Last Update : 09-Dec-2011, Friday
 

પતિની મિલકતને બોગસ દસ્તાવેજથી પત્ની-સાસરીયાએ પચાવી પાડી

 
ભરણપોષણના કેસની કાર્યવાહી દરમિયાન જ

પોલીસે પણ પતિના નિવેદન અને સહીઓ લઈ રવાના કરી દીધા ઃ છેવટે કોર્ટમાં ફરિાદ કરાતા અમરોલી પોલીસને તપાસ અહેવાલ રજૂ કરવા હુકમ
(પ્રતિનિધિ દ્વારા) સુરત,ગુરુવાર
ત્યક્તા પત્નીએ કરેલા ભરણ પોષણના કેસની ચાલુ કાર્યવાહી વખતે પુરાવા રજુ કરનાર પતિની મિલકતના બોગસ દસ્તાવેજોના આધારે પચાવી પાડવાના કારસા અંગે પત્ની સહિત સાસરીયાઓ વિરુધ્ધ પતિએ કોર્ટ ફરિયાદ કરતાં કોર્ટે અમરોલી પોલીસને ફરિયાદ નોંધીને તપાસ અહેવાલ રજુ કરવા હુકમ કર્યો હતો.
નવસારી જિલ્લાના માણેક પોર ટંકોલી ગામમાં ટાંકી ફળિયામાં રહેતા ફરિયાદી કિશોર ખંડુભાઈ પટેલના લગ્ન અમરોલી વિસ્તારમાં રહેતા વાલજીભાઈ કેશવભાઈ સુરતીની પુત્રી શુશીલાબેન સાથે થયા હતા.પરંતુ લગ્ન જીવન દરમિયાન સગીર સંતાનોના જન્મ બાદ સુખી દાંપત્ય જીવનમાં ખટરાગ પેદા થયો હતો.જેથી ફરિયાદીની પત્ની શુશીલાબેને ધી ઓરિએન્ટલ ઈન્સ્યુરન્સ કંપનીમાં કારકુન તરીકે ફરજ બજાવતા કિશોરભાઈ પટેલ વિરુધ્ધ કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાવી ભરણ પોષણનો કેસ પણ કર્યો હતો.
જે બંને કોર્ટ પ્રકરણો ચાલી જતાં ફરિયાદી કિશોર પટેલને કોર્ટે નિર્દોષ ઠરાવી છોડી મુક્યા હતા.જ્યારે ત્યક્તા પત્ની તથા સગીર સંતાનને ભરણ પોષણ ચુકવવા કોર્ટે આદેશ આપ્યો હતો.જેનું ફરિયાદી દ્વારા પાલન કરતા આવતા હતા. કોર્ટ કાર્યવાહી દરમિયાન જ્યારે પુરાવા લેવામાં આવતા હતા ત્યારે શુશીલાબેન તથા તેના સાસરીયાઓએ બોગસ દસ્તાવેજોના આધારે મિલ્કત પચાવી પાડી પોતાના નામે કરાવી લીધી હોવાની જાણ થઈ હતી.આથી ફરિયાદીએ અમરોલી ખાતે લક્ષ્મી કોમ્પ્લેક્ષમાં આવેલા બે ફલેટ નં.૪૦૪ તથા ૪૦૫ પોતાની સ્વ કમાણીથી ખરીધા હોઈ ફરિયાદીએ આરોપી સાસરીયાનો સંપર્ક સાધ્યો હતો.પરંતુ આરોપી વિજય કંથારીયાએ ફરિયાદીને બીજીવાર વાત કરી છે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.તદુપરાંત બંને સાળા હસમુખ તથા શૈલેશે પણ ફરિયાદીને આજ પ્રકારની ધમકી આપી હતી.
કિશોર પટેલે પોતાની મિલકતના બોગસ દસ્તાવેજો બનાવી પચાવી પાડવાના કારસા બદલ આરોપી સાસરીયાઓ વિરુધ્ધ અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા.પરંતુ પોલીસે ફરિયાદી તથા સાક્ષી જતીન વ્યાસનું નિવેદન લઈ કોરા કાગળ પર ૩૬ સહીઓ કરાવી લઈ ધમકી ભર્યા સ્વરે ચાલી જવા કહ્યું હતુ.ફરિયાદીએ અમરોલી પોલીસ મથકના પોસઈ ગોહીલને વારંવાર ફરિયાદ સંદર્ભે પુછપરછ કરતાં તારી ફરિયાદ ફાઈલ કરી તને તથા તારી બૈરીને પણ આઝાદ કરી દીધી હોવાનું જણાવ્યું હતુ.
જેને પગલે કિશોર પટેલે પોતાની ત્યક્તા પત્ની શુશીલાબેન,સસરા વાલજીભાઈ કેશવભાઈ સુરતી,હસમુખ વાલજી સુરતી, શૈલેશ વાલજી,વિજય જીવણ કંથારીયા તથા તપાસમાં નીકળી આવે તે તમામ વિરુધ્ધ એડવોકેટ અલ્પેશ ઠક્કર મારફતે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. જેને વંચાણે લઈને કોર્ટે અમરોલી પોલીસને ફરિયાદીની ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી અહેવાલ કોર્ટમાં રજુ કરવા હુકમ કર્યો હતો.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved