Last Update : 09-Dec-2011, Friday
 
ચિદમ્બરમ્ અંગે મૂંઝવણ
 

નવી દિલ્હી, તા. ૮
ઈંદોર ખાતે રમાયેલી ભારત-વેસ્ટઈન્ડિઝ વચ્ચેની વન-ડે મેચમાં ભારતનો કેપ્ટન વિરેન્દ્ર સેહવાગ જેવી રીતે ફટકાબાજી કરતો હતો એમ વિરોધપક્ષ ગૃહપ્રધાન પી. ચિદમ્બરમના મુદ્દે ફટકાબાજી કરતો હતો. સેહવાગે ભારતની જીતનો તખતો રચ્યો હતો પરંતુ ચિદમ્બરમ્ના મુદ્દે તો સરકારને મોં છૂપાવવાનો વારો આવ્ય હતો. પત્રકારો સાથે સામાન્ય રીતે ખૂબ ઓછી વાતકરતા ચિદમ્બરમે આજે તો ફટોફટ ગાડીમાં બેસીને નીકળી જવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્રના બે ટોચના પ્રધાનો પૈકી એક પ્રણવ મુકરજી અને એફડીઆઈના મુદ્દે સરકારને મૂંઝવણભરી સ્થિતિમાંથી બચાવી હતી. જ્યારે પી. ચિદમ્બરમે સરકારને કફોડી સ્થિતિમાં મૂકી દીધી છે. 2-G ટેલિકોમ કૌભાંડની માયાજાળ આગળ વધતી જાય છે અને કેન્દ્ર સકાર માટે મુસીબત ઊભી કરી રહ્યું છે.
ફરી એફડીઆઈ ??
રીટેલ ક્ષેત્ર પરના ફોરેન ડાયરેકટ ઈન્વેસ્ટમેન્ટના મુદ્દે સરકારે કરેલી પીછેહઠને ભલે ટેમ્પરરી સસ્પેન્ડ કરેલો નિર્ણય કહેવાતો હોય પરંતુ કોંગ્રેસના નેતા એવો સંકેત આપે છે કે ફેબુ્રઆરીમાં બજેટ સત્ર આવશે અને ઉત્તરપ્રદેશની ચૂંટણીઓ માથા પર હશે. શક્ય છે કે આ ચૂંટણીઓને ગણત્રીમાં લીધા વિના બજેટ સત્ર પહેલાં એફડીઆઈનો નિર્ણય ફરી લેવાય એમ મનાય છે.
સરકારને માત્ર એફડીઆઈની ચિંતા છે એવું નથી પણ અન્ય કેટલાક મહત્વના બીલો પણ ચિંતા ઉપજાવે એવા છે, કેમ કે સરકાર, તૃણમુલ કોંગ્રેસના ટેકા પર આધારિત છે. પેન્શન ફંડ રેગ્યુલેટરી બીલ અને ઈન્સ્યોરન્સ તેમજ ઉડ્ડયન ક્ષેત્રે એફડીઆઈ વધારવાના નિર્ણયો પાઈપ લાઈનમાં છે.
ડાબેરીઓ અને મમતા વચ્ચે સામ્ય
ુયુપીએ સરકાર અને પશ્ચિમ બંગાલના શાસકો વચ્ચે વિચિત્ર નાતો છે. યુપીએ સરકારી પ્રથમ ટર્મમાં ડાબેરી પક્ષો પશ્ચિમ બંગાળમાં સત્તા પર હતા અને કેન્દ્ર સરકારના મજબૂત સાતી પક્ષ હતા એમ યુપીએ -ટુમાં પશ્ચિમ બંગાળના શાસક પક્ષ મમતા બેનરજી-તૃણમુલ કોંગ્રેસ છે. યુપીએ-વનના શાસનમાં ૬૦ સાંસદોના ટેકા સાથે ડાબેરીપક્ષો સરકાર પાસે ધાર્યું કરાવતા હતા એમ યુપીએ-ટુ પાસે મમતા બેનરજી ધાર્યું કરાવે છે. રાજકીય સમીક્ષકો કહે છે કે ૬૦ સાંસદો સાથે ડાબેરીપક્ષો જે કરતા હતા એ ૧૯ સાંસદો સાથે મમતા બેનરજી કરી રહ્યા છે.
સોશ્યલ નેટવર્કીંગનો વિવાદ
સોશ્યલ નેટવર્કિંગ અંગે કેન્દ્રીય પ્રધાન કપિલ સિબ્બલે ઊભો કરેલો વિવાદ ઈન્ટરનેટ પર તોફાન મચાવી રહ્યો છે. સિબ્બલ એક પ્રકારની સેન્સરશીપ લાદવાની વાત કરે છે. જેનો ચોમેરથી વિરોધ થઈ રહ્યો છે. કપિલ સિબ્બલને અચાનક કેવું સુજ્યું કે તેમણે ઈન્ટરનેટની સ્વતંત્રતાના મધપૂડા પર પથ્થર માર્યો છે. પોતાના પક્ષના નેતાઓ અંગે સોશ્યલ નેટવર્કીંગ પર થતી ટીકાઓ સામે સિબ્બલે અવાજ ઉઠાવીને નેતાઓ પ્રત્યે પોતાની વફાદારી દર્શાવી છે પરંતુ ફેસબુક જેવી સાઈટ પર પ્રતિબંધ શક્ય છે ખરો ?! આપણે ૨૧મી સદીમાં આર્થિક મહાસત્તા બનવાનીવાતો કરીએ છીએ જ્યારે બીજી તરફ સેન્સરશીપ અને પ્રતિબંધોની વાતો કરીએ છીએ.... કપિલ સિબ્બલ સામે ઈન્ટરનેટ કોમ્યુનિટીએ મોટો ઉહાપોહ કર્યો છે.
સિબ્બલ 'જજ' છે કે અધિકારી છે ?!
રાજધાનીમાં કપિલ સિબ્બલ વચ્ચે એક ટુચકો ચાલે છે કે શું કોમ્યુનિકેશન મિનિસ્ટર કપિલ સિબ્બલ ઈન્ટરનેટને સમજે છે ખરા ?! ગુગલ, યુ ટયુબ,ફેસબુક અને યાહુ પર તેમના એકાઉન્ટ છે પરંતુ ચીન જે રીતે ઈન્ટરનેટને સમજે છે એવું જ કપિલ સિબ્બલ સમજે છે. પોતાના પક્ષના નેતાઓની વિરૃદ્દમાં થતા લખાણો અને ટીકા ટીપ્પણ વગેરેનું સ્ક્રીનીંગ થવું જોઈએ એવો તેમનો આગ્રહ છે.
પરંતુ આ લખાણો ટીકાયુક્ત છએ એવો નિર્ણય કોણ લેશે એમ લોકો પૂછે છે. દરેક દેશમાં કાયદો અલગ હોય છે. લોકશાહીમાં બદનક્ષીભર્યા અને ટીકાટીપ્પણવાળા લખાણો કોર્ટમાં જ નક્કી થઈ શકે છે. જો કપિલ સિબ્બલ નક્કી કરવાના હોય તો લોકશાહી દેશની કોર્ટની શી જરૃર...??
- ઈન્દર સાહની

Share |

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved