Last Update : 09-Dec-2011, Friday
 
નવજાત બાળકન ઉઠાવી જનાર મહિલા અમદાવાદથી પકડાઈ
 

બોરસદના કઠાણા ગામમાંથી

આણંદ,તા.૮
બોરસદ તાલુકાના કઠાણા ગામની ખુમાનપુરા સીમમાંથી ૧૨ દિવસ પૂર્વે ૨૦ દિવસના નવજાત બાળકની ચોરી કરીને ફરાર થઈ ગયેલ અમદાવાદની મહિલાને વિરસદ પોલીસે તેના વટવા ખાતેના નિવાસ સ્થાને દરોડો પાડીને ઝડપી પાડી હતી. પોલીસે તેની પાસેથી બાળકનો કબજો મેળવીને માસુમ બાળકને તેના માતા-પિતાને હવાલે કરતાં જ પરિવારજનોમાં હર્ષની લાગણી વ્યાપી જવા પામી છે. વિરસદ પોલીસે ગીતાબેન પટેલ તથા તેના સ્થાનિક પુરૃષ મિત્ર માધવસિંહ સોલંકીની ચોરીના ગુનામાં ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.
ગીતા પટેલને વટવાથી ઝડપી લઈ પોલીસે બાળક માબાપને સોંપી દીધું
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ બોરસદ તાલુકાના કઠાણા ગામે ખુમાનપુરા વિસ્તારમાં જીતપુરા રોડ ઉપર રહેતા કૈલાસબેન કાળીદાસ પરમારનો ૨૦ દિવસનો નવજાત પુત્ર ગત તા.૨૬-૧૧-૧૧ના રોજ રાત્રિના સુમારે ઘરમાંથી અચાનક ગુમ થયો હતો. લાંબી શોધખોળના અંતે લાપત્તા થયેલ આ નવજાત શિશુ ન મળતાં આખરે કૈલાસબેન પરમારે વિરસદ પોલીસ મથકે પોતાના દિકરાની ચોરી થઈ હોવાની ફરિયાદ નોેંધાવી હતી. જે દિવસે માસુમ બાળક ગુમ થયો હતો તેના બે દિવસ પૂર્વે કૈલાસબેનના ઘરે તેમનો પડોશી માધવસિંહ સોલંકી અને તેની સ્ત્રી મિત્ર ગીતાબેન મુકેશભાઈ પટેલ કૈલાસબેનના ઘરે ગયા હતા અને તેમના ૨૦ દિવસના બાળકને રમાડી ૧૦ રૃપિયાની નોટ પણ આપી હતી. તે જ રાત્રે આ માસુમ બાળક ગુમ થતાં ગીતાબેન પટેલ અને માધવસિંહ સોલંકી જ આ બાળકને ચોરી ગયા હોવાની કૈલાસબેને પોલીસ ફરિયાદમાં શંકા વ્યક્ત કરતાં વિરસદ પોલીસે બંને સામે શંકાના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. જો કે સૌપ્રથમ વિરસદ પોલીસે કઠાણા ગામના જ માધવસિંહ સોલંકીને અટકમાં લઈ ઘનિષ્ઠ પુછપરછ હાથ ધરતાં તેની સ્ત્રી મિત્ર ગીતાબેન પટેલ અમદાવાદના વટવા ખાતે આવેલ કૈલાસનગર સોસાયટીમાં રહેતી હોવાની હકીકત પ્રકાશમાં આવી હતી અને તેનો પતિ માલપુર ખાતે રહે છે તેવી હકીકત મળી હતી. જેથી જિલ્લા પોલીસ અધિક્ષક આર.વી.અસારીની સુચના અને માર્ગદર્શન મુજબ ચોરાઈ ગયેલ બાળકને શોધવા માટે પોલીસ તંત્ર દ્વારા બે ટીમો બનાવવામાં આવી હતી. બે ટીમો પૈકી એક ટીમ માલપુર ખાતે કે જ્યાં ગીતાબેનનો પતિ મુકેશ પટેલ રહે છે ત્યાં રવાના કરાઈ હતી. જ્યારે પોલીસની બીજી ટીમ પીએસઆઈ કે.ડી.પ્રજાપતિના નેતૃત્વ હેઠળ અમદાવાદ શહેરના વટવા વિસ્તાર સ્થિત કૈલાસનગર સોસાયટીમાં મોકલવામાં આવી હતી. જ્યાં પોલીસની આ ટીમે ગુપ્ત વોચ ગોઠવીને ગીતાબેન પટેલ જેવા તેમના ઘરે આવે છે તે સાથે જ પોલીસે તેમના ઘરે છાપો મારીને ૨૦ દિવસના બાળક સાથે ઝડપી પાડયા હતા. વિરસદ પોલીસે ચોરાઈ ગયેલ નવજાત બાળકને અમદાવાદ શહેરના વટવા ખાતેથી શોધી કાઢીને તેના માતા-પિતાને સોંપતા જ તેના પરિવારમાં આનંદ છવાઈ ગયો હતો. તો બીજી તરફ આ માસુમ બાળકની ચોરીના ગુનામાં પકડાયેલ ગીતાબેન પટેલ અને તેના પુરૃષ મિત્ર માધવસિંહ સોલંકીની પણ પોલીસે ગતરાત્રિના લગભગ ૧૦ઃ૦૦ કલાકના સુમારે વિધિવત ધરપકડ કરીને વધુ તપાસ અર્થે રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.

નિઃસંતાન મહિલાએ મિત્રની મદદ લઈ બાળક ચોર્યું હતું
બાળકની ચોરીમાં સાથ આપનાર માધવસિંહ સોલંકીની પણ ધરપકડ
આણંદ,તા.૮
બોરસદ તાલુકાના કઠાણાના માસુમ બાળકની ચોરી કરવાના ગુનામાં ધરપકડ કરાયેલા ગીતાબેન પટેલે માલપુર ગામના મુકેશભાઈ પટેલ સાથે ફુલહાર કર્યા હતા. બંને જણાં અમદાવાદ શહેરના વટવા વિસ્તાર સ્થિત કૈલાસનગર સોસાયટીમાં રહેતા હતા. દરમ્યાન તેમનો પરિચય કઠાણા ગામના માધવસિંહ સોલંકી સાથે થયો હતો. જે પરિચય બાદમાં મિત્રતામાં પરિણમતા અવાર-નવાર ગીતાબેન પોતાના પુરૃષ મિત્ર માધવસિંહ સોલંકીના ઘરે આવતા જતા હતા. ગત તા.૨૬મીની રાત્રે ગીતાબેન કૈલાસબેનના ઘરે તેમના બાળકને રમાડવા આવ્યા હતા. જો કે તેઓ નિઃસંતાન હોવાથી તેમની દાનત કૈલાસબેનના ૨૦ દિવસના પુત્ર પર બગડી હતી અને રાત્રિના જ સુમારે તેમણે કૈલાસબેનની સોડમાંથી માસુમ બાળકને ચોરી લીધો હતો. બાદમાં તે બાળક સાથે અમદાવાદ તરફ ભાગી ગયા હતા. આખરે પોલીસે તેમને આબાદ રીતે માસુમ બાળક સાથે ઝડપી પાડયા હતા.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved