Last Update : 09-Dec-2011, Friday
 
 
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું

 

 

સેહવાગ વન ડેમાં બેવડી સદી ફટકાર્યા બાદ ભાવવિભોર

મેં ગૌતીને કહ્યું કે, જો ધીરજપૂર્વક રમીએ તો અંહી જંગી સ્કોર ખડકી શકાય તેમ છે

સેમીએ ૧૭૦ રને મારો કેચ પડતો મુકતાં ઇશ્વરે બેવડી સદીની તક આપી હોય તેવી લાગણી થઇ ઃ મારી બેટિંગમાં કોઇ ફેરફાર કર્યો નથી
ઇન્દોર,તા.૮
ભારતના વિસ્ફોટક બેટ્સમેન સેહવાગે નિખાલસતાથી કબુલાત કરી હતી કે, મેં સ્વપ્નમાં પણ વિચાર્યું નહતું કે હું ઇન્દોરના મેદાન પર વન ડેમાં બેવડી સદી ફટકારીશ. જોકે તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી મને બળ મળ્યું. છેલ્લા કેટલાક સમયથી કંગાળ દેખાવ કરનારા સેહવાગે વિન્ડિઝ સામેની ચોથી વન ડેમાં ૨૫ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથેની વિસ્ફોટક બેટિંગ કરતાં ૨૧૯ રનની મેરેથોન ઇનિંગ રમતા વન ડેના ઇતિહાસનો સૌથી મોટો સ્કોર ખડક્યો હતો. સેહવાગની છેલ્લા કેટલાક સમયની નિષ્ફળતા બાદ તેના ટીકાકારોએ તેને તેની સ્ટાઇલ બદલવાની સલાહ આપી હતી. જો કે ઇન્દોરના મેદાનમાં સેહવાગે વિન્ડિઝના બોલરો સામે ચોગ્ગા-છગ્ગા ફટકાર્યા હતા અને ટીકાકારોની બોલતી બંધ કરી દીધી હતી. સેહવાગે કહ્યું કે,પીચ બેટ્સમેનો માટે સ્વર્ગ સમી હતી. શરૃઆતમાં થોડી વાર બેટિંગ કર્યા બાદ મેં ગૌતીને કહ્યું પણ ખરું કે, જો આપણે અંહી થોડી ધીરજ રાખીને બેટિંગ કરીએ તો જંગી સ્કોર ખડો કરી શકીએ તેમ છીએ. સેહવાગ અને ગંભીરની ઓપનીંગ જોડીએ ૧૭૬ રનની ભાગીદારી નોંધાવી હતી. ઇન્દોરમાં ઝંઝાવાત જગાવનારા સેહવાગે કહ્યું કે, આ પીચ થોડી ધીરજ સાથે રમનારા બેટસમેનને સાથ આપે તેવી હતી. તમે ધારો તેવા શોટ અંહી ફટકારી શકો છો. જ્યારે હું નક્કી કરૃ કે મારે છગ્ગો ફટકારવો છે તો હું સ્ટ્રેટ બેટને વડે બાઉન્ડ્રીની બહાર કુદાવી દઉં છું. મને ખબર છે કે ચાહકોમા દ્રઢ વિશ્વાસ હતો કે એક દિવસ હું જરૃર બેવડી સદી ફટકારીશ. ચાહકોના વિશ્વાસ પર ખરા ઉતરવા બદલ હું ખુબ જ ખુશ છું. હું તેમનો બધાનો અને મારા પરિવારનો આભાર માનું છું. અમદાવાદમાં મળેલા પરાજય બાદ કેપ્ટન સેહવાગે ટોપ ઓર્ડરના બેટ્સમેનોની ઝાટકણી કાઢી હતી. તેને યાદ કરતાં સેહવાગે કહ્યું કે, ટોપ ઓર્ડર સારો સ્કોર કરે તેની જવાબદારી મારી હતી અને મેં તેને પુરી કરી છે. મેં આજની ઇનિંગ દરમિયાન મારી બેટિંગ સ્ટાઇલમાં કોઇ ફેરફાર કર્યો નથી. સેહવાગે એમ પણ ઊમેર્યું કે,હું પીચ પર સતત મારી જાતને કહ્યા કરતો હતો કે જો હું બેટિંગ પાવર પ્લે સુધી ક્રિઝ પર ટકી જઇશ તો મારી બેવડી સદી પુરી થઇ જશે. જ્યારે ૧૭૦ના સ્કોર મારો કેચ સેમીએ પડતો મુક્યો ત્યારે ઇશ્વરે જ જાણે મને બેવડી સદી ફટકારવાની તક આપી હોવાની લાગણી થઇ. સેહવાગની ઊંમરને લઇને ટીકા કરનારાઓ તરફ કટાક્ષ કરતાં કહ્યું કે, હું ખુબ જ થાકી ગયો છું, કારણ કે હું હવે ઘરડો થઇ ગયો છું ને! સેહવાગની આ ઇનિંગ દરમિયાન અનેક રેકોર્ડ સર્જાયા હતા.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved