Last Update : 09-Dec-2011, Friday
 
વન ટાઇમ સેટલમેન્ટની અરજીઓનો નિકાલ કરવા સરકારને તાકીદ
 
સહકારી બેંકોના ડિફોલ્ટરોની

અમદાવાદ
સહકારી બેકોના ડિફોલ્ટરોની વન ટાઇમ સેટલમેન્ટની પડતર અરજીઓનો સોમવાર સુધીમાં નિકાલ કરવા ગુજરાત સરકારને હાઇકોર્ટે તાકીદ કરી છે અને જો તે અંગે કસૂર કરવામાં આવશે તો સહકાર પ્રધાન દિલિપ સંઘાણી સહિતના જવાબદાર પદાધિકારીઓને હાઇકોર્ટ સમક્ષ ઉપસ્થિત રહેવા ફરમાન કરાશે.
સહેલી કન્સ્ટ્રક્શનની રિટ અંગે સોમવાર સુધીની સત્તાવાળાઓને મહેતલ
સહેલી કન્સ્ટ્રક્શનની રિટ અંગે કાર્યકારી ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ પારડીવાલાની બેન્ચે ઉપરોક્ત નિર્દેશ આપ્યો છે. સહેલી કન્સ્ટ્રક્શન કંપની ચરોતર નાગરિક સહકારી બેકનો ડિફોલ્ટરો પૈકીની એક છે. તેણે વન ટાઇમ સેટલમેન્ટ માટે અરજી કરી રૃા.૨.૭૮ કરોડ ભરવાની તૈયારી બતાવી હતી પરંતુ સત્તાવાળાઓએ કોઇ પગલાં નહીં ભરતા આ કંપનીએ એપ્રિલ ૨૦૧૧ માં રિટ કરી હતી. હાઇકોર્ટે સહકાર વિભાગને વન ટાઇમ સેટલમેન્ટની અરજીઓનો નિકાલ કરવા માટે આદેશ આપ્યો હતો પરંતુ કોઇ કાર્યવાહી ન થતાં હાઇકોર્ટે રાજ્ય સરકારને જે તે વખતે રૃા. ૩૦ હજારનો દંડ કર્યો હતો. આ હુકમની સામે રાજ્ય સરકાર સુપ્રીમકોર્ટમાં અપીલ કરી હતી પરંતુ સુપ્રીમકોર્ટે તાજેતરમાં અપીલ કાઢી નાખી હતી. અરજદાર કંપનીએ ફરીથી ગુજરાત હાઇકોર્ટમાં રિટ કરી હતી અને વન ટાઇમ સેટલમેન્ટની અરજી અંગે સાંભળવા માટે જરૃરી આદેશ આપવા દાદ માગી હતી. આથી હાઇકોર્ટે સરકારના સહકાર વિભાગ સમક્ષની ૪૩ સહકારી બેંકોની ૫૩૦ જેટલા અરજદારોની વન ટાઇમ સેટલમેન્ટ માટે પડતર અરજીઓનો સોમવાર સુધીમાં નિકાલ કરવા સરકારને તાકીદ કરી છેે. જો તેમ કરવામાં કસૂર કરવામાં આવશે તો સહકાર પ્રધાન દિલિપ સંઘાણી, રાજ્યકક્ષાના મંત્રી ઇશ્વરભાઇ પટેલ,પ્રિન્સિપાલ સેક્રેટરી, સેક્રેટરી, ચરોત્તર બેંકના પદાધિકારીઓ વગેરેને હાઇકોર્ટમાં હાજર રહેવા ફરમાન કરાશે.
 

 

Share |

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           
પાક. પ્રમુખ સામે સૈન્ય બળવાની શક્યતા ન હોવાનો અમેરિકાનો મત
સ્પામર સામેના કેસમાં યાહૂને ૬૧ કરોડ ડોલર ચુકવવા આદેશ
યુકેના અર્થતંત્ર માટે ભારતીય વ્યાવસાયિકો મહત્વના ઃ LCCI
સ્વામી દ્વારા ભણાવાતા અભ્યાસક્રમો હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી હટાવાયા
વિશ્વ વિખ્યાત મેગેઝિન 'ટાઇમ'ની ટોપ ટેન સ્ટોરીમાં અણ્ણા આંદોલન
એકતા કપૂરની ફિલ્મ માટે વધારેલું વજન ઊતારવાની વિદ્યા બાલને શરૃઆત કરી
'જુડવા'ની સિકવલ બનાવવાની યોજના આગળ વધારવામાં આવી
સલમાન ખાન સામે હવે માફી નહિ માગવાનો વિવેક ઓબેરોયનો નિર્ણય
નવ વર્ષ પછી મલ્લિકા શેરાવત તેના વતન રોહતકની મુલાકાત લેશે
કરણ જોહરની નવી ફિલ્મમાં હૃતિક-પ્રિયંકાની જોડી હોટ સ્વરૃપમાં
પંજાબમાં લોન માફીની માગણીમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલન
ગુજરાતના IAS અધિકારી પ્રદીપ શર્માને શરતી જામીન માટે સુપ્રીમ સંમત
એર ઇન્ડિયા-કિંગફિશરનાં બેંક ખાતાં સ્થગિત કરતાં સેવા વેરા વિભાગ
મધ્યસત્ર ચૂંટણી ટાળવા રિટેલમાં FDIનો નિર્ણય મોકૂફ રખાયો
તેંડુલકરનો વર્લ્ડ રેકોર્ડ હું જ તોડીશ તેવી ચાહકોની શ્રધ્ધાથી બળ મળ્યું
વન ડેના ઇતિહાસમાં ભારતનો ૪૧૮નો સ્કોર ચોથા ક્રમે
મધ્ય પ્રદેશમાં બીજી વખત વન ડેમાં બેવડી સદીનો રેકોર્ડ
સેહવાગે ૨૫ ચોગ્ગા ફટકારીને તેંડુલકરના રેકોર્ડની બરોબરી કરી

તેંડુલકરનો રેકોર્ડ તુટયો હોવાની અનોખી ઘટના અંગે ચાહકોમાં ચર્ચા

શેરોમાં નવેસરથી ઓફલોડીંગ ઃ રિલાયન્સ, બેંક, પાવર શેરોમાં ગાબડાં ઃ સેન્સેક્સ ૩૮૯ તૂટીને ૧૬૪૮૮
સોનામાં તેજીની આગેકૂચ ઃ બે દિવસમાં રૃ.૪૦૦નો ઉછાળો
એલ્યુમિનિયમ ઉત્પાદકોએ ભાવોમાં કરેલો ટનદીઠ રૃ.૨૦૦૦થી ૨૫૦૦નો વધારો
ચિદમ્બરમ અને અનિલ અંબાણીના કારણે બજારમાં કડાકો
રેલવેએ ડિઝલ ખરીદવાનો કોન્ટ્રાક્ટ ત્રણ માસ લંબાવ્યો
સસરાએ ગુજારેલા બળાત્કારથી પુત્રવધૂને લાગુ પડેલો એઇડ્સ
૪૦૦ ફૂટ ઉંડા બોરમાં પડી ગયેલા માસુમને બચાવવામાં નિષ્ફળતા
'ગર્લ ફ્રેન્ડ' સાથે વિમાનમાં ફરતો ચેઇન સ્નેચર ઝડપાયો
ગુજરાતમાં ખેડૂતોને ઘઉંની ખેતીમાં રસ ઓછો થઈ રહ્યો છે !
જૂનાગઢમાં વેપારી સામે મંજૂરી વિના એન્ટીક મૂર્તિ રાખવા બદલ ફરિયાદ
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
 
 

Science and Technology

માર્સ - ૫૦૦ ''પૃથ્વી પરનો સ્પેસ ટ્રાવેલનો સૌથી લાંબો પ્રયોગ''

પપુઆ ન્યુગીનીના દરિયામાં ઃ સોલ્વારા-૧
માઇફો-લિપો ફિલિંગ
વ્યાયામ અને આહારથી BP ઘટાડી શકાય... !
બ્રો-લિફટ કે પાળ લિફટ
 

Gujarat Samachar Plus

વિડિયોગેમ કરશે ટેન્શનને દૂર
નાકથી નહીં દિમાગ સૂંઘો

શાહરૂખ પ્રિયંકા સાથે સ્ટેજ શો આપશે

સસ્પેન્સ ખોલતી અનુષ્કા

આઇ વોન્ટ પબ્લિસિટી ગાગા
આમિરની ખ્વાઈશ પૂર્ણ થઈ
 
   
webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   

Archives

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
   
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2011 All Rights Reserved