Last Update : 09-Dec-2011, Friday
 
૨ વોર્ડમાંથી જીતેલાએ રાજીનામુ આપતા બીજાક્રમના ઉમેદવાર વિજેતા
 
વાપી નગરપાલિકાની ૪૨ બેઠકની ચૂંટણીમાં

પીર મહંમદ મકરાણીએ વોર્ડ નં.૭માંથી રાજીનામુ આપ્યુ ઃ નજીકના પ્રતિસ્પર્ધી અબુશહમા શાહઆલમ વિજેતા
વાપી,ગુરૃવાર
વા૫ી નગરપાલિકાની ૪૨ બેઠકની ચૂંટણીના ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપે સ્પષ્ટ બહુમતિ મેળવી છે. પાલિકાના વોર્ડ નંબર ૭ અને ૯ માંથી વિજેતા બનેલા કોંગ્રેસના ઉમેદવાર પીરમહંમદ મકરાણીએ પાલિકાના અધિનિયમ મુજબ બે વોર્ડ પૈકી વોર્ડ નંબર ૭ માંથી રાજીનામું આપતા આ વોર્ડમાં બીજા ક્રમે રહેનારા ભાજપના ઉમેદવારને વિજેતા જાહેર કરાશે.
પાલિકાની ૧૪ વોર્ડની ૪૨ બેઠકની યોજાયેલી ચૂંટણીમા ગઈકાલે બુધવારે જાહેર થયેલા પરિણામમાં ભાજપે ૩૪ બેઠક મેળવી સ્પષ્ટ બહુમતિ હાંસલકરી છે. જયારે કોંગ્રેસને માત્ર ૮ બેઠક મળી છે. પાલિકાના વોર્ડ નંબર ૭ અને ૯માંથી દાવેદારી કરનાર કોંગ્રેસના ઉમેદવાર અને વાપી શહેર કોંગ્રેસ પ્રમુખ પીરમહંમદ મકરાણીનો બંને વોર્ડમાંથી વિજય થયો હતો. પરંતુ ચૂંટણીપંચના નવા નિયમ મુજબ પાલિકા અધિનિયમ કલમ ૬૫(૧) મુજબ બે વોર્ડમાંથી વિજેતા બનેલા ઉમેદવારોએ સ્વેચ્છિક રીતે રાજીનામું આપવાની જોગવાઈ કરવામાં આવી છે. જે વોર્ડમાંથી જીતેલો ઉમેદવાર રાજીનામું આપે તે વોર્ડમાં બીજા ક્રમે રહેનાર ઉમેદવારને ચૂંટણી અધિકારી વિજેતા જાહેર કરે તેવી જોગવાઈ છે.
વોર્ડ નંબર ૭ અને ૯માંથી વિજેતા બનેલા પીરમહંમદ મકરાણીને બે વોર્ડમાંથી એક વોર્ડમાં રાજીનામું આપવા વલસાડ જિલ્લા કલેકટરે રાત્રે નોટિસ પાઠવી દીધી હતી. જે સંદર્ભે આજે પીરમહંમદ મકરાણીએ પોતે વોર્ડ નંબર ૭ માંથી રાજીનામું આપતો પત્ર જિલ્લા કલેકટરને સુપ્રત કર્યો છે. જેને કારણે વોર્ડ નંબર ૭માં ૬૯૭ મત સાથે બીજા ક્રમે રહેનાર ભાજપના અબુશહમા શાહઆલમ શેખને વિજેતા જાહેર કરાશે. આમ તો પાલિકાની ૪૨ બેઠક પૈકી ભાજપે ૩૪ બેઠક કબજે કરી છે. પરંતુ વોર્ડ નંબર ૭ ની એક બેઠકનો ઉમેરો થતાં ભાજપની સભ્ય સંખ્યા ૩૫ ઉપર પહોંચશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, પીરૃ મકરાણી બે વોર્ડમાંથી વિજેતા બનતા બેમાંથી એક બેઠક ઉપર રાજીનામું આપવાના નિયમને કારણે બંને વોર્ડના કોંગ્રેસી કાર્યકરો દ્વિધામાં મુકાયા હતા. આજે કાર્યકરોની બેઠક મળી હતી. જેમાં ચર્ચા વિચારણા કરાયા બાદ પીરૃ મકરાણીએ વોર્ડ નંબર ૭માંથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો હતો. ચૂંટણીમાં કોંગ્રેસને ૮ બેઠક મળી હતી. પરંતુ એક બેઠક પરથી રાજીનામું આપતા હવે કોંગ્રેસની સભ્ય સંખ્યા ૭ થશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved