Last Update : 09-Dec-2011, Friday
 

મુંબઈમાં ૨૬/૧૧ના હત્યાકાંડ પછી કેન્દ્ર અને રાજ્ય સરકારે ફડાકા તો ઘણાં માર્યા પરંતુ આજે ત્રણ વર્ષ પછી સ્થિતિ એની એ જ છે

- ઉલટાનું એક માત્ર પકડાયેલા ફાંસીની સજા પામેલા આતંકવાદી કસાબને જીવતો રાખવા માટે આપણા લાખો કરોડો રૂપિયા ખર્ચવામાં આવી રહ્યા છે
- કરોડ રૂપિયા જનતાના ખર્ચ્યા પણ ખોટા રસ્તે એળે ગયા
૨૬/૧૧ પર આધારિત ૧૫૦ ફિલ્મોના ટાઈટલ રજીસ્ટર્ડ થયા પણ ઉતરી છ-સાત ફિલ્મ જ.

આ સરકાર, આ વ્યવસ્થા, આ કાયદા, આ રાજકારણીઓ, આ વકીલો, વગેરે ઉપર દાંત કચકચાવીને ગુસ્સો ન ચઢે તો જ નવાઇ!
૨૬/૧૧ આવે અને દરેક દેશપ્રેમી સામાન્ય ભારતીય શરીરમાં જોશ અને વેરની ભાવની સળગવા લાગે છે.
એમાં મુંબઇવાસીઓમાં વઘુ.
ત્રણ વર્ષ પહેલાં આ જ દિવસે પાકિસ્તાની આતંકવાદી મોહમ્મદ અજમલ આમીર કસાબ પોતાના બીજા સાથીદાર આતંકવાદીઓ (એકઝેટ કેટલા હતા એ આંકડો આપણી હોંશિયાર કહેવાતી મુંબઇની પોલિસ શોધી શકી નથી!) સાથે મુંબઇમાં હાહાકાર મચાવ્યો અને ૧૬૬ મુંબઇકરોની હત્યા કરી.
એ પછી એ જ ૨૦૦૮ની ૨૬મી તારીખે એ આતંકવાદીઓમાંનો એક કસાબ પકડાયો અને ત્યારથી એને આપણી સરકાર અને વકીલો, કોર્ટો દરરોજના રૂપિયા ૨થી ૪ લાખ આપણા જનતાના એને જીવાડવા અને આપણી મહેમાનગતિ ચખાડવા વાપરી રહ્યા છે. (કોના....?)
આપણા દેશના મોટામાં મોટા દુશ્મન અને આપણો વિનાશ કરવા ઊભા કરાયેલા લશ્કરે તોયબાના એક અંગ જેવો એ કસાબ મુંબઇની આર્થર રોડ જેલમાં લીલા લહેર કરે છે! જ્યારે આપણી ૬૦ ટકા જનતાને આ જ સરકાર પૂરું પેટ પણ ભરાવી શકતી નથી!
આવો કસાબ બ્રિટિશરોએ ઘડેલા અને આપણી સરકારોએ એમાં ફેરફાર કર્યા વિના ચાલુ રાખેલા કાયદાઓનો લાભ આપણા દેશના હજારો ગુનેગારો જેમ લઇ રહ્યા છે એમ ફાંસીની સજા પામેલા ૭૦ જેટલા ગુનેગારો પણ લઇ રહ્યા છે.
એ અનુસાર કસાબને ૨૦૧૦ના મેની ૬ તારીખે અને મુંબઇની હાઇકોર્ટે આપેલી ફાંસીની સજા સામે સુપ્રિમ કોર્ટમાં ફાંસીની એ સજા વિરૂદ્ધ અરજી કરી છે.
સુપ્રિમ કોર્ટમાં હવે આ કેસ ૨૦૧૨ના ૨૯મી જાન્યુઆરીએ ચાલવાનો છે જેમાં કસાબને બચાવવા રાજુ રામચંદ્રન નામના જાણીતા વકીલ અને એમના આસિસ્ટન્ટ વકીલોમાંના એક ગૌરવ અગ્રવાલ ઊભા રહેવાના છે.
સુપ્રિમ કોર્ટમાં આ કેસ કશા વિધ્ન વિના ચાલે તો ૨૦૧૨ના એપ્રિલ એપ્રિલ-મેમાં પૂરો થશે અને ચુકાદો પણ આવશે.
એ ચુકાદો આવે એનો અર્થ આપણા કાયદાઓના કારણે એવો નહીં કે કસાબને ફાંસી તરત અપાશે.
કસાબને આપણા જનતાના ખર્ચે આપણી ‘‘મહેમાનગતિ’’ માણવાનો હજી મહિનાઓ અને વર્ષો સુધી લાભ મળે એ માટે આપણા રાષ્ટ્રપતિ સમક્ષ ‘‘દયાની અરજી’’નો એક રસ્તો ખુલ્લો છે.
અને માનો કે સુપ્રિમ કોર્ટનો ચુકાદો જૂદો આવે એટલે ફરી રીટ થાય અને કેસ લંબાઇ અને આપણા જનતાના રોજના બે ત્રણ લાખ રૂપિયાથી મોજ માણતો કસાબ હજી વઘુ દિવસો સુધી મોજ માણ્યા કરે... તો પણ છેવટે પેલી ‘‘દયાની અરજી’’ તો ઊભી જ છે.
આવા છે આપણા કાયદા, આવી છે આપણી કોર્ટો અને આવા છે આપણા વકીલો.
આનો આઘ્યાત્મિક અર્થ એટલો જ કે મૃત્યુ તો નિશ્ચિત છે જ નથી એક પળ વહેલું કે નતી એક પળ મોડું!
એક લેખકે લખ્યું છે કે...
શું થવાનું છે?
થઈ થઈને શું થવાનું છે?
થવાનું એજ છે કે જે થઈને રહેવાનું છે.
૨૬/૧૧માં શહીદ થનાર વિજય સાલસ્કર નામના એક પોલિસ વડાના પત્ની સ્મિતા સાલસ્કર કહે છે કે.. ‘‘ત્રણ વર્ષ વીતી ગયા છતાં આપણો દેશ કસાબ જેવા આતંકવાદીને ફાંસીની સજા કરવાથી દૂર ભાગે છે... ભારતમાં કસાબ ડઝનબંધ ભારતીયોને મારી નાંખ્યા પછી પણ જીવતો છે..’’
બીજા એવા શહીદ હેમંત કરકરે નામના ખાસ પોલિસવડા પત્ની કવિતા કરકરેની વેદના બોલે છે કે ‘‘ભારતના કાયદાઓમાં ફેરફાર થવા જોઇએ. અને એ માટે આપણે અવાજ ઉઠાવવો જોઇએ.’’
એવા ત્રીજા શહિદ અશોક કામ્ટે નામના પોલિસ વડાના પત્ની વિનિતા કામ્ટે કહે છે કે, ‘‘હું એ સમજી શકતી નથી કે, કસાબને સરકારે જીવતો કેમ રહેવા દીધો છે? ફક્ત સજા થઇ ગઇ એ પૂરતું નથી પણ દેશને નુકસાન કરનાર માટેના કાયદામાં ફેરફાર કરવો જરૂરી છે અને તો જ આતંકવાદ કંઇક ઓછો થશે.’’
મહારાષ્ટ્ર સરકારે મુંબઇના સંરક્ષણ માટે ૨૬/૧૧ પછી કરોડો રૂપિયા ખર્ચ્યા છતાં મુંબઇ સંપૂર્ણપણે સુરક્ષિત સરકાર કરી શકી નથી.
દા.ત.
(૧) આતંકવાદ વિરોધી પોલિસ દળ જે ટૂંકમાં એ ટી એસ કહેવાય છે એને મજબૂત કરવાનો નિર્ણય ત્રણ વર્ષ પહેલાં લેવાયો હતો અને ૧૮૮ (જગ્યાઓ) માણસો લેવાના હતા પણ ત્રણ વર્ષ પછી ૧૩૪ જગ્યાઓ ખાલી છે. (આમાં અન્ના હજારેના લોકપાલ ક્યાંતી મળવાના હતા? અને પાછા બિનભ્રષ્ટાચારી? ખરેખર તો, અમેરિકા જેવા કાયદા જ હોવા જોઇએ)
(૨) આતંકવાદીઓ દરિયા વાટે ધુસી જાય નહીં એ માટેની ખાસ સ્પીડ બોટો તો મેળવી પણ એને ચલાવનાર, ઉપયોગ કરનાર સ્ટાફ નથી મળતો. (તો લોકપાલ માટે ક્યાંથી મળશે?)
(૩) મુંબઇના પોલિસ ખાતાનો કન્ટ્રોલ રૂમ એકદમ મોડર્ન નથી થયો હજી!
(૪) મુંબઇના દરિયા કિનારે નવા ૧૨ પોલિસ સ્ટેશનો ઊભા થઇ (બંધાઇ) ગયા છે પણ હજી એમાં કામકાજ ચાલુ નથી થયા.
(૫) બુલેટ પ્રુફ ૪૦૦૦ જેકેટ જોઇએ એની જગ્યાએ ૩૦૦૦ જેકેટ જ આવ્યા છે.
મુંબઇની સુરક્ષા અને ૨૬/૧૧ની તપાસ અંગે સરકારે રામપ્રધાન કમીટી બનાવેલી જેણે ઘણા સૂચનો કરેલા જેમાં એક સૂચન આખા મુંબઇમાં થઇને ૧૨૦૦ જગ્યાઓ પર ૫૦૦૦ જેટલા સીસી ટીવી કેમેરા મૂકવાનું મંજૂર થએલું. પરંતુ હજી સુધી એક પણ કેમેરા મૂકાયો નથી! એને બદલે મુંબઇ પોલીસે એ અંગે સલાહ આપવા માટે છ સભ્યોની એક કમિટી બનાવી છે. વળી મુંબઇની પોલિસ કહે છે કે આ ઉપરાંત બ્રિટનના નિષ્ણાતો પાસેથી ટેકનીકલ માહિતી મેળવવામાં આવશે.
કેમેરા મૂકવાનું આટલું કામ કરતા ત્રણ વર્ષ લાગ્યા અને હજી કેટલા લાગશે એ વિષે પોલિસ વડા ભલે જે કહેવું હોય તે કહે પણ એ કામ શરૂ થાય અને પછી પૂરું થાય ત્યારે ખરું!
પોલિસ તો જોકે કહે છે કે ૨૦૧૨ના જાન્યુઆરીથી કામ શરૂ થશે તે ૨૦૧૪ સુધીમાં પૂરું થઇ જશે. (મુંબઇ હાઇકોર્ટ વચમાં પડી છે એટલે પોલિસ વડા અને સરકાર જાગી છે. અમદાવાદ અને ગુજરાતમાં પણ રસ્તા વગેરેના જે કામો બબ્બે વર્ષથી ભાજપની સરકાર, ભાજપની સુધરાઇઓ, ભાજપના ઔડા વગેરે તંત્ર ખાયકી કરવાના કારણે પૂરા નથી કરતા ત્યાં પણ ગુજરાત હાઇકોર્ટ કાન પકડશે તો જ કામ થશે)
દિવસો અને વર્ષો વીતતા વાર નથી લાગતી પણ જેમને સહન કરવાનું હોય છે તેઓ જ જાણે છે કે બઘું કઇ રીતે વીતે છે.
૨૬/૧૧નો બનાવ હોય કે બીજો કોઇ પણ બનાવ હોય પણ ફિલ્મી જગત તરત જ એનો પ્રત્યાઘાત આપીને એ વિષયને લગતી ફિલ્મો બનાવાનું ગોઠવે છે. એ રીતે ૨૬/૧૧ના બનાવ પછી લગભગ ૧૫૦ ટાઇટલ રજીસ્ટર્ડ થએલા જેમાં ‘‘ટોટલ ટેન’’, ‘‘ઓપરેશન મુંબઇ’’, ‘‘તાજ ટુ ટ્રાયડેન્ટ’’, ‘‘ઓપરેશન સાયક્લોન’’, ‘‘બ્લેક ટોર્નાડો’’સ ‘‘બર્ડસ પોઇન્ટ્‌સ ઓફ વ્યૂ ઔર તાજ ટેરર’’, ‘‘૪૮ અવર્સ એટ તાજ’’, ‘‘મુંબઇ અન્ડર એટેક’’, ‘‘૨૬/૧૧ એટેક ઓન તાજ’’, ‘‘ઓપરેશન ફાઇવ સ્ટાર મુંબઇ’’, ‘‘શુટઆઉટ એટ તાજ’’ વગેરે નામો હતા.
આમાં સંજય ગુપ્તાથી માંડી સુભાષ ઘાઇ સુધીના નિર્માતાઓ હતા. રામ ગોપાલ વર્મા ત્યારના મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન વિલાસરાવ દેશમુખને લઇને એમના દિકરા અભિનેતા રિતેશકુમારને લઇને સળગતા તાજમાં લટાર મારવા પણ નીકળેલા.
૨૬/૧૧ ઉપર સૌથી પહેલાં શુટીંગ શરૂ કરીને સૌથી પહેલાં ફિલ્મ પૂરી કરનાર હતા રાજન વર્મા અને એમની ફિલ્મ ‘‘ટોટલ ટેન’’. એમાં અજમલ કસાબની ભૂમિકા ખુદ રાજન વર્માએ કરેલી. તેઓ કહે છે કે, ‘‘મેં એ ભૂમિકા ભજવવા માટે સારી તૈયારી કરેલી. પણ શુટીંગ શરૂ થતાં જ મારી ઊંઘ ઊડી ગઇ.
ફોન ઉપર જાત જાતની ધમકીઓ મળવા લાગી. મલાડમાં મારી કાર ઉપર પથ્થરો પડ્યા. મારે ઘર બદલવું પડ્યું. એ પછી સેન્સર તરફથી મુશ્કેલીઓ આવી. છેવટે એ ફિલ્મ ‘‘અશોક ચક્ર’’ના નામે રજૂ કરી. મનોજકુમારે ફિલ્મમાં દેશભક્તિનું એક ગીત ગાયું.
૨૬/૧૧ પર બનનારી બીજી ફિલ્મ હતી કુલવંત સંિહની ‘‘ઓપરેશન મુંબઇ’’ જેમાં કસાબની ભૂમિકા અજીત વર્માએ કરેલી. એનું શુટીંગ વાસ્તવિક લોકેશન પર કરાયું પણ દર વખતે મંજુરી લેવા જવાની મુસીબત આવ્યા કરી. દા.ત. તાજ, સીએસટી, ચોપાટી જેવા સ્થળો પર શુટીંગ કરવા માટે પોલિસ, મ્યુનિસિપાલિટી, વગેરે જૂદીજૂદી ઓફિસોમાં ધક્કા ખાધા અને રૂપિયા વેર્યા. જ્યારે જેલના સત્તાવાળાઓએ કસાબને મળવા ન દીધો.
સેન્સરે પણ મુશ્કેલીઓ વધારી. કસાબનું નામ અસાબ કરવું પડ્યું.
૨૬/૧૧ વિષેની ત્રીજી ફિલ્મ એ બનાવના ત્રીજા વર્ષના આગલા દિવસે રીલીઝ થઇ. ફિલ્મનું નામ ‘‘હૈલો જયહંિદ!’’ છે જેમાં સવાલ ઊઠાવાયો છે કે અજમલ કસાબ હજી સુધી કેમ જીવતો છે? એને હજી સુધી કેમ ફાંસી નથી આપી?
પેલા પોલિસ વડા અને શહીદ થએલા અશોક કામ્ટેના પત્ની વિનીતા કામ્ટેએ લખેલી નવલકથા ‘‘ધી લાસ્ટ બુલેટ’’ પર આધારિત છે. ફિલ્મ મરાઠીમાં છે.
- ગુણવંત છો. શાહ

 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved