Last Update : 09-Dec-2011, Friday
 
કાપડ દલાલનું અપહરણ કરી રૃ।.૧૦ લાખની ખંડણી મંગાઇ
 
દિપકને છોડાવવા ૧૦ લાખ તૈયાર રાખજો

પત્નીના ફોન પર એકવાર ખંડણી માટે મેસેજ આવ્યા બાદ ફરી સંપર્ક નહી કરતા મામલો શંકાસ્પદ
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરૃવાર
રીંગરોડ માર્કેટ વિસ્તારમાં કાપડ દલાલી કરતો અલથાણ-ભીમરાડ રોડનો યુવાન ગત સવારે ઘરેથી નીકળ્યો હતો પરંતુ માર્કેટ વિસ્તારમાંથી જ કેટલાક વ્યક્તિઓએ તેનું અપહરણ કરી તેના મોબાઇલ ફોન ઉપરથી તેની પત્નીના મોબાઇલ ફોન ઉપર મેસેજ કરી રૃ।.૧૦ લાખની ખંડણી માંગી હતી. જોકે, એક જ વખત મેસેજ આવ્યા બાદ અપહરણકારોએ ફરી મેસેજ કે ફોન ન કરતાં પોલીસ સમગ્ર બનાવને શંકાની નજરે જોઇ રહી છે. કાપડ દલાલ જાતે જ વડોદરા તરફ ચાલ્યો ગયો હોવાની શક્યતાના આધારે ખટોદરા પોલીસે તે દિશામાં ટીમ દોડાવી છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ અલથાણ-ભીમરાડ રોડ સાંઇ રેસીડન્સી ફલેટ નં.બી/૪૦૬માં રહેતા અને કાપડ દલાલીનું કામ કરતાં દિપકભાઇ ગોપાલ ક્રિષ્ણા શર્મા રીંગરોડ પૂનમ માર્કેટમાં ઓફિસ ધરાવે છે. ગત સવારે ૧૦ વાગ્યે તે ઘરેથી માર્કેટ જવા પોતાની મોટરસાયકલ (નં.જીજે-૫-સીએ-૨૫૬૯) લઇ નીકળ્યા હતા. જોકે, થોડા સમય બાદ દિપકભાઇની પત્ની શાલિનીબેનના મોબાઇલફોન ઉપર દિપકભાઇના મોબાઇલફોનથી એક મેસેજ આવ્યો હતો.
મેસેજમાં લખ્યું હતું,'' દિપકને છોડાવવા રૃ।.૧૦ લાખ તૈયાર રાખજો''આથી શાલિનીબેન ગભરાઇ ગયા હતા અને તેમણે દિપકભાઇનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ તેમને સફળતા મળી ન હતી. આથી તેમણે ખટોદરા પોલીસને જાણ કરતાં પોલીસે તપાસ શરૃ કરી હતી.
પોલીસે માર્કેટ વિસ્તારમાં તપાસ કરતાં દિપકભાઇની મોટર સાયકલ રીંગરોડ શ્રી મહાલક્ષ્મી માર્કેટ અને ટેક્ષ્ટાઇલ માર્કેટની સામે પાર્કીંગમાંથી બિનવારસી મળી આવી હતી. દિપકભાઇ પાસે રહેતો ચાવીનો ઝુમખો પણ ત્યાંથી મળી આવતાં પોલીસે બંનેને કબ્જે કર્યા હતા. પરંતુ ગતબપોરે રૃ।.૧૦ લાખ તૈયાર રાખવાનો મેસેજ આવ્યા બાદ દિપકભાઇના અપહરણકારોએ કોઇ મેસેજ કે ફોન ન કરતાં પોલીસને શંકા ગઇ હતી.
પોલીસને આશંકા છે કે દિપકભાઇએ કદાચ અપહરણનું તરકટ રચ્યું છે. દિપકભાઇના મોબાઇલ ફોનનું લોકેશન છેલ્લે વડોદરા તરફ મળતાં ખટોદરા પોલીસની એક ટીમ તે દિશામાં રવાના થઇ છે. પોલીસ જ્યાં સુધી દિપકભાઇ કે તેના અપહરણકારોને શોધી નહીં કાઢે ત્યાં સુધી ઘટના અંગે રહસ્ય અકબંધ રહેશે.
Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved