Last Update : 09-Dec-2011, Friday
 
નૌસેનાના જાંબાઝ જવાનો દ્વારા મધદરિયે છેડાયું દિલધડક યુધ્ધ
 

પોરબંદર,તા.૮
ભારતીય નૌ સેનાએ પાકિસ્તાનના કરાંચી બંદર ઉપર તબાહી મચાવી દીધાની ઐતિહાસીક યાદમાં ઉજવાઈ રહેલા નેવી વીક દરમિયાન આજે નૌસેનાના સૌથી વધુ અદ્યતન ગણાતા બે યુધ્ધ જહાજો 'બેત્વા' અને 'તલવાર' એ પોરબંદરના દરિયાની મધ્યમાં ૫૦ નોટીકલ માઈલ દૂર ઉછળતા મોજાઓ વચ્ચે દિલધડક યુધ્ધ કવાયતો યોજીને જહાજ ઉપર હાજર લોકો પણ જકડી રાખ્યા હતા અને નૌસેનાના જવાનોના કૌવતને સૌએ બિરદાવ્યા હતાં. એટલું જ નહીં પરંતુ મધદરિયે સર્જાયેલા યુધ્ધના અદભુત દ્રશ્યોને નજરે નિહાળનારાઓ ભારે રોમાંચિત બની ઉઠયા હતાં.
પોરબંદરના સમુદ્રમાં યુધ્ધ કવાયત નિહાળી લોકોએ નેવીના જોશીલા જવાનોની સુસજ્જતા બિરદાવી
ભારતીય નૌસેનાના બે જહાજો આ સમુદ્રની વચ્ચે જુદા જુદા પ્રકારના યુધ્ધનો માહોલ ઉભુ કરી દીધું હતું. અને જબરદસ્ત લડાઈના પ્રયોગો કર્યા હતાં. ત્યારે ઘડીભરતો આ દ્રશ્ય નિહાળી રહેલાઓ સમુદ્ર યુધ્ધ વચ્ચે ઘેરાઈ ગયેલા હોય તેવો અનુભવ કરી રહ્યાં હતાં. સાથોસાથ હાઈસ્પીડથી દરીયાના ઉછળતા મોજા વચ્ચે બન્ને શીપો વચ્ચે યુધ્ધના જુદા જુદા દાવપેચો અને પ્રયોગોથી ઉપસ્થિત આગેવાનો અને નિમંત્રીતોને ભારતીય નેવી પ્રત્યે ગૌરવની લાગણી ઉભી થાય તેવો માહોલ ઉભો કરી દીધો હતો. બન્ને જહાજોમાં મોટી સંખ્યામાં ફરજ બજાવી રહેલા સૈનિકોની સાથોસાથ અધિકારીઓની સતત સુચનાઓનું પાલન પણ મીનીટના છઠ્ઠાભાગમાં થઈ જતું હતું. અને ભારતીય નૌસેના કેટલી બધી ચપળ, સચેત અને દેશના રક્ષણ માટે તમામ રીતે સુસજ્જ છે તેની પ્રતિતિ પર ઉપસ્થિત લોકોની કરાવી દીધી હતી.
પોરબંદર સહિત સૌરાષ્ટ્ર અને ગુજરાતની ફીશીંગ બોટોના પાક. મરીન સીકયુરીટી દ્વારા અવારનવાર અપહરણ કરી લેવામાં આવે છે અએને જયારે અપહરણ થાય છે ત્યારે દરિયામાં નેવી અને કોસ્ટગાર્ડની ભુમિકા વિશે સવાલો ઉભા થાય છે ત્યારે આજની દરિયાની યુધ્ધ કવાયત નિહાળીને કેટલાક નિમંત્રીતો એટલી હદે રોમાંચિત બની ઉઠયા હતા કે, તેઓ એવું જણાવતા હતા કે, પાકીસ્તાનની દાદાગીરી સામે નેવી જવાનોને છુટ્ટો દોર આપી દો.
તો સામેપક્ષે નેવીના અધિકારીઓએ પણ એવો જવાબ વાળ્યો હતો કે, અમે દરિયાઈ સરહદની અને માછીમારોની રક્ષા સુરક્ષા માટે હરહંમેશ સતર્ક છીએ અને ભારતીય જળસીમામાં ચકલુયે ઘુસી જાય નહીં તેની પુરતી સલામતી દાખવીએ છીએ. માછીમારો જ જળસીમા ઓળંગે ત્યારે જ અપહરણ બનાવો બને છે.

ભારતીય નૌસેના ઝીંદાબાદ''નો નાદ કરાંચી સુધી સંભળાય તેવી લાગણી ઘુઘવી
પોરબંદર,તા.૮
પોરબંદર નજીકના દરિયામાં આજે સવારે રવાના થયેલા 'તલવાર' અને 'બેત્વા' યુધ્ધ જહાજોમાં નૌસેનાના જાંબાઝ જવાનોએ મધદરિયે ગોળા યુધ્ધ છેડી દેતા આ શીપમાં ગયેલા લોકોમાં ભારે રોમાંચ જોવા મળ્યો હતો.
દરિયામાં બચાવ કામગીરી માટે હેલિકોપ્ટરથી નિરદર્શન
અને નિહાળી રહેલા લોકોએ ભારતીય નૌસેના ઝીંદાબાદ ના નારા લગાવતા તેનો નાદ છેક પાકીસ્તાનના કરાંચી બંદર સુધી સંભળાય તે પ્રકારની લાગણી સમુદ્રના મોજાઓ કરતા પણ વધુ ઘેઘુર અવાજે ઘુઘવતી જોવા મળી હતી.
જાણે કે રીતસરનું યુધ્ધ ફાટીનીકળ્યું હોય અને ચોક્કસ ટાર્ગેટને નિશાન બનાવવાનું હોય તેમ જવાનોએ ફાયરીંગ કરીને ટાર્ગેટ ઉપર ગન દ્વારા સેકન્ડના એક જ ભાગમાં સંખ્યાબંધ ગોળાઓ છુટયા હતા અને સમુદ્રમાં ઉંચે સુધી તેના કારણે મોજાઓ પણ ઉછળતા હતા. એટલું જ નહીં પરંતુ બંને જહાજોને એક લાઈનમાં લઈ લીધા પછી એક જહાજમાંથી બીજા જહાજ ઉપર દોરડા ફેંકીને જવામર્દ સૈનિકો દોરડા પર ચાલીને જહાજો પર પહોંચ્યા ત્યારે ભારતીય નૌસેના ઝીંદાબાદ ના નારા લોકોએ લગાવ્યા ત્યારે સમુદ્ર પણ ગર્વભેર ઉછળી રહ્યો હતો.

દરિયાઈ સુરક્ષા માટે માછીમારો અમારા જાંબાઝ સૈનિક જેવા
પોરબંદર,તા.૮
પોરબંદરમાં નેવી ડે અંતર્ગત આવેલા બે યુધ્ધ જહાજો લોકો માટે જોવા ખુલ્લા મૂકાતા આ પ્રસંગે નેવીનાં કોમોડોર રાજેશ સીંહે એવું જણાવ્યું હતું કે, માછીમારો દરીયાઈ સુરક્ષા માટે અમાર જાબાંઝ સૈનીક જેવા જ છે.
નેવીના જહાજોની મુલાત લેતા સાડા છ હજાર લોકો
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કયાંયપણ શંકાસ્પદ હીલચાલ જણાયતો જરા પણ ડર્યા વગર અમોને માહીતી આપી દે છે. નેવી ડે અંતર્ગત દર વખતે ડે એપ્સી દરમ્યાન હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરીનાં કારતબો યોજાય છે. તો મીસાઈલોનું નિદર્શન પણ થાય છે. પરંતુ આ વખતે એવું કશું જ નહીં જોવા મળતા મોટા ભાગનાં નિમંત્રીતો નીરાશ જણાતા હતાં, નેવીના બન્ને યુધ્ધ જહાજો નગરજનો નાં નિદર્શન માટે ખુલ્લા રખાયા ત્યારે એક જ દિવસમાં સાડા છ હજાર જેટલા લોકો તેને નીહાળવા પહોંચી ગયા હતાં. જયારે સાચવતી શીશુકુંજ સંસ્થાનાં ૩૦ મંદબુધ્ધિ બાળકોને નેવલબેઝ ખાતે નિમંત્રીત કરીને તેઓને ભોજન જમાડવા ઉપરાંત જુદી જુદી રમતો પણ રમાડવામાં આવતા તેઓ ખુશખુશાલ બની ગયા હતાં.
જયારે મધદરિયે યોજાયેલા નેવીનાં ડે એપ્સી કાર્યક્રમમાં 'તલવાર' અને 'બેત્વા' શીપ એમ બન્નેમાં મળી કુલ ૯૦૦ જેટલા નિમંત્રીતોને મધદરિયે લઈ જવાયા હતાં. બે કલાક મોડી ઉપડેલી શીપો દર વર્ષ કરતા આ વર્ષે બે કલાક વહેલી પરત ફરતાં માત્ર સાડાત્રણથી ચાર કલાક નો જ આ ડે એપ્સી કાર્યક્રમ યોજાતાં ઘણા લોકો નીરાશ થયા હતાં.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved