇમરાન હાશ્મી ઠીંગણો છે એમ કહેનારી બિપાશા બાસુ પાંચ વર્ષે તેની સાથે કામ કરવા તૈયાર
કરણ જોહરની ફિલ્મનું ટાઇટલ બદલાયું તેનું મૂળ કારણ જાણવા મળ્યું
અભય દેઓલ અને જેનેલિયા ડિ'સોઝા અભિનીત ફિલ્મના
૨૦૧૩માં ભારતીય ફિલ્મ ઉદ્યોગ તેની શતાબ્દીની ઉજવણી કરશે
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
  More Stories
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved