Last Update : 09-Dec-2011, Friday
 
સહકારી બેન્કોની હડતાળથી ૧૦૦૦ કરોડના ચેક અટવાયા
 
ગુજરાતની ૨૦૦ બેન્કોમાં 'બંધ'થી ક્લીયરિંગને અસર

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ, ગુરુવાર
સહકારી બૅન્કોને આવકવેરાની મુકિતનો લાભ ફરી ચાલુ કરવાની માગણીના સંદર્ભમાં ગુરુવારે રાષ્ટ્રીય ધોરણે 'બંધ' પાળવાના એલાનને અનુલક્ષી ગુજરાતમાં સહકારી બૅન્કોનું કામકાજ ઠપ રહ્યું હતું, જેને કારણે રૃ. ૧ હજારથી રૃ. ૧૫૦૦ કરોડના ચેકોના કિલયરિંગને અસર થઇ હોવાનો આંદોલનકારીઓએ દાવો કર્યો છે.
આવકવેરા મુકિત પુનઃ શરૃ કરવા અમદાવાદ સહિત તમામ કલેકટરોને કેન્દ્રીય નાણા પ્રધાનને મોકલવા આવેદન અપાયા ઃ ચીફ IT કમિશનરનેય રજૂઆત
દેશની સહકારી બૅન્કોને ઇન્કમટેકસ એકટ ૧૯૬૧ની કલમ ૮૦ પી હેઠળ નફાની આવક ઉપર વેરો ભરવામાંથી મળતી મુકિત ૨૦૦૬ થી બંધ થયેલી છે, જે પુનઃ સ્થાપિત કરવાની માગણીના અનુસંધાને પાળવામાં આવેલી એક દિવસીય પ્રતીક હડતાળમાં ગુજરાતની એપેકસ બેન્ક- ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક સહિત ૧૮ જિલ્લા મધ્યસ્થ બેન્કો ઉપરાંત ૨૭૦ જેટલી નાગરિક સહકારી બૅન્કો જોડાઈ હતી.
ગુરુવારે હડતાળના દિવસે દરેક જિલ્લા મથકે મધ્યસ્થ સહકારી બૅન્કની આગેવાની હેઠળ કલેકટર કચેરી ખાતે રેલીકારે જઇ માગણીના સંદર્ભમાં કેન્દ્રીય નાણાપ્રધાનને ઉદ્દેશીને આવેદનપત્ર કલેકટરને અપાયું હતું, તેમ અમદાવાદમાં ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના નેતૃત્વમાં કલેકટરને તથા ગુજરાતના આવકવેરા વિભાગના ચીફ કમિશનર આર. એન. ત્રિપાઠીને કેન્દ્રીય નાણા પ્રધાનને પહોંચતું કરવા માટે આવેદન સુપરત કરાયું હતું, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેન્કના એમ.ડી. - પી. એસ. પટેલે એવો દાવો કર્યો છે કે, આ હડતાળ રાજકીય રીતે પાળવામાં આવી નથી, ગુજરાતમાં બધી સહકારી બૅન્કોએ બંધ પાળ્યો છે અને નેશનલ ફેડરેશનના ચેરમેન ડૉ. બિજેન્દ્ર સિંઘ પોતે કોંગ્રેસના સાંસદ છે.
આંદોલનકારીઓએ એવો પણ દાવો કર્યો હતો કે, ગુજરાતના ખૂણે ખૂણે પ્રત્યેક ગામ તથા શહેરમાં સહકારી બૅન્કો કાર્યરત છે ત્યારે આ હડતાળથી કિલયરિંગના કામકાજને માઠી અસર પહોંચી છે. આ હડતાળમાં ગુજરાતના ૪ લાખ જેટલી સહકારી બૅન્કોના કર્મચારીઓ જોડાયા હતા.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved