ગુરુવારે બપોરે અમદાવાદના વટવા વિસ્તારમાં બીબી તળાવ ચાર રસ્તા પાસે ગટરમાં કામ કરવા ઉતરેલા મજુરો ગેસ ગળતર થતા ગટરની અંદર જ બેભાન બની ગયા હતા અને ફાયર બ્રિગેડને તાત્કાલિક બોલાવવી પડી હતી. ફાયરમેનોએ તરત જ સાધનો સાથે ખાસ પ્રકારના માસ્ક પહેરીને ગટરમાં ઉતરીને મજુરોને બચાવી લીધા હતા. આ મજુરોને બેભાન હાલતમાં જ એલ.જી. હોસ્પિટલમાં આઇ.સી.યુ.માં દાખલ કરવામાં આવ્યા હતા અને તાત્કાલિક સારવાર આપવામાં આવી હતી. બીજી તરફ એ પણ વિરોધ ઉભો થયો હતો કે ગટરોમાં ખાસ પ્રકારના માસ્ક વગર મજુરોને ઉતારી શકાય નહી. સારવાર મળતા મજુરો આબાદ બચી ગયા હતા. (તસ્વીરઃ ગૌતમ મહેતા)