ગુરુવારે સમગ્ર રાજ્યમાં કો.ઓપરેટીવ બેંકના તમામ કર્મચારીઓ સહકારી બેંકોને આવકવેરામાંથી મુક્તિ આપોની માગણી સાથે એક દિવસની હડતાળ પર ઉતરી ગયા હતા. કો.ઓપરેટીવ બેંકના કર્મચારઓએ રેલી પણ કાઢી હતી અને ઉગ્ર માગણી કરી હતી કે નાના અને મધ્યમ વર્ગના લોકોની,લોકો માટેની અને લોકો વડે ચાલતી સહકારી બેંકો પર લાદવામાં આવેલ ઇન્કમટેક્ષને પાછો ખેંચી લેવો જોઇએ નહી તો સમય જતા આખુ સહકારી ક્ષેત્ર પડી ભાગશે. કર્મચારીઓની મુખ્ય રજુઆત એ હતી કે આ રીતે લેવાતો ઇન્કમટેક્સ સહકારી બેંકોના અર્થતંત્રને માઠી અસર પહોંચાડશે માટે આ ટેક્સ લાગવો જોઇએ નહીં. (તસ્વીરઃ ગૌતમ મહેતા)