Last Update : 09-Dec-2011, Friday
 
ઉ. ગુજરાતની સહકારી બેંકોની પ્રતિક હડતાલ
 
ઈન્કમટેક્ષમાંથી મુક્તિ આપવા રાષ્ટ્રવ્યાપી હડતાલને સમર્થન આપતા મહેસાણા, પાટણ અને બનાસકાંઠાની બેંકોનું કામકાજ ઠપ

ઉત્તર ગુજરાતની તમામ નાગરિક સહકારી બેન્કોની પ્રતિક હડતાલના કારણે રૃા.૨૫૦ કરોડનું ટર્નઓવરનું કામકાજ ઠપ
તલોદ-હિંમતનગર, તા. ૮
ઈન્કમટેક્ષના વિરોધમાં નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો. ઓપરેટીવ બેંકે આહ્વાન કરતાં મહેસાણા, બનાસકાંઠા, તેમજ પાટણ જિલ્લાની અનેક સહકારી બેંકો તથા ક્રેડીટ સોસાયટીઓએ ગુરૃવારના રોજ કામકાજ બંધ રાખી વિરોધ પ્રદર્શિત કર્યો હતો. અને આ રાષ્ટ્ર વ્યાપી હડતાળ સમગ્ર ઉત્તર ગુજરાતની અનેક ક્રેડીટ સોસાયટી પણ જોડાઈ હતી.
જો કે સરકારી બેંકો ચાલુ હોવાથી નાણાંકીય વ્યવહારો સચવાયા હતા.
આવકવેરા મુક્તિ માટે નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો. ઓપરેટીવ બેંકે કેન્દ્ર સરકર વિરૃધ્ધ આહ્વાન કરતાં ગુરૃવારના રોજ જાહેર કરાયેલી રાષ્ટ્ર વ્યાપી સહકારી બેંકો તથા ક્રેડીટ સોસાયટીઓની હડતાળના પગલે મહેસાણાની ૧૬ બેંકો તથા ક્રેડીટ સોસાયટીઓ તથા પાટણ શહેરની ૮ બેંકો તથા બનાસકાંઠાની અંદાજી ૧૮૦ જેટલી જેમાં છાપી, ધાનેરા, થરાદ, શિહોરી ડીસા વગેરે મથકોની બેંકો એ કામકાજ ઠપ્પ રાખી પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. જ્યારે ઈન્કમટેક્ષ કાયદામાં સહકારી ક્રેડીટ સોસાયટીઓને ઈન્કમટેક્ષમાંથી મુક્તિ આપેલી હોવા છતાં ઉત્તર ગુજરાતની ક્રેડીટ સોસાયટીઓને ઈન્કમટેક્ષ ભરવા માટે નોટીસો આપવાનું ચાલું કરતા ક્રેડીટ સોસાયટીઓએ પણ કામકાજ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. આ હડતાળમાં ૧૮ જિલ્લા સહકારી બેંક અને ૨૭૦ જેટલી નાગરીક સહકારી બેંકો જોડાઈ હતી. જો કે સરકરી બેંકો ચાલુ રહેતા નાણાંકીય વ્યવહારો સચવાયા હતા.
અત્રે ઉલ્લેખનિય છે કે કલમ ૮૦ (પી) હેઠળ બેંક જે નફો કરે તેના પર ૩૦ ટકા વેરો વસુલાતો હતો.
સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોને માટે સર્વોત્તમ સેવાઓ પુરી પાડતી સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્કની ૧૧૧ શાખાઓ ઉપરાંત હિમતનગર, મોડાસા, ઉપરાંત જિલ્લાની તમામ સહકારી બેંકોએ આજે જડબેસલાક બંધ પાડીને કેન્દ્ર સરકારના કર્ણપટ ઉપર પોતાની રાવ પહોંચાડવા પ્રયાસ કર્યો હતો જે યોગ્ય લેખાઇ રહ્યા છે.
રાજ્ય જિલ્લા અને સ્થાનિક નાગરિક સહકારી બેન્કોને શિરે કેન્દ્ર સરકારના આવકવેરા વિભાગે આવકવેરો ઝિંકવાની ઘોષણા કરીને આકરો અમલ પણ શરૃ કરી દેતાં પ્રતિ બેન્ક લાખો રૃપિયાનો આવકવેરો ભરવા મજબૂર બની છે. પરિણામે બેન્કો આર્થિક કટોકટીનો ભોગ બને તેવી સ્થિતિ પેદા થઇ છે. જેની સીધી અસર વેપારીઓ, મધ્યમ વર્ગના પ્રજાજનો, ખેડૂતો તથા સભાસદોને થવાની પુરી સંભાવનાઓ સેવાઇ રહી છે. સને ૨૦૦૬માં કેન્દ્ર સરકારે આવકવેરા કાયદામાં સુધારો કરી સહકારી બેન્કોને દાયકાઓથી મળેલ આવકવેરાની મુક્તિ પરતખેંચી લેતાં આ સ્થિતિ પેદા થઇ છે.
જેનો સખત વિરોધ નેશનલ ફેડરેશન ઓફ સ્ટેટ કો.ઓ.બેન્ક દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ કરવામાં આવ્યો હતો. ગુજરાતની અને દેશની તમામ નાગરિક બેન્કોને માટે આવકવેરાનો આ કાળો કાયદો ભારે અસહ્ય બની જતાં વિરોધનો વંટોળ પેદા થયો છે. આ કાયદાથી થતા સર્વાંગી નુકસાનની યાદી સાથે કેન્દ્ર સરકાર સમક્ષ બેન્ક સંગઠને કરેલ રજૂઆતો આજદિન સુધી નિષ્ફળ રહી છે. કેન્દ્ર સરકારના નિર્ણયને પરત ખેંચવા કરેલ વિનંતીભરી અરજીઓ કેન્દ્રીય નાણાં મંત્રાલયની ફાઇલોમાં જાણે કે ફાઇલ થઇ ગઇ છે.
ગુજરાત અર્બન કો.ઓ. બેન્ક ફેડરેશનની અપીલને અનુસરીને સાબરકાંઠા જિલ્લાની તમામ નાગરિક સહકારી બેન્કોએ આજે તેનું કામકાજ સંપૂર્ણ બંધ રાખીને પ્રતિક હડતાલ પાડી હતી.
આથી ગુજરાત અર્બન કો.ઓ. બેન્ક્સ ફેડરેશને આજરોજ રાજ્યની તમામ નાગરિક સહકારી બેન્કોએ પ્રતિક હડતાલ પાડવાનું એલાન આપ્યું હતું.
ઉત્તર ગુજરાતની તમામ નાગરિક સહકારી બેન્કોની આજની પ્રતિક હડતાલના કારણે રૃા.૨૫૦ કરોડનું ટર્નઓવરનું કામકાજ આજે ઠપ્પ થઇ ગયું હતું.
બેન્ક કર્મચારીઓએ આજે પ્રતિક હડતાળમાં જોડાઇને સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન કરીને તેમનો ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો.

 

 
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved