Last Update : 09-Dec-2011, Friday
 
રાંધણ ગેસના બાટલામાં પ્રજા સાથે છેતરપિંડી કરતી કંપનીઓ

 

ગેસના બાટલા લીક પ્રુફ હોવાનો કંપનીઓનો દાવો બોગસ

(પ્રતિનિધિ તરફથી) અમદાવાદ
રાંધણગેસનો પુરવઠો આપતી કંપનીઓના ફિલિંગ કે બોટલિંગ પ્લાન્ટમાં રાંધણગેસનો ૧૪.૨ કિલોનો જથ્થો ભરવામાં આવતો હોવા છતાંય ગેસના વપરાશકાર સુધી તે બાટલો પહોંચે છે ત્યારે તેમાં ૧૪.૨ કિલો ગેસ મળતો ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બાટલાઓ લીક પ્રુફ હોવાનો દાવો કરવામાં આવતો હોવા છતાંય વાસ્તવમાં તે લીક પ્રુફ નથી. પરિણામે તેમાંથી ખાસ્સો ગેસ લીક થઈ જાય છે અને લીક થયેલા બાટલામાં નિયમ કરતાં ઓછો ગેસ હોવા છતાંય યેનકેન પ્રકારેણ તે બાટલા ગ્રાહકોને પધરાવી દેવામાં આવતા હોવાનો આક્ષેપ ગ્રાહક સુરક્ષા સંસ્થાઓ કર્યો છે.
ઓઈલ કંપનીઓના બોટલિંગ પ્લાન્ટમાં ૧૪,૨૦૦ ગ્રામ ગેસ બાટલામાં ભરાય છે, પણ વપરાશકારના ઘર સુધી પહોંચતા તેમાં થઈ જતો ઘટાડો
ગ્રાહક સુરક્ષા માટે કામ કરતી સંસ્થાના હોદ્દેદારોનું કહેવું છે કે રસોઈ ગેસની કૃત્રિમ તંગી દર્શાવી તેના કાળાં બજાર કરવાની પ્રવૃત્તિ જોરશોરથી ચાલી રહી છે. ઓછા વજનના ગેસના બાટલા મળતાં હોવાની ગ્રાહકોની ફરિયાદને કોઈ પણ કંપનીઓ કાને ધરવા તૈયાર જ નથી.
કેન્દ્ર સરકારની ઓઈલ કંપનીઓ અને ગુજરાત સરકારનું અન્ન અને નાગરિક પુરવઠા ખાતું આ સંદર્ભમાં ગ્રાહકલક્ષી સરકારી પરિપત્રનો અમલ કરતાં જ નથી. ગ્રાહકની નજર સામે જ ગેસ ભરેલા બાટલાનું વજન કરીને આપવાના નિયમનું પાલન કરવામાં આવતું નથી. તેમ જ બાટલો લીક ન થતો હોવાનું ડીલીવરી ટાઈમે ટેસ્ટિંગ કરી આપવાના નિયમનું પણ પાલન કરવામાં આવતું નથી. ગુજરાતની મોટાભાગની એજન્સીઓના હેલ્પરો કે ડીલિવરી મૅન ગ્રાહકને પ્રમાણિત વજન કાંટાથી વજન કરીને સિલિન્ડર આપતા જ નથી. તેથી ગ્રાહકોને સરેરાશ રૃા. ૫૦થી ૧૦૦ રૃપિયાના મૂલ્ય જેટલો ગેસ ઓછો મળતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ડીલીવરી મૅન પેન્સિલ-બંસરી દ્વારા ૂબાટલામાંથી ૨થી ૩ કિલો ગેસ કાઢી લઈ વર્ષોથી ચોરી કરે છે. ગુજરાત સરકારનું તોલમાપ ખાતું આ ચોરી રોકવામાં નિષ્ફળ નીવડયું છે.
ખોડિયાર નગરમાં અગ્નિ ગેસ એજન્સી સામે લીકેજ વાળા બાટલાની ફરિયાદ પણ થઈ છે. આ ફરિયાદના અનુસંધાનમાં પગલાં લેવા એજન્સી તૈયાર નથી. ફૂડ કંટ્રોલર અને કાનૂની માપવિજ્ઞાાન તંત્રના નિયામક ઊર્મિલા પટેલને પણ આ ફરિયાદ કરવામાં આવી છે. જોકે પોલીસને આ અંગે કરેલી ફરિયાદને આધારે તપાસ શરૃ થઈ છે.
શિયાળાની ઋતુમાં રાંધણગેસના બાટલાઓમાંથી ગેસના લીકેજની ફરિયાદોનું પ્રમાણ ખાસ્સું વધી જાય છે. રાંધણગેસના પુરવઠા કરતાં વપરાશકારો વધુ હોવાથી રૃા. ૪૧૩ના મૂલ્યના બાટલો રૃા. ૭૦૦થી રૃા. ૮૦૦ના ભાવે બ્લેકમાં વેચવાનો ધંધો પણ શિયાળામાં વધી જાય છે. ઘરગથ્થું વપરાશ માટેના સબસિડીવાળા સંખ્યાબંધ બાટલાઓ રોજ કાળા બજારમાં વેચાય છે અને આ બાબતે ફરિયાદ કરાતી હોવા છતાંય હપ્તાબાજ સરકારી અધિકારીઓ તેના પરત્વે આંખ આડા કાન કરી રહ્યા છે.
વજન કરીને ગેસનો બાટલો માગનારા ગ્રાહકોને વજન ચેક કરવાના કે લીકેજ ચેક કરવાના સાધનો આપવામાં આવ્યા નથી અને તમારે બાટલો લેવો હોય તો લો કહીને વપરાશકારોને કફોડી સ્થિતિમાં મૂકી દેવામાં આવે છે.

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved