Last Update : 09-Dec-2011, Friday
 

આડાસંબંધના વહેમમાં શ્રમજીવી યુવાનના ઘરમાં હાથ બનાવટનો બોમ્બ ફોડી જીવલેણ હુમલો

 

નવસારી નજીક ને.હા.નં.૮ પર આવેલા ગણેશસીસોદ્રા ગામે

પરણીત માયા અને યુવાન વિજય હળપતિ વચ્ચે આડાસંબંધની અદાવતમાં બે શકમંદોએ પથારીમાં મુકેલો બોમ્બ ફુટતા દાદીના પગ-જાંઘ લોહી લુહાણ
નવસારી, ગુરૃવાર
નવસારી નજીક ને.હા.નં.૮ ઉપર આવેલાં ગણેશ સીસોદ્રા ગામે વેરાઇફળિયામાં રહેતા એક શ્રમજીવી યુવાનનાં ઘરમાં આડાસંબંધના વહેમમાં બે શકમંદોએ હાથ બનાવટનો બોમ્બ ફોડી જીવલેણ હુમલો કરતા ચકચાર મચી જવા પામી છે. આ બોમ્બ વિસ્ફોટમાં ઇજાગ્રસ્ત મહિલાને નવસારી સીવીલમાં દાખલ કરવામાં આવી છે.
પોલીસ દ્વારાં પ્રાપ્ત માહિતી મુજબ ઉપરોક્ત ચકચારી કિસ્સામાં નવસારી નજીક ને.હા.નં.૮ ઉપર આવેલાં ગણેશ સીસોદ્રા ગામે વેરાઇ ફળિયામાં રહેતા વિજય શૈલેષભાઇ હળપતિ (ઉ.વ.૨૫)નો ફળિયામાં રહેતી માયા (નામ બદલ્યુ છે.) સાથે પ્રેમસંબંધ ચાલતો હોઇ જે અંગે પરિણીત માયાનો પતિ, અને પિતાને જાણ થતાં તેઓ વિજય હળપતિ સાથે અવારનવાર ઝઘડો કરી મારામારી કરી તેને જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા. પરિણીત માયા અને વિજય વચ્ચે આડા સંબંધોની અદાવતમાં ગત મોડીરાત્રિએ વિજયનાં ઘરમાં બે શકમંદોએ એમોનિયા નાઇટ્રેડનો ઉપયોગ કરી બનાવેલો હાથબનાવટનો બોમ્બ વિજયની પથારીમાં મુકીને ફરાર થઇ ગયા હતા. આ પથારીમાં વિજયની દાદી સવિતાબેન મગનભાઇ હળપતિ (ઉ.વ.૫૬) સૂતા હતા. દરમ્યાન પથારીમાં મુકેલો હાથ બનાવટનો બોમ્બ અચાનક ધડાકાભેર ફુટતાં પથારીમાં સુતેલાં સવિતાબેનનાં પગમાં જાંઘમાં ઇજા થઇ તેઓ લોહીલુહાણ થઇ ગયા હતા. બોમ્બનાં અવાજથી ફળિયામાં સુતેલા લોકો પોતાનાં ઘરની બહાર નીકળી આવ્યા હતા. અને ઇજાગ્રસ્ત સવિતાબેનને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલસમાં નવસારી સીવીલ હોસ્પીટલે લઇ ગયા હતા. આ બોમ્બ ફુટવાની સાથે જ એક શખ્સ ચાદર ઓઢી ભાગી ગયો હતો.
આ બનાવ અંગે ઇજાગ્રસ્ત સવિતાબેને નવસારી રૃરલ પોલીસમાં ફરીયાદ નોંધાવી તેમાં જણાવ્યુ હતુ. કે, પોતાનો પૌત્ર વિજય સાથે ફળિયામાં રહેતી પરિણીત માથાને આડો સંબંધ હોવાની અદાવત રાખી માયાનો પતિ ધર્મેશ મંગાભાઇ રાઠોડ, અને તેનો પિતા નગીન શુક્કરભાઇ રાઠોડે (બંને સસરા-જમાઇ) એક બીજાની મદદગારીથી હાથબનાવટનો બોમ્બ વિજયની પથારીમાં મુકી તેને જાનથી મારી નાંખવાની કોશીશ કરી હોવાનો શક વ્યક્ત કર્યો હતો જે, અંગે પોલીસે બંને શકમંદો સામે એક્પ્લોઝીવ એક્ટ સહીત જાનથી મારી નાંખવાનો પ્રયાસનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. સ્થળ પર પોલીસે એફ.એસ.એલ. બોલાવી બોમ્બની તપાસ હાથ ધરી હતી. ઉપરોક્ત ઘટનાથી ચકચાર મચી ગઇ હતી. વધુ તપાસ ગ્રામ્ય પોલીસનાં પો.સ.ઇ.ડી.એન.ખાંટ કરી રહ્યા છે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved