Last Update : 09-Dec-2011, Friday
 
નડિયાદ પાલિકામાં કર્મચારીઓની જગ્યાઓ ન ભરાતાં હડતાળ પડાશે
 

નડિયાદ, તા. ૮
નડિયાદ નગરપાલિકામાં વર્ગ-૩ અને ૪માં કર્મચારીઓની અછત હોવા છતાં નવા કર્મચારીઓની ભરતી ન કરવાના નિર્ણયનો ખેડા ડિસ્ટ્રીક્ટ મ્યુનિસીપલ એમ્પ્લોઇઝ એસોસિએશને વિરોધ કર્યો છે. અને પાલિકા સહિતના ઉચ્ચ સત્તાધીશોનું જો આવું જ વલણ રહ્યું તો પાલિકાના સંવર્ગ-૩ અને ૪ના કર્મચારીઓના જાહેર હિતમાં તા.૧૬-૧૨-૧૧થી બેમુદ્દતી ભૂખ હડતાલ શરુ કરવાની નોટિસ સાથે પ્રતિક આમરણાંત ઉપવાસની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. પાલિકામાં સરકાર દ્વારા ૯૧૮ કાયમી કર્મચારી સેટઅપ મંજૂર થવા છતાં છેલ્લાં કેટલાક સમયથી ૨૬૦ જગ્યાઓ ખાલી હોવાથી કર્મચારીઓનું શોષણ થતું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
વર્ગ ૩-૪ ના ૯૧૮ કર્મચારીઓની મંજુરી છતાં ૨૬૦ જગ્યાઓ ખાલી
એમ્પ્લોઇઝ એસોસિએશનના જણાવ્યા મુજબ ૧૯૬૩માં સ્થપાયેલી નડિયાદ નગરપાલિકાના હદ વિસ્તારમાં વસ્તી વધતી જાય છે. ૧૯૬૩ના વર્ષમાં રાજ્ય સરકારે ૯૧૮ કાયમી કર્મચારીઓનું સેટઅપ મંજૂર કર્યું છે. પરંતુ કર્મચારીઓની સંખ્યામાં ઉત્તરોત્તર ઘટાડો થતો જાય છે. પાલિકામાંથી નિવૃત્ત તેમજ અવસાન પામવાના કારણે ૨૬૦ જેટલી સંવર્ગ ૩ અને ૪ના કર્મચારીઓની જગ્યા ખાલી છે. વધારે વસ્તી સામે કર્મચારીઓની નવી ભર્તી કરવામાં આવતી ન હોવાથી કર્મચારીઓની અછત પ્રવર્તે છે. જેના કારણે કર્મચારીઓને બે ગણી કામગીરી કરવી પડે છે. આથી કર્મચારીઓનું શોષણ થાય છે. શહેરીજનોને છેલ્લાં ઘણાં સમયથી પાણી, ગટર, લાઇટ, સફાઇ સહિત પ્રાથમિક આરોગ્યની સંતોષકારક સેવાઓ મળતી નથી. જે અંગે શહેરીજનો દ્વારા વારંવાર ફરિયાદો થાય છે. આ તમામ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ખેડા ડિસ્ટ્રીક્ટ મ્યુનિસિપલ એમ્પ્લોઇઝ એસોસિએશનને ઇશ્વરભાઇ બાવીસ્કર અને મૌલીકભાઇ શ્રીમાળીની આગેવાની હેઠળ સંબંધિત સત્તાધીશો સમક્ષ રજૂઆતો કરી છે. પરંતુ તેનું કોઇ પરિણામ ન મળતા છેવટે કર્મચારીઓના જાહેર હિતમાં તા. ૧૬ ડિસેમ્બર-૨૦૧૧ના રોજથી અચોક્કસ મુદ્દતની ભૂખ હડતાળ શરુ કરવા નોટિસ આપી છે. આ સાથે પ્રતિક આમરણાંત ઉપવાસની પણ ચીમકી આપી છે. પાલિકાના તમામ કાયમી કર્મચારીઓને સરકારના વેતન તેમજ પ્રમોશન સહિતના અન્ય લાભો આપવા જેવી જુદી જુદી ૧૬ માંગણીઓ અંગે પણ ધ્યાન દોર્યું છે.

ઠરાવ કરાયા બાદ દરખાસ્ત થશે ઃ ચીફ ઓફિસર
નડિયાદ,તા.૮
આ પ્રસ્ને નગરપાલિકાના ચીફ ઓફિસર શશાંકભાઇ પરીખનો સંપર્ક કરાતા તેમણે જણાવ્યું હતુ કે સરકારના નિયમો મુજબ જો કર્મચારીઓની ભર્તી થવા પાત્ર હશે તો દરખાસ્ત કરવામાં આવશે. આ માટે પાલિકાની જનરલ બોડીમાં ઠરાવ કરાયા બાદ દરખાસ્તની પ્રક્રિયા હાથ ધરાશે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved