Last Update : 09-Dec-2011, Friday
 
સ્કૂલના વિદ્યાર્થીઓ ભણવાને બદલે વાહન ચોરીના રવાડે

 

કડીવાળા સ્કૂલના ચાર વિદ્યાર્થીઓ પાસેથી પાંચ વાહન કબ્જે કરાયાઃ ધો.૯માં ભણતો મુખ્ય સૂત્રધાર સ્કૂલમાં ટૉપર છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, ગુરુવાર
ખટોદરા પોલીસે ભણવાને બદલે વાહન ચોરીના રવાડે ચઢી ગયેલા રીંગરોડ કડીવાળા સ્કૂલના ૪ વિદ્યાર્થીઓને આજે બપોરે સોસીયો સર્કલ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે ઝડપી પાડી તેમની પાસેથી ચોરીની કુલ પાંચ મોટરસાયકલ કબજે કરી હતી. ઝડપાયેલા વિદ્યાર્થીઓ પૈકી મુખ્ય સૂત્રધાર ધો.૯નો વિદ્યાર્થી પાછલા ત્રણેય વર્ષમાં પ્રથમ ક્રમે આવ્યો છે.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ખટોદરા પોલીસ મથકના સર્વેલન્સ સ્ટાફના પો.કો. હિતેન્દ્રસિંહ અને પરેશને મળેલી બાતમીના આધારે પીએસઆઇ સી.ટી. પુરાણી, હે.કો. આનંદભાઇ અને અન્યોએ આજે બપોરે ઉધના-મગદલ્લા રોડ સોસીયો સર્કલ ઓપેરા હાઉસ પાસેથી સ્પ્લેન્ડર મોટરસાયકલ (નં.જીજે-૫, એફએ-૩૧૩૦) ઉપર જઇ રહેલા ચાર તરુણને ઝડપી પાડયા હતા.
ઝડપાયેલા ઓમિક મનીષભાઇ માસ્તર (ઉ.વ.૧૪) (રહે. ઇચ્છા મહેતાની શેરી, સગરામપુરા), ચેતન રાજકિશોર અગ્ર હરી (ઉ.વ.૧૩) (રહે. વ્હોરાવાડ, રૃદરપુરા), ક્રિષ્ણા રાજુ મહાજન (ઉ.વ.૧૩) (રહે. રાજુ પાર્ક એપાર્ટમેન્ટ, કૈલાશનગર) અને રોનક કમલેશ હાથીવાળા (ઉ.વ.૧૬) (રહે. ફુદીના વાડી, સહરા દરવાજા)ની પોલીસે પૂછપરછ કરતાં શરૃઆતમાં તેમણે એક તરુણને પગમાં વાગ્યું હોવાથી ડૉકટરને બતાવવા જઇ રહ્યા હોવાનું જણાવ્યું હતું.
પરંતુ પોલીસને ચોક્કસ બાતમી મળી હતી કે ચારેય તરુણ વાહનચોર છે અને મોટરસાયકલ વેચવા નીકળ્યા છે. આથી ચારેયની કડકાઇથી પૂછપરછ કરતાં તેમણે મોટરસાયકલ ખટોદરા વિસ્તારમાંથી ચોરી તેના મૂળ રજીસ્ટ્રેશન નંબર જીજે-૫-ઇએ-૩૧૩૮માં ચેડાં કર્યાની કબૂલાત કરી હતી. વધુ પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે ચારેય રીંગરોડ સ્થિત કડીવાળા સ્કૂલના વિદ્યાર્થી છે અને ઓમિક, ચેતન અને ક્રિષ્ણા ધો.૯માં અભ્યાસ કરે છે. જ્યારે રોનક ધો.૧૧માં અભઅયાસ કરે છે.
ચારેય વિદ્યાર્થીઓએ આ ઉપરાંત અઠવા વિસ્તારમાંથી વધુ ચાર મોટરસાયકલની ચોરી કર્યાની કબૂલાત કરી હતી. વાહન ચોરતી વિદ્યાર્થીઓની ટોળકીનો મુખ્ય સૂત્રધાર ૧૪ વર્ષીય ઓમિકની પાસે એક ડુપ્લીકેટ ચાવી છે અને તેની મદદથી જ તેઓ મોટરસાયકલ ચોરી વારાફરથી ફેરવતા હતા. એક મોટરસાયકલ થોડા દિવસ ફેરવી તેઓ રીંગરોડ સુગર એન્ડ સ્પાઇસ રેસ્ટોરન્ટ નજીક મૂકી દેતા હતા અને થોડા દિવસ બાદ ફરી તેને લઇ ફરવા નીકળી પડતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મુખ્ય સૂત્રધાર ઓમિક ધો.૬, ધો.૭ અને ધો.૮માં પહેલા નંબરે પાસ થયો છે.

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved