Last Update : 09-Dec-2011, Friday
 
સુરત પાલિકાના ઈતિહાસમાં સ્થાયી અધ્યક્ષ પદે પ્રથમ વખત સૌરાષ્ટ્રીયનની નિમણુંક

 

ચર્ચા અને અટકળના નામોને બદલે સ્કાઈલેબ

૧૯૬૬થી ૨૦૧૧ સુધીમાં ૪૩ સ્થાયી સમિતિ અધ્યક્ષ મુળ સુરતી જ રહ્યાં છેઃ પહેલી વખત પરંપરા તોડી ૪૪માં અધ્યક્ષપદે ભીમજી પટેલની નિમણુંક
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
સુરત મહાનગરપાલિકાના ઈતિહાસમાં પહેલી વખત સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે બિન સુરતીની પસંદગી કરવામાં આવી છે. ૧૯૬૬થી અત્યાર સુધીમાં સ્થાયી સમિતિના ૪૩ અધ્યક્ષ મુળ સુરતી જ રહ્યા હતા. પહેલી વખત આ પરંપરા તોડીને ૪૪માં અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રીયનની પસંદગી કરવામાં આવી છે. પહેલી વખત સૌરાષ્ટ્રીયનને સ્થાયી સમિતિ અધ્યક્ષ બનાવાતા વરાછા વિસ્તારમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું છે.
સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે મૂળ સુરતી અને તેમાં પણ કોટ વિસ્તારના જ કોર્પોરેટર હોય તેવી પ્રલાણી છેલ્લા ૪૫ વર્ષથી ચાલતી આવી છે. જેના કારણે અત્યાર સુધીના તમામ ૪૩ અધ્યક્ષ મૂળ સુરતી અને કોટ વિસ્તારના જ જોવા મળ્યા છે. પરંતુ હાલમાં બદલાયેલા રાજકીય સમિકરણ તથા ભાજપની જુથબંધીના કારણે સૌરાષ્ટ્રીયન અધ્યક્ષ બનાવવા પડયાં છે.
આ પહેલાં સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે અનેક નામોની અટકળ ચાલતી હતી. પરંતુ આ તમામ અટકળો અને ચર્ચાઓ બાદ સ્થાયી અધ્યક્ષ તરીકે ભીમજી પટેલનું નામ સ્કાઈલેબ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
સુરત મહાનગરપાલિકાના સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે આજે ભીમજી પટેલની નિમણુંક કરવામાં આવી હતી. સવારે ૧૧ વાગ્યે થયેલી બેઠકમાં શહેર ભાજપ પ્રમુખ પુર્ણેશ મોદીએ પ્રદેશમાંથી આવેલા મેન્ડેટનું કવર ખોલીને સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે ભીમજી પટેલનું નામ જાહેર કર્યું હતું. સ્થાયી અધ્યક્ષની રેસમાં એવા ડૉ. જગદીશ પટેલે દરખાસ્ત કરી તેને રેસમાં અગ્રેસર એવા દિપક આફ્રિકાવાલાએ ટેકો આપ્યો હતો.
સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે સૌ પ્રથમવાર નિયુકત થયેલા સૌરાષ્ટ્રીયન એવા ભીમજી પટેલે જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સુરતનો વિકાસ ઘણો ઝડપથી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. સુરત પાલિકામાં ભાજપ શાસન બાદ વિકાસ ઘણો જ વધુ થયો છે તે વાસ્તવિકતા છે. હવે છેવાડાના લોકો માટે વિકાસની કામગીરી થાય તે માટે કામગીરી કરવામાં આવશે. વિદાય લેતા સ્થાયી સમિતિ અધ્યક્ષ મુકેશ દલાલે જણાવ્યું હતું કે, છેલ્લા દસ વર્ષમાં સુરતે વિકાસની હરણફાળ ભરી છે.
પ્રથમ વખત જ સ્થાયી સમિતિ અધ્યક્ષ તરીકે સૌરાષ્ટ્રીયનની પસંદગી થતાં સમગ્ર વરાછા વિસ્તારમાં ઉત્સવ જેવું વાતાવરણ થઈ ગયું હતું. ભીમજી પટેલના ટેકેદારો તેમને અભિનંદન આપવા માટે પાલિકામા ઢોલ નગારા અને બુકે સાથે આવી ગયાં હતા.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved