Last Update : 09-Dec-2011, Friday
 

ખુશ્બુ અક્ષયકુમારની... ફિલ્મો ગુજરાતીમાં !

 

ચારેક દિવસ પહેલા ‘ખેલ મહાકુંભ’માં આવેલા અક્ષયકુમારે કહ્યું હતું કે, ‘મારે પણ ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર બનવું છે.’
લો બોલો, ‘ગુજરાત દેખા નહિ, કે માંગના શુરૂ...’
ચાલો, માની લઈએ કે અમિતાભ બચ્ચન પણ ખોટું ન લગાડે અને મુખ્યમંત્રીજી (સબ સે બડા ખિલાડી) પણ વાંધો ન લે, તે સૌથી પહેલા અક્ષયકુમારની હિન્દી ફિલ્મોનું ગુજરાતીમાં ડબિગ કરી નાખવા જેવું છે !
જો કે એમાં ‘ખિલાડી’ સિરીઝમાં જરા લોચા પડે એવુ છે.. છતાં ટાઇટલ તો વાંચો !
* * *
સૌગંધ - તારા સમ, મ્હારી વ્હાલી !
મુજ સે શાદી કરોગી - મારી હારે લગન કરવાં છે, લાડી ?
હેરાફેરી - હરવું ને ફરવું ! ભલા માણસ !...
ફિર હેરાફેરી - ‘કરવું’ ને ફરવું !
મોહરા - ઓલ્યાં ‘માસ્ક’ ભૂલી ગ્યા ?
* * *
હેય બેબી - કાં,, એલી બેબલી !
વેલકમ - હાયલા આવો, બાપલ્યા !
બ્લુ - ભૂરું
હાઉસફૂલ - ખોરડાં છલોછલ
પટિયાલા હાઉસ - પાટિયાવાળું ખોરડું
ટશન - ટેસડા બાપુ !
ચાંદનીચોકથી ચાઇના - એ હાલો ચાંદલોડિયાથી ચીન !
એક્શન રિપ્લે - ફરી ઈનું ઈ !
સંિઘ ઇઝ કંિગ - ખારીશીંગના કિગ
દે ધનાધન - દીધે રાખો બાપલ્યા !
દેસી બોયઝ્‌ - દેશી ભાયડાના ભડાકા
થેન્ક યુ - એ ‘ઠેન્ક યુ’ હોં ?
* * *
ભાગમભાગ - ભાગજો લ્યા, સીબીઆઇ આવી !
નમસ્તે લંડન - અમસ્તુ લંડન (વિઝા નથી દેતું !)
ખાખી - ખાખી ‘વણજારા’
પોલીસ ફોર્સ ઃ એન ઇન્સાઇડ સ્ટોરી - પોલીસબેડાની માલીકોરની કરમકહાણી
આન ઃ મેન એટ વર્ક - ‘આણ’ તને એન્કાઉન્ટરની....
* * *
ખિલાડી - તાલુકા કક્ષાનો ખેલાડી
મૈ ખિલાડી તુ અનાડી - હું ખેલાડી, તું રમવા જા
મિસ્ટર એન્ડ મિસિસ ખિલાડી - હાલ, ‘ઘરઘત્તા’ રમીએ !
ખિલાડીયોં કે ખિલાડી - બિલ પાસ કરતા કારકુનો
ખિલાડી ૪૨૦- ફાઇલ પાસ કરાવતા ખેલાડી
ઇન્ટરનેશનલ ખિલાડી - ઈ તો એક જ છે, બીજું કોણ ?

- મન્નુ શેખચલ્લી

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved