Last Update : 09-Dec-2011, Friday
 

વરણાવાડામાં ખેતરના નેળીયામાં હત્યા કરેલી યુવકની લાશ મળતાં ચકચાર

 
માથાના પાછળના ભાગે તેમજ મોંઢા પર તીક્ષ્ણ હથિયાર મારીને હત્યા કરાઈ હોવાનું પ્રાથમિક તપાસમાં આવ્યું
વડગામ, તા. ૮
વડગામ તાલુકાના વરણાવાડા ગામ નજીક આવેલ એક ખેતરના નેળીયા પાસે એક અજાણ્યા ઈસમની હત્યા કરેલી લાશ મળી આવતાં વડગામ પંથકમાં ચકચાર મચી ગઈ છે.
બનાવના ઘટનાસ્થળેથી મળતી વિગત અનુસાર વડગામ તાલુકાના વરણાવાડા ગામના એક પટેલના ખેતરમાં દોઢ વર્ષથી ભાગીયા તરીકે કામ કરતા વક્તાભાઈ લક્ષ્મણભાઈ બુમડીયા તેમજ તેમની પત્ની ગીતાબેન બુબડીયા બુધવારની રાત્રીનાસમયે ખેતરમાં આવેલ ઓરડીમાં સુઈ રહ્યા હતા ત્યારે ઓરડીની બાજુમાં વક્તાભાઈના બનેવી હીરાભાઈ ભીખાભાઈ ડામોર રહે માળ તાલુકો દાંતા હાલમાં રહે. વરણાવાડાવાળા ઓરડીની બાજુમાં રાત્રીના સમયે સુતા હતા તે દરમ્યાન રાત્રીના અગીયારથી સાડા અગીયાર વાગ્યાની આસપાસ ખેતરમાંથી કોઈક અજાણ્યા ચાર ઈસમો દોડતા આવતા અવાજ થતાં ઓરડીની બાજુમાં બહાર સુતેલા હીરાભાઈ જાગી જતાં ચાર ઈસમમાંથી એક ઈસમ આવીને તેમને થપ્પડ મારતાં તેઓ ગભરાઈ જઈને બુમરાડ કરીને બાજુના ખેતરમાં દોડીને ચાલ્યા ગયા હતા. બુમાબુમ થતાં આજુબાજુના ખેતરમાંથી લોકો દોડી આવ્યા હતા અને ઓરડીમાં સુતેલા વક્તાભાઈ જાગીને બહાર આવીને જોયું તો એક અજાણ્યો ઈસમ ખેતરની બાજુમાં પડયો હતો. તેઓએ તેમના ખેતર માલિકને રાત્રીના જઈને જાણ કરતાં ખેતર માલિક તથા તેમનો ભાગીયો વક્તાભાઈ જીપ લઈને વડગામ પોલીસ મથકે જઈને જાણ કરી હતી. વડગામ પોલીસ મથકના પી.એસ.આઈ. એમ.એલ. પરમાર રાત્રીના પેટ્રોલીંગમાં હોવાથી તેમને ફોન પર મેસેજ મળતાં ઘટનાસ્થળે રાત્રીના અઢી વાગ્યાની આસપાસ આવી જઈને ખેતરની આસપાસ કોર્ડન કરીને કોમ્બીંગ હાથ ધર્યું હતું તેમજ આજુબાજુના ખેતરો તેમજ ગામડાઓમાંથી લોકોને લાવીને આ અજાણ્યા ઈસમની ઓળખ હાથ ધરી હતી પણ ઓળખ થવા પામી ન હતી. સવાર થતાંની સાથે જ બ.કાં.ના ડી.વાય.એસ.પી. તેમજ જિલ્લા પોલીસવડા પણ ઘટનાસ્થળે દોડી આવીને આ હત્યા કરાયેલા પાંત્રીસથી ચાલીસ વર્ષના અજાણ્યા ઈસમના હત્યારાઓની કડીઓ મેળવવા માટેના અથાગ પ્રયત્નો હાથ ધર્યા હતા તેમજ એફ.એસ.એલ.ની ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. ડોગ સ્કોડને જાણ કરવા છતાં બપોર સુધી ડોગ સ્કોડ આવ્યું ન હતું. આ મરણ જનાર ઈસમના માથાના પાછળના ભાગે તેમજ મોંઢા પર તીક્ષ્ણ હથિયાર મારીને આ અજાણ્યા ઈસમની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસને પ્રાથમિક તપાસમાં જણાઈ રહ્યું હતું. મરણ જનાર ઈસમ પાંચ શર્ટ ઉપર કોટ તેમજ વાદળી લુંગી પહેરેલી હતી. જેની પાસેથી ૪ નંગ લાઈટર તેમજ નેપાળની ૧૦૦ રૃપિયાની ચલણી નોટ મળી આવી હતી. પોલીસે મુદ્દામાલ કબ્જે લઈને આ લાશને વડગામ સી.એચ.સી.માં પી.એમ. માટે મોકલી આપી હતી. વડગામ પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved