Last Update : 09-Dec-2011, Friday
 

પી. ચિદમ્બરમ માટે માઠા દિવસો આવી રહ્યા છે

 

ઇ.સ. ૨૦૦૮ની ૩૦મી જાન્યુઆરીએ એ. રાજા અને પી. ચિદમ્બરમ વચ્ચે જે મિટીંગ થઇ તેની મિનિટ્સ ચિદમ્બરમ માટે મોતનો સામાન બની શકે તેવી છે

૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં અત્યાર સુધી જે રાજકારણીઓ જેલમાં ગયા છે તેઓ મગતરાં જેવા છે. એ. રાજા અને કનિમોઝી જેવા કનિષ્ઠ કક્ષાના નેતાઓ મળીને ૧.૭૬ લાખ કરોડનું કૌભાંડ આચરી શકે એ વાતમાં માલ નથી. આ કૌભાંડમાં કેટલાક ટોચના રાજકારણીઓ સંડોવાયેલા છે એવું શરૃઆતથી જ બોલાતું હતું. આ રાજકારણીઓ એટલા શક્તિશાળી છે કે સીબીઆઇ તેમને આંગળી અડાડવાની હિંમત પણ કરી શકે તેમ નથી. તેમાંના એક શકમંદ વર્તમાન ગૃહ પ્રધાન અને ભૂતપૂર્વ નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ છે. જનતા પાર્ટીના અધ્યક્ષ ડૉ. સુબ્રમણ્યમ સ્વામી પાસે એવા જડબેસલાક પુરાવાઓ છે કે ચિદમ્બરમ અને રાજાએ સાથે મળીને જ ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડ આચાર્યું હતું. આ પુરાવાઓના આધારે તેમણે ૨-જી કૌભાંડમાં ચિદમ્બરમને પણ સહ આરોપી બનાવવા સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી છે.
સીબીઆઇની અદાલતમાં અરજીની સુનાવણી પૂરી થઇ ગઇ હતી અને ગુરુવારે તેનો ચુકાદો આવવાનો હતો. સીબીઆઇની સ્પેશિયલ અદાલતના જજ સાહેબે ચિદમ્બરમને આરોપી બનાવવાનો આદેશ આપવાને બદલે ડો. સ્વામીને ૧૭મી ડિસેમ્બરે સાક્ષીના પિંજરામાં આવીને તેમની સામે પુરાવાઓ રજૂ કરવાની તક આપી છે. ૧૭મી તારીખે જો સ્વામીની જુબાનીથી અદાલત સંતુષ્ટ થશે તો તેમને ચિદમ્બરમની ઉલટ તપાસ કરવાની તક આપવામાં આવશે. આ ઉલટતપાસમાં જો ચિદમ્બરમની સંડોવણીના પ્રથમદર્શી પુરાવાઓ મળશે તો ચિદમ્બરમ સામે કેસ ફાઇલ કરીને તેમની પણ ધરપકડ કરવામાં આવશે. ડો. સ્વામીએ કરેલી આગાહી મુજબ ખ્રિસ્તી નવાં વર્ષનો પ્રારંભ થાય તે પહેલા ચિદમ્બરમ જેલમાં હશે.
સુબ્રમણ્યમ સ્વામીએ પી. ચિદમ્બરમ ઉપર એવો આક્ષેપ કર્યો છે કે તેમણે એ. રાજાને કહ્યું હતું કે એનડીએ સરકારની નીતિ પ્રમાણે નાણાં પ્રધાન અને ટેલિકોમ પ્રધાન મળીને સ્પેક્ટ્રમની કિંમત નક્કી કરી શકે છે. આ સૂચન મુજબ વર્તીને એ. રાજાએ ઇ.સ. ૨૦૦૧ના ભાવે ૨૦૦૮માં સ્પેક્ટ્રમની કિંમત નક્કી કરી હતી. તત્કાલિન નાણાં સચિવ સુબ્બારાવે આ ભાવનો વિરોધ કર્યો તેની ચિદમ્બરમે ઉપેક્ષા કરી હતી. ચિદમ્બરમે વડા પ્રધાન મનમોહન સિંહને આ બાબતમાં પત્ર લખીને તેમને પણ જાણ કરી હતી. એટલે જો આ નિર્ણય માટે ચિદમ્બરમને દોષિત ઠેરવવામાં આવે તો તેમાં વડાપ્રધાન મન મોહન સિંહ પણ સંડોવાઇ જાય તેમ છે. કદાચ આ કારણે મન મોહન સિંહ કાયમ ચિદમ્બરનો બચાવ કરતા આવ્યા છે. ચિદમ્બરમ ઉપર બીજો આક્ષેપ ો છે કે સ્વાન ટેલિકોમ અને યુનિટેકને સસ્તામાં ૨-જીનાં લાઇસન્સ મળી ગયાં તે પછી તેમણે આ લાઇસન્સ વિદેશી ટેલિકોમ કંપનીઓન ઊંચા દરે વેચીને કમાણી કરી તેની પરવાનગી નાણાં પ્રધાન તરીકે ચિદમ્બરમે આપી હતી. આ આરોપો અત્યંત ગંભીર પ્રકારના છે. જે રીતે ગાળિયા ચિદમ્બરમના ગળાની નજીક આવી રહ્યો છે તે જોતાં હવે તેઓ બચી શકે તેમ લાગતું નથી.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ખરેખરા આરોપીઓને સજા થાય તે માટે સુબ્રમણ્યમ સ્વામી જે ખંતથી લાગી પડયા છે એ માટે તેમને દાદ દેવી પડે. સ્વામીએ સુપ્રિમ કોર્ટમાં જાહેર હિતની અરજી કરી હતી તેને પગલે તો સુપ્રિમ કોર્ટ દ્વારા આ કેસની તપાસ સીબીઆઇને સોંપવામાં આવી છે. સ્વામીની આ અરજીના કારણે જ એ.રાજા અને કનિમોઝી જેવા રાજકારણીઓ ઉપરાંત ટેલિકોમ કંપનીઓના ટોચના અધિકારીઓ જેલમાં ગયા હતા. સ્વામીએ પછી અદાલતમાં ચિદમ્બરમને સહ આરોપી બનાવવા માટે અરજી કરી હતી. સ્વામીની અરજીના આધારે અદાલતે સીબીઆઇને કેટલીક ખાનગી ફાઇલો સ્વામીને સોંપવાનો આદેશ કર્યો હતો.
૧૭મી નવેમ્બરે સીબીઆઇએ સ્વામીને આશરે ૪૦૦ પાનાંના દસ્તાવજો સોંપ્યા હતા, જેમાં એ. રાજાએ ફાઇલો પર કરેલી ખાનગી નોંધોનો પણ સમાવેશ થતો હતો. આ ફાઇલો પરથી સ્વામીને જાણવા મળ્યું કે ૨-જી સ્પેક્ટ્રમના ભાવો ઇ.સ. ૨૦૦૧ના દરે રાખવા બાબતમાં ચિદમ્બરમ અને રાજા વચ્ચે ચાર બેઠકો થઇ હતી.
કેન્દ્ર સરકાર આ બેઠકોની મિનિટસ આપવામાં ગલ્લાંતલ્લાં કરતી હતી. હવે સ્વામી પાસે આ મિનિટસ આવી ગઇ છે. મહત્વની વાત એ છે કે એ.રાજાએ પણ પોતાના બચાવમાં જણાવ્યું છે કે સ્પેક્ટ્રમના ભાવો નક્કી કરવાનો નિર્ણય તેમનો એકલાનો નહોતો પણ તત્કાલિન નાણાંપ્રધાન ચિદમ્બરમ પણ તેમાં સામેલ હતા. ચિદમ્બરમને જ્યારે અદાલતના સમન્સ જશે ત્યારે તેમણે પાંજરામાં ઊભા રહીને આ દરેક સવાલોના જવાબો આપવા પડશે.
સ્પેક્ટ્રમની ફાળવણી બાબતમાં ઇ.સ. ૨૦૦૮ની ૩૦મી જાન્યુઆરીએ પી. ચિદમ્બરમ અને એ. રાજા વચ્ચે જે મિટીંગ થઇ હતી એ ચિદમ્બરમ માટે મોતનો સામાન બની ગઇ છે એ. રાજાએ પાણીના ભાવે સ્પેક્ટ્રમની ફાળવણી કરી દીધી તેના બરાબર ૨૦ દિવસ પછી આ મિટીંગ થઇ હતી.
આ બેઠક અગાઉ તત્કાલિન નાણાં સચિવ ડી. સુબ્બારાવે ઇ.સ. ૨૦૦૧ના ભાવે ૨૦૦૭ની સાલમાં સ્પેક્ટ્રમની ફાળવણી કરવાનો વિરોધ કર્યો હતો. તેના અનુસંધાનમાં ૩૦મી જાન્યુઆરીની બેઠકમાં ચિદમ્બરમે નિવેદન કર્યું હતું કે સ્પેક્ટ્રમના ભાવોની ફેરવિચારણા કરવાનો સવાલ જ ઉપસ્થિત નથી થતો. આ નિવેદન મિનિટસમાં નોંધાયેલું છે. આ મિનિટસ તત્કાલિન નાણાં સચિવ સુબ્બારાવે પોતે તૈયાર કરી હતી. તેમ છતાં કેન્દ્ર સરકારે અદાલતને ગેરમાર્ગે દોરતાં જણાવ્યું હતું કે આ મિટીંગની મિનિટ્સ જ તૈયાર કરવામાં આવી નહોતી.
ટેલિકોમ ખાતાએ ૨-જી સ્પેક્ટ્રમની ફાળવણી ઇ.સ. ૨૦૦૧ના ભાવે ૧,૬૫૮ કરોડ રૃપિયામાં કરવાનો નિર્ણય કર્યો તેની જાણ તત્કાલિન નાણાં સચિવ ડી. સુબ્બારાવને થતાં તેમણે ઇ.સ. ૨૦૦૭ની ૨૨મી નવેમ્બરે ટેલિકોમ ખાતાને પત્ર લખીને આ ફાળવણી અટકાવવાનો આદેશ કર્યો હતો. આ મામલો જ્યારે ચિદમ્બરમ પાસે આવ્યો ત્યારે તેમણે રાજાના નિર્ણયને અનુમોદન આપ્યું હતું. હકીકતમાં ચિદમ્બરમે ઇ.સ. ૨૦૦૮ની ૧૫મી જાન્યુઆરીએ વડાપ્રધાનને એક પત્ર લખીને સિફારસ કરી હતી કે રાજાએ જે ભાવે સ્પેક્ટ્રમની ફાળવણી કરી છે તેને બંધ પ્રકરણ ગણી લેવામાં આવે. આ વાતની વડાપ્રધાનને પણ બરાબર જાણ હતી. આ કારણે વડાપ્રધાન મન મોહન સિંહે સંસદમાં પણ નિવેદન કર્યું હતું સ્પેક્ટ્રમના ભાવો બાબતમાં બે પ્રધાનો વચ્ચે મતભેદો હતા પણ પાછળથી તેઓ સંપી ગયા હતા. વડા પ્રધાનનું આ નિવેદન પણ સૂચવે છે કે સ્પેક્ટ્રમની ફાળવણી બાબતમાં જે કૌભાંડ થયું તેમાં એ. રાજા અને પી. ચિદમ્બરમનું સહિયારૃં હતું.
ઇ.સ. ૨૦૦૮ની ૩૦મી જાન્યુઆરીએ તત્કાલિન ટેલિકોમ પ્રધાન એ.રાજા અને તત્કાલીન નાણાં પ્રધાન પી. ચિદમ્બરમ વચ્ચે જે મિટીંગ થઇ તેની મિનિટસથી ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં પી. ચિદમ્બરમની ભૂમિકા સ્પષ્ટ થાય છે.
આ મિટીંગમાં ચિદમ્બરમે જણાવ્યું હતું કે ભૂતકાળના અનુભવોને ધ્યાનમાં લઇને સ્પેક્ટ્રમની ફાળવણી નક્કર કાનૂની ભૂમિકાએ જ થવી જોઇએ. ત્યારબાદ એવું નક્કી કરવામાં આવ્યું હતું કે એક સર્કલદીઠ વધુમાં વધુ આઠ ઓપરેટરોને જ લાઇસન્સ આપવાં જોઇએ. આ મિટીંગમાં એવી ચર્ચા પણ થઇ હતી કે કોઇ કંપનીને સ્પેક્ટ્રમની ફાળવણી કરવામાં આવે તે પછી કંપની વેચાઇ જાય અથવા કંપની કોઇને સ્પેક્ટ્રમ વેચી દે તો આ ફાળવણી રદ કરી દેવી જોઇએ. એ વખતે એવા નિયમો અમલમાં હતાં કે કોઇ કંપનીને સ્પેક્ટ્રમ ફાળવવામાં આવે તેના ત્રણ વર્ષ સુધી તે સ્પેક્ટ્રમ વેચી શકે નહીં. આ મિટીંગના ત્રણ મહિના પછી એ.રાજાએ એક પરિપત્ર બહાર પાડીને આ નિયમોમાં એવા ફેરફાર કર્યા કે કંપનીઓ માટે સ્પેક્ટ્રમનું વેચવું આસાન થઇ ગયું.
ઇ.સ. ૨૦૦૩માં એનડીએ સરકારે નક્કી કરેલી નીતિ મુજબ સ્પેક્ટ્રમની ફાળવણી અને ખાસ કરીને ભાવો નક્કી કરવાની બાબતમાં આખરી સત્તા નાણાં પ્રધાનની હતી.
ચિદમ્બરે કાયમ જાહેરમાં એવો દાવો કર્યો છે કે તેમણે 'વહેલા તે પહેલો'ના ધોરણે સ્પેક્ટ્રની ફાળવણીનો વિરોધ કર્યો હતો અને તેનું લિલામ કરવાનો જ આગ્રહ રાખ્યો હતો. ચિદમ્બરના આગ્રહના કારણે જ તત્કાલિકન નાણાં સચિવ ડી. સુબ્બારાવે ઇ.સ. ૨૦૦૭ની ૨૨મી નવેમ્બરે સ્પેક્ટ્રમની ફાળવણી ઇ.સ. ૨૦૦૧ના ભાવે ન કરવાનો આદેશ બહાર પાડયો હતો. સુબ્બારાવના કહેવા મુજબ તેમણે તત્કાલિન નાણાંપ્રધાન ચિદમ્બરમની જાણકારીપૂર્વક જ આદેશ બહાર પાડયો હતો. ૩૦મી જાન્યુઆરીની મિટીંગની મિનિટસ ઉપરથી પુરવાર થાય છે કે ચિદમ્બરમના આ વલણમાં પરિવર્તન આવ્યું હતું, જેને કારણે ૨-જીનું કૌભાંડ શક્ય બન્યું હતું.
૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં સુપ્રિમ કોર્ટના આદેશથી સીબીઆઇ દ્વારા જે તપાસ કરવામાં આવી રહી છે તેમાં હવે જેમના હાથમાં સીબીઆઇનો અંકુશ છે તેવા નેતાઓનો વારો આવવાનો છે. જે પી. ચિદમ્બરમ ઉપર એ.રાજા સાથે મળીને આ કૌભાંડ આચરવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે ચિદમ્બરમ અત્યારે ગૃહપ્રધાન છે અને સીબીઆઇના અધિકારીઓ તેમની આજ્ઞાા મુજબ કામ કરે છે. જો ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં ચિદમ્બરમને પણ સહ આરોપી બનાવવામાં આવે તો પાણીનો રેલો વડાપ્રધાન ડો. મનમોહનસિંહના પગ નીચે પણ આવી શકે છે, કારણ કે મન મોહનસિંહ અત્યાર સુધીમાં અનેકવાર એવાં નિવેદન કરી ચૂક્યા છે કે ચિદમ્બરમ્ ઉપર તેમને પૂરો વિશ્વાસ છે. જો ચિદમ્બમરમ્ જેલમાં જશે તો આ નિવેદનોને અલગ જ પરિપ્રેક્ષ્યમાં જોવામાં આવશે. તેને કારણે વડાપ્રધાન પણ મુશ્કેલીમાં મૂકાઇ શકે તેમ છે. ૨-જી સ્પેક્ટ્રમ કૌભાંડમાં હજી કેટલા નેતાઓ જેલમાં જશે તેનો અંદાજ મેળવવા આપણે ૧૭મી ડિસેમ્બર સુધી રાહ જોવી પડશે.
- સુપાર્શ્વ મહેતા

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved